તુલસી-ક્યારો/નિવેદન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|નિવેદન|}} {{Poem2Open}} <center>[પહેલી આવૃત્તિ]</center> આ વાર્તા પણ ‘વેવિશાળ’...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 14: Line 14:
‘ભદ્રા જીવતી છે’ એમ કહ્યું તે પરથી રખે કોઈ કલ્પજો કે મેં ભદ્રાને જીવતા કોઈ માનવ-સંસારમાંથી ઉઠાવી છે! ‘વેવિશાળ’ના વાચકો તેમ જ વિવેચકોમાં પણ એ ભ્રમણા રમી ગઈ છે કે આવાં હૂબહૂ પાત્રો કોઈક જીવતાં માનવજીવનમાંથી મને જડ્યાં હોવાં જોઈએ. આ વિભ્રમ પર લંબાણથી લખવાની જરૂર છતાં અહીં એ શક્ય નથી. પણ ખાતરી આપું છું કે ‘વેવિશાળ’ કે ‘તુલસી-ક્યારો’માંનું એક પણ પાત્ર આલેખતી વેળા મારી જાણનું કોઈ જીવતું માનવી મારી નજર સામે હતું નહીં. એ બધાં પાત્રો આ બેઉ વાર્તાઓમાં સાવ સ્વતંત્રપણે જન્મેલાં, જીવેલાં, હસેલાં ને રડેલાં છે. ને મારે મન તો એ સત્ય-જગતનાં માનવીઓ જેવાં જ – બલકે એથી પણ વધુ – ‘જીવતાં’ છે. વાચકની લાગણીમાં પણ એ ‘જીવતાં’ છે. પણ તેનું કારણ એ નથી કે તેઓ કોઈ જીવતાં માનવીની તસવીરો છે. એના વાચનથી આસપાસની દુનિયાનાં અમુક માનવો યાદ આવે છે એ વાત ખરી; પણ તે તો વાચકે વાચકે જુદાં જુદાં માનવો હોય છે. એ જ બતાવે છે કે અમુક ચોક્કસ નરનારીઓ પરથી આ આલેખનો થયાં હોવાનું સંભવિત નથી.

