ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને પ્રતિબદ્ધતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સાહિત્ય અને પ્રતિબદ્ધતા'''</span> : કોઈ સામાજિક-ર...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 8: Line 8:
પ્રતિબદ્ધ એટલે કંઠીબદ્ધ એ મુદ્દા પર સાહિત્યમાંની પ્રતિબદ્ધતાનો વિરોધ થયો છે. દૃઢ પ્રતીતિઓવાળા વિદ્રોહને બદલે તત્પૂરતી ઊભી થયેલી, સપાટી પરની પ્રતિક્રિયાઓ પ્રકાશવર્તુળમાં આવતી હોવાને લીધે પ્રતિબદ્ધતા ચિરંજીવને બદલે તત્કાલીન બની રહે, સાહિત્યને મોકળું રાખવાને બદલે કુંઠિત કરે, કળાકીય સ્વાયત્તતાને બદલે સીમિતતા અને પરાધીનતાને નોતરે એ ભયસ્થાન દેખાવા લાગ્યું. સાહિત્ય જેવા મર્મસ્પર્શી, અને એથી શક્તિશાળી માધ્યમને વાદ-વિચાર-વાહક સાધન બનાવી દેવાની પ્રતિબદ્ધતાવાદીઓની દાનત પણ એમાં દેખાઈ.

સાહિત્ય માનવસંબંધોમાંના વાસ્તવમાંથી જે સૌન્દર્યલક્ષી સત્ય પ્રગટ કરવા ઝંખે એ પ્રતિબદ્ધતાના આ એક પરિમાણી વાસ્તવથી સંકુચિત અને દૂષિત થાય, વાદપ્રચારની આત્યંતિકતાનો ભાર જીવનની અનેક ઝીણી ભાતોને ને ગડીઓને સપાટ કરી નાખે, એથી સાહિત્યકૃતિ સંકુલતા ઉપસાવવાને બદલે નર્યા અતિસરલીકરણનો ભોગ બને – એ પ્રતિબદ્ધતાનાં વધારે ભયાવહ જોખમો છે.  

એક તરફ જીવનની વિશાળ વાસ્તવિકતા પ્રત્યે ઉદાસીન રહીને અંગત સંવેદનનું ઊર્મિગાન કરતું સાહિત્ય કલાપરક હોવા છતાં ઊણું ગણાય, એમ વાદો-વિચારો-ભાવનાઓ-આતંક આક્રોશોની પ્રતિબદ્ધતાના વજન હેઠળ કલાસ્વરૂપો ભારવાહક બની રહે, એ સ્થિતિ પણ એકદમ અસ્વીકાર્ય ગણાય. એટલે વાદ-વિચારનું સામગ્રી લેખે નિરૂપણ હોય તેમ છતાં સાચો સર્જક અ-પ્રતિબદ્ધ હોય – એવી સ્થિતિ વધુ સ્વીકાર્ય બને. સામ્યવાદી હકૂમતનું, દલિતોની પીડાનું, સ્ત્રીઓનાં અપમાનનુ અને શારીરિક-માનસિક શોષણનું નિરૂપણ કરનાર લેખક એ વાદોનો પક્ષકાર કે મોં-વાજું બન્યા વિના જ માનવીય વેદના-સંવેદનાનું રસકીય ભૂમિકાએ આલેખન કરે – ભલે તે પોતે એ વર્ગનો (દલિત વગેરે) હોય, કે ન પણ હોય, વ્યક્તિ તરીકે વિચાર-પ્રતિબદ્ધ હોવા છતાં સર્જક તરીકે એનો અભિગમ પોતાના દર્શન (વિઝન)ને કેન્દ્રમાં રાખનારો અને કલાસ્વરૂપનિષ્ઠ જ હોય તો મતાગ્રહોનું એકાંગી કે ભ્રાન્ત વાસ્તવ ઊપસવાને બદલે માનવ-સમસ્યાઓનું નીતર્યું તેમજ સૌન્દર્યનિષ્ઠ સત્ય પ્રગટી શકે.  

{{Right|ર.સો.}}
{{Right|ર.સો.}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સાહિત્ય અને પ્રચાર
|next= સાહિત્ય અનેપ્રત્યાયન
}}
26,604

edits

Navigation menu