મંગલમ્/તુજ વિના અંધારું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તુજ વિના અંધારું

તુજ વિના અંધારું, સકલઘટ તુજ વિના અંધારું;
તું તો રૂપ નહીં ને તારું સકલઘટ,
તુજ વિના અંધારું.

અલખ તેજથી આંખો ઊઘડે દુનિયા દેખેદેખે,
તુજ વિના સારું ને નરસું
સહુ સરખું કરી લેજે. સકલઘટ…

અદકી ઓછી સૂઝ-સમજ સૌને આપી છે કિરતારે.
મારી નૈયા તું તરાવી
પાર ઉતારી લેજે. સકલઘટ…

પરમ દયાળુ પ્રભુની કરુણા જેના ઉપર જેવી
કહે છોટમ તેના ઉરમાં
સૂઝ ઊપજે તેવી. સકલઘટ…
તુજ વિના અંધારું…