વાર્તા લખાઈ ગયા પછી એક અકસ્માત થયાનું યાદ આવ્યું છે : ‘નિરંજન’ની જેમ આંહીં પણ માસ્તર પિતા ને પ્રોફેસર પુત્ર પેસી ગયા છે. આમ કેમ બન્યું હશે? હું પણ સમજી શક્યો નથી.
વાર્તા લખાઈ ગયા પછી એક અકસ્માત થયાનું યાદ આવ્યું છે : ‘નિરંજન’ની જેમ આંહીં પણ માસ્તર પિતા ને પ્રોફેસર પુત્ર પેસી ગયા છે. આમ કેમ બન્યું હશે? હું પણ સમજી શક્યો નથી.
<center>રાણપુર : ૨૭-૭-’૪૦</center>
રાણપુર : ૨૭-૭-’૪૦
{{Right|ઝવેરચંદ મેઘાણી}}
{{Right|ઝવેરચંદ મેઘાણી}}
<center>[બીજી આવૃત્તિ]</center>
આ વાર્તા ‘ફૂલછાબ’માં ચાલુ હતી ત્યારે વાચકોના જે પત્રો, સમાપ્તિ કેવી રીતે લાવવી તે વિશે, આવેલા તે આ નવી આવૃત્તિમાં ‘વાચકોની કલમે’ એવા મથાળા નીચે આપી શકાયા છે. એમાંના કેટલાક કાગળોનાં લખનારનાં નામ નથી આપી શકાયાં; કારણ કે જે મૂળ કાગળો ‘ફૂલછાબ’માં નામ વગર છપાયેલા, તે અત્યારે મોજૂદ નથી. એ લખનારાઓની ક્ષમા યાચું છું.
વાર્તાને જુદાં જુદાં સામયિકોમાં અને વાર્ષિક ગ્રંથસ્થ વાઙ્મયના અવલોકનમાં સારી પેઠે આદર મળ્યો છે. એ સર્વ અભિપ્રાયો સુશિક્ષિતોના-અર્વાચીનોના છે; એટલે આ વાર્તા પર કોઈક કોઈક સ્થળોએથી મુકાયેલો પીછેહઠવાદીપણાનો આક્ષેપ ટકી શકતો નથી. જૂની પેઢી સારી અને નવી ખરાબ – એવા કોઈ પણ વાદ પર આ વાર્તા મંડાઈ નથી.
અમુક પાત્રો તો પોતાના પરથી આલેખાયેલાં છે એવી કુશંકાથી પ્રેરાઈને પણ કોઈ કોઈ ભાઈઓએ વાર્તા વિશે માઠો મત બાંધ્યો હશે. મેં તો પહેલેથી જ ખાતરી આપી દીધી છે કે એક પણ પાત્ર મેં કોઈ જીવતી વ્યક્તિ પરથી દોર્યું નથી; એટલું જ નહીં પણ, વાર્તા લખતાં લખતાં એવી કોઈ વ્યક્તિ મારી નજર સામે ભૂલેચૂકેય આવી નહોતી. પણ માનવીમાત્રની અંદર કામ કરી રહેલ અજ્ઞાત મનનો જો મારી કૃતિમાંયે ગુપ્ત ફાળો હોય તો હું લાઇલાજ છું, ને એના પરિણામે ટોપી કોઈ પણ માથા પર બંધબેસતી બની જઈ આંગળીચીંધણું પેદા થયું હોય તો અંત:કરણથી દિલગીર છું. સત્ય જીવનને વફાદાર બનતી કૃતિના લેખકને માર્ગે આ તો અનિવાર્ય જોખમ છે.
આટલું કહેવા માત્રથી કલાકાર કંઈ છૂટી શકતો નથી, એ તો હુંય કબૂલ કરું છું. સંસારમાં પડેલી સુજનતાને સુજનતારૂપે આલેખવાથી જ શિલ્પી જેમ નિહાલ થઈ જતો નથી, તેમ જગતની ખલતા-ધૂર્તતાને એના નગ્ન-નફ્ફ્ટ સ્વરૂપે રજૂ કરવાથી જ એ કૃતકૃત્ય થતો નથી. એ ભલે શ્રદ્ધાવાન હોય તો વર્ગ-સંઘર્ષ આલેખે, કે પછી વર્ગ અને વ્યક્તિના સમરાંગણમાં શ્રદ્ધા ન ધરાવતો મારી માફક માનવ-ભાવો અને માનવોર્મિઓનાં તોફાનો આલેખે; એની કૃતિનો સાચો આંક એ કાવ્યન્યાય (‘પોએટિક જસ્ટિસ’) કેટલા પ્રમાણમાં ઉતારી શકે છે તે પરથી જ નીકળશે.
રાણપુર : ૧-૧-’૪{{Right|ઝ.મે.}}
<center>[ત્રીજી આવૃત્તિ]</center>
એક દિવસ મારા મુરબ્બી સ્નેહી ડૉ. હરિપ્રસાદ દેસાઈને મળ્યો. જેલમાંથી તાજા બહાર આવ્યા હતા. કહે કે, “તારું ‘તુલસી-ક્યારો’ જેલમાં વાંચ્યું. મારે એક વાત કહેવી છે : વાસ્તવ જગતની અંદર ભલે પારાવાર દુ:ખ, સંતાપ અને અગ્નિપરીક્ષા પડેલાં હો; તમે સાહિત્યકૃતિઓમાં જે પાત્રો રચો તેમના પર વધુ પડતા આકરા ન બનો, તેમની કસોટીમાં ઉગ્રતા ઓછી કરો. વીરસુત અને કંચન વચ્ચેનો વિયોગ લંબાવવા માટે તેં વીરસુતને વિલાયતમાં રોકી રાખ્યો છે, એ તો વધુ પડતી સખ્તાઈ કહેવાય. તમારાં પાત્રો પ્રત્યે તમે સર્જકો ઉદારતા સેવતા રહો.”
આ શબ્દોએ પેદા કરેલું મનોમંથન હજુ સુધી શમ્યું નથી. મારાં વાર્તાપાત્રો મને પૂર્વે લાગતાં હતાં તેના કરતાં પણ, ડૉક્ટર સાહેબના શબ્દો સાંભળ્યા પછી, વધુ જીવતાં જણાયાં છે. મેં એમાંનાં કેટલાંક પર જુલમ કર્યો છે, એવું પણ થઈ આવે છે.
નવી આવૃત્તિ વેળા આથી વધુ કંઈ કહેવાનું નથી.
બોટાદ : ૧૯૪૬ {{Right|ઝ.મે.}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = અર્પણ
|next = ૧. કોના પ્રારબ્ધનું?
}}
19,010

edits

Navigation menu