મંગલમ્/ભગવાન ભરોસે

ભગવાન ભરોસે

ભગવાન ભરોસે તું મારી તારજે નૈયા,
તારજે નૈયા, હંકારજે નૈયા.

તારાં બધાંયે કર્મો આત્માને અર્પી દે,
અને જીવન બધુંયે એને સમર્પી દે,
તું એક વાર બોલ જીવનનાથ હમારા,
તારજે નૈયા…

દુઃખથી ભરી છે દુનિયા, હિંમત ન હારજે,
દુઃખ કોઈના સુણે તો પ્રભુને પુકારજે,
તારો સુકાની થઈ જશે હો દિવ્ય પ્રભુજી,
તારજે નૈયા તું હંકારજે નૈયા.