19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રેમાનંદ|}} {{Poem2Open}} '''૧. સમય''' મધ્યકાળના કવિઓએ પોતાના જીવન વિશ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 28: | Line 28: | ||
પૂર્વે જે જે કવિજન-વૈષ્ણવે કીધાં ચરિત્ર અપાર જી | પૂર્વે જે જે કવિજન-વૈષ્ણવે કીધાં ચરિત્ર અપાર જી | ||
તે સઘળાંનો જોડ કરીને બાંધું શુભ આખ્યાન જી | તે સઘળાંનો જોડ કરીને બાંધું શુભ આખ્યાન જી | ||
{{Right|(‘હારમાળા’)}} | {{Right|(‘હારમાળા’)}}<br> | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 36: | Line 36: | ||
‘એક નેત્રનું કાજળ કાઢ્યું, બીજા નેત્રનું નીર; | ‘એક નેત્રનું કાજળ કાઢ્યું, બીજા નેત્રનું નીર; | ||
તરણા વતે લખ્યું તારુણીએ ધરી હ્રદયા મધ્યે ધીર’ | તરણા વતે લખ્યું તારુણીએ ધરી હ્રદયા મધ્યે ધીર’ | ||
{{Right|(‘ચંદ્રહાસાખ્યાન’, કડવું ૧૫,કડી ૨૫)}} | {{Right|(‘ચંદ્રહાસાખ્યાન’, કડવું ૧૫,કડી ૨૫)}}<br> | ||
</poem> | </poem> | ||
પ્રેમાનંદે વિગતોનો, નાયિકાના સૂક્ષ્મ મનોભાવોને ઉપસાવવામાં ઉપયોગ કર્યો છેઃ પત્રમાં ‘વિષ દેજો’ વાંચીને, પ્રેમોત્સુક વિષયા ઘડીભર ધ્રૂજી ગઈ હશે ને એની આંખો ભીની થઈ હશે. પણ પછી પરિસ્થિતિ સંભાળી લઈને (‘ધરી હૃદયા મધ્યે ધીર’) કુશળતાથી એક નેત્રનું કાજળ તરણા પર લઈને બીજા નેત્રનું, આવીને જાણે કે ઠરી ગયેલું આંસુ (‘નીર’) ભેળવીને એણે લખ્યું હશે... આમાં, આ દૃશ્ય-વર્ણનની પડછે, એના ત્વરિત બદલાતા સંચારી મનોભાવો પણ આપણે જોઈ શકીએ છીએ. પ્રેમાનંદની કવિકલ્પનાનો એ વિશેષ છે. આખી કડીનો લય પણ, વિગતને અંતર્ગત રાખીને, સંવેદનના મરોડને સાક્ષાત્ કરી આપે છે. | પ્રેમાનંદે વિગતોનો, નાયિકાના સૂક્ષ્મ મનોભાવોને ઉપસાવવામાં ઉપયોગ કર્યો છેઃ પત્રમાં ‘વિષ દેજો’ વાંચીને, પ્રેમોત્સુક વિષયા ઘડીભર ધ્રૂજી ગઈ હશે ને એની આંખો ભીની થઈ હશે. પણ પછી પરિસ્થિતિ સંભાળી લઈને (‘ધરી હૃદયા મધ્યે ધીર’) કુશળતાથી એક નેત્રનું કાજળ તરણા પર લઈને બીજા નેત્રનું, આવીને જાણે કે ઠરી ગયેલું આંસુ (‘નીર’) ભેળવીને એણે લખ્યું હશે... આમાં, આ દૃશ્ય-વર્ણનની પડછે, એના ત્વરિત બદલાતા સંચારી મનોભાવો પણ આપણે જોઈ શકીએ છીએ. પ્રેમાનંદની કવિકલ્પનાનો એ વિશેષ છે. આખી કડીનો લય પણ, વિગતને અંતર્ગત રાખીને, સંવેદનના મરોડને સાક્ષાત્ કરી આપે છે. | ||
| Line 51: | Line 51: | ||
હાસ્ય પ્રેમાનંદને વિશેષ ફાવતો રસ છે. સ્થૂળ હાસ્યમાં પણ એ ઘણીવાર ખેંચતો – ને પોતે ખેંચાતો હોય છે એમાં, ઉપર ગણાવી તે વિલક્ષણતા કારણરૂપ છે. છતાં માર્મિકતા ને સૂક્ષ્મતા પણ એના હાસ્યની મહત્ત્વની શક્તિઓ છે. કથાપ્રસંગો ને પરિસ્થિતિઓમાં એની નજર હાસ્યને ઝટ શોધી કાઢે છે –ક્યારેક તો મૂળ પ્રસંગમાં આછો નિર્દેશ હોય ત્યાં, ને નવી પરિસ્થિતિ યોજીને પણ એ હાસ્યને માટે જગા કરે છે ને એને ઉત્તમ રીતે બહેલાવે છે. દમયંતીને વરવા તૈયાર થયેલા અનેક રાજાઓનું આલેખન – અને અલબત્ત, દેવોની દુર્દશાનું આલેખન – એનું મહત્ત્વનું ઉદાહરણ છે. | હાસ્ય પ્રેમાનંદને વિશેષ ફાવતો રસ છે. સ્થૂળ હાસ્યમાં પણ એ ઘણીવાર ખેંચતો – ને પોતે ખેંચાતો હોય છે એમાં, ઉપર ગણાવી તે વિલક્ષણતા કારણરૂપ છે. છતાં માર્મિકતા ને સૂક્ષ્મતા પણ એના હાસ્યની મહત્ત્વની શક્તિઓ છે. કથાપ્રસંગો ને પરિસ્થિતિઓમાં એની નજર હાસ્યને ઝટ શોધી કાઢે છે –ક્યારેક તો મૂળ પ્રસંગમાં આછો નિર્દેશ હોય ત્યાં, ને નવી પરિસ્થિતિ યોજીને પણ એ હાસ્યને માટે જગા કરે છે ને એને ઉત્તમ રીતે બહેલાવે છે. દમયંતીને વરવા તૈયાર થયેલા અનેક રાજાઓનું આલેખન – અને અલબત્ત, દેવોની દુર્દશાનું આલેખન – એનું મહત્ત્વનું ઉદાહરણ છે. | ||
મધ્યકાલીન આખ્યાન, માણભટ્ટોના વ્યવસાય તરીકેની એક પ્રવૃત્તિ તરીકે પણ વધુ ને વધુ શક્તિઓથી વિકસેલું છે. એમાં પ્રેમાનંદ ટોચે છે. કથાકાર અને કવિની પ્રતિભાથી કથન-વર્ણન-ગાન-અભિનયનાં કૌશલ્યોને પૂરેપૂરાં પ્રયોજીને એક ઉત્તમ રજૂઆતકાર (પરર્ફોર્મર) તરીકે પ્રેમાનંદની એક શક્તિમંત કલાકારની પ્રતિમા ઊપસી છે. | મધ્યકાલીન આખ્યાન, માણભટ્ટોના વ્યવસાય તરીકેની એક પ્રવૃત્તિ તરીકે પણ વધુ ને વધુ શક્તિઓથી વિકસેલું છે. એમાં પ્રેમાનંદ ટોચે છે. કથાકાર અને કવિની પ્રતિભાથી કથન-વર્ણન-ગાન-અભિનયનાં કૌશલ્યોને પૂરેપૂરાં પ્રયોજીને એક ઉત્તમ રજૂઆતકાર (પરર્ફોર્મર) તરીકે પ્રેમાનંદની એક શક્તિમંત કલાકારની પ્રતિમા ઊપસી છે. | ||
{{Right| –શ્રે.}} | {{Right| –શ્રે.}}<br> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits