ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/નર્મદ જીવનની રૂપરેખા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નર્મદજીવનની રુપરેખા
[ઈ. સ. ૧૮૩૩-૧૮૮૬]

મધ્યકાલીન યુગમાં પદ્ય સાહિત્યના સર્જનદ્વારા ગુજરાતી ભાષાને સ્થિર સ્વરુપ આપી જે અક્ષય કીર્તિ પ્રેમાનંદે પ્રાપ્ત કરી છે તેવીજ અક્ષય કીર્તિ આપણા નવીન ગદ્ય સાહિત્યની શૈલીને રૂઢ સ્વરૂપ આપી કવિ નર્મદાશંકર લાલશંકર દવેએ પ્રાપ્ત કરી છે. પ્રાચીન ગુજરાતી સાહિત્યનો યુગ દયારામને હાથે પૂરો થતાં, નવીન યુગને આંકનાર ને ઘડનાર નર્મદાશંકરનો જન્મ ઇ. સ. ૧૮૩૩માં સુરતમાં થયો હતો. એમની જ્ઞાતિ વડનગરા નાગર બ્રાહ્મણની. એમના પિતાનું નામ લાલશંકર પુરૂષોતમ દવે. એમની માતાનું નામ નવદુર્ગા. લાલશંકર લહીઆનો ધંધો કરતા હતા. મુંબાઈની સદર અદાલતમાં એમણે કારકુની કરી હતી. પાંચ વર્ષના નાના નર્મદે સુરતમાં ગામઠી નિશાળમાં પ્રાથમિક અભ્યાસ શરૂ કર્યો. ૧૮૪૪માં એમની માતાનું મરણ થયું. આજ વર્ષમાં ગુલાબ નામની કન્યા જોડે એમનું પ્રથમ લગ્ન થયું. ૪૫માં એ મુંબાઈ જઇ માધ્યમિક કેળવણી માટે એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યુટમાં દાખલ થયા. નર્મદનું વિદ્યાર્થી જીવન તેજસ્વી હતું. સ્વર્ગસ્થ વિદ્વાન અને ભાષાશાસ્ત્રી ડૉ. રામકૃષ્ણ ભાંડારકર એના સહાધ્યાયી હતા. એમણે કૉલેજની પ્રવેશક પરીક્ષા પસાર કરી. ભાષા ઉપર એમણે સબળ પ્રભુતા મેળવી. ૫૧ માં જુવાન નર્મદે સુરત પાછા આવી ઘર માંડ્યું. આજ વર્ષથી અમદાવાદના કવિશ્વર દલપતરામ સાથે એને ઓળખ થવા માંડી, પર માં એ રાંદેરમાં માસ્તર થયા. બીજે વર્ષે એમની પત્નિ ગુલાબનો સ્વર્ગવાસ થયો. આ વખતે સુરત નાનપુરામાં પંદર રૂપીઆની માસ્તરની નોકરી એ કરતા હતા. નર્મદની મહત્ત્વાકાંક્ષાને આરો નહતો. ફરીથી એ મુંબાઇ ગયો. અઢાર વર્ષના એ યુવકે ત્યાં “બુદ્ધિ વર્ધક સભા” સ્થાપી. સ્વદેશ, પ્રેમ, ધર્મ, સાહસ, ઉદ્યોગ હુન્નર અને વિદ્યાકળા ઉપરનાં એનાં પ્રોત્સાહક ભાષણોએ સભાને ગજવી મૂકી. ફરી એક વાર કૉલેજનો અભ્યાસ જારી રાખવા એણે કમ્મર બાંધી, ૫ણ વર્ષ પૂરૂં થાય તે પહેલાં તો તેને છેલ્લી સલામ એને કરવી પડી. જ્ઞાન મેળવવાની એની હોંસને કદી થાક લાગતો નહીં. આપણા ગદ્ય સાહિત્યના આ પિતાએ આપણા ઉગતા ગદ્યને વિવિધ પેરે લખવા અને વિકસાવવા માંડ્યું. નર્મદ જન્મથી કવિ હતો. ધીરા ભક્તના બે પદોએ એના કાવ્ય સંસ્કારોના સતારને ઝઝણાવી મૂક્યો. દાદુપંથી એક લાલદાસ સાધુએ એને છંદોના પ્રથમ પાઠે શિખવ્યા હતા. એણે મહાન થવાની તૈયારીઓ કરવા માંડી. એણે સંખ્યાબંધ અંગ્રેજી, સંસ્કૃત, વ્રજ વગેરે ભાષાનાં પુસ્તકો વાંચવા વિચારવા માંડ્યાં. ૧૮૫૫ થી ૧૮૫૮ સુધીના ચાર વર્ષો નર્મદની મહાન તૈયારીઓના પ્રયત્નોનાં વર્ષો હતાં. એનું બીજું લગ્ન ‘૫૧ માં થયું. ૫૭ માં એણે “પિંગલ પ્રવેશ” પ્રસિદ્ધ કરી પિતાને અર્પણ કર્યો.’ ૫૮ માં “રસપ્રવેશ” અને “અલંકાર પ્રવેશ” એણે રચી દીધા. આજ અરસામાં વળી એ “લઘુકૌમુદી”ના વ્યાકરણ ગ્રંથમાં ને કાલિદાસના “વિક્રમોર્વશીય” નાટકના અભ્યાસમાં ગુંથાયો હતો. ૧૮૫૬ થી ૧૮૬૬ સુધીનો દસકો એ એના વિચારેના મહામંથનમાં ગાળે છે. ૫૮ સુધીમાં ગ્રંથકાર થવાનું ભાથું પૂરૂં તૈયાર કરી રહ્યો. નર્મદમાં નક્કી કરેલા જીવન ધ્યેય માટે સ્વાર્પણ કરવાની અજબ અને પારાવાર શક્તિ હતી. નોકરી કરવી કે સ્વતંત્રજ રહેવું એ નિર્ણય એને કરવાનો હતો. પોતાની આત્મકથા મારી હકીકતમાં પચીસમે વર્ષે કરેલી પ્રતિજ્ઞા એ નોંધે છે. “મેં ઘેર આવી કલમના સામું જોઈ આંખમાં ઝળઝળીઆં સાથે તેને અરજ કરી કે હવે હું ત્હારે ખોળે છઉં.” “નર્મકવિતા”ના લોકપ્રિય છૂટા ભાગો હવે બહાર પડવા લાગ્યા. કવિ લોકપ્રિય કવિ બન્યો. કાવ્ય રસિકોએ નર્મદદલપતની કાવ્યશૈલીઓને સરખાવવા માંડી. બંને કવિયો વચ્ચેની સ્પર્ધાનાં બીજ અહીં રોપાયાં, નર્મદની વાગ્ધારા આ કાળે જોશથી ફૂટી રહી. “ડાંડીઆ” માસિક દ્વારા એણે અંગ્રેજી જોસફ ઍડિસને “સ્પેકટેટર” માં કર્યાં હતા તેના વાકપ્રહારો આપણા સમાજ પર કરવા માંડ્યા. ૫૭ માં એમના ગદ્યલેખોનો અમર સંગ્રહ “નર્મગદ્ય’ નામથી બહાર પડ્યો. એમાંનો “રાજ્યરંગ” લખવા માટે એણે બસો પુસ્તકોનું વાચનને તારણ કાઢ્યું કહેવાય છે. આમ કવિની કાર્તિનો સૂર્ય ૫૬ થી ૫૮ સુધીમાં પૂર્ણ તેજે તપી રહ્યો. ૬૪ માં પોતાના કુલદીપક પુત્રની સાક્ષરકીર્તિ ઘરડી આંખે જોઇ લાલશંકર દેવશરણ થયા. પણ સાહિત્યદેવીને ઉત્સાહી જીવનનું સમર્પણ કરનાર નર્મદની ગરીબાઇએ પણ એને તાવવામાં જરાએ બાકી રાખી નથી. પોતે પાટા બાંધી, મમરા, પૌંવા ફાકી આ ઉદાર, લહેરી અને સાચો કાવ્યાત્મા ગરીબાઇ સામે મરણ સુધી ઝઝુમ્યો. ૬ માં એણે એનો અમર ગ્રંથ ‘નર્મકોશ’ શરૂ કર્યો. આ ભારે ગ્રંથને ૭૩ માં સમાપ્ત કરી સાથે “જય! જય! ગરવી ગુજરાત! એ અમર રાષ્ટ્રગીત ગાઈ એને છપાવવાના સાહસમાં પણ એણે ઝંપલાવ્યું. પરિણામે દેવાનો ડુંગર વધી ગયો. ખર્ચને પહોંચી વળવા માટે, દેવાને હઠાવવા માટે એણે ૭૬ માં નાટ્યાલેખન શરૂ કર્યું પણ એમાંથી થયેલી જૂજ આવકમાંથી એના ખાડા ન પૂરાઈ શક્યા. ૮૨ માં પ્રેમભક્તિના આ વિરલ વીરગાયકે જીંદગી ભરનો ટેક મૂક્યો. રડતી આંખે ને ભાગલે પગે “શેઠ ગોકળદાસ તેજપાળ દાનખાતા”માં એણે નોકરી લીધી. સાડા ત્રણ વર્ષ તે ખાતામાં કેટલાક સુધારા કરી તેમાંથી તે ફરગત થયો.’ ૮૫ મા એમના માનસમાં પરિવર્તન સૂચવતો “ધર્મવિચાર” ગ્રંથ પ્રગટ થયો. ૮૬ માં કવિનું મૃત્યુ થયું. નર્મદ એટલે ગુજરાત અને ગુજરાતીઓની જીવનભાવનાઓની સાક્ષાત મૂર્તિ. અમર રહો એ નર્મદ અને એનું–આપણું–પ્રિય ગુજરાત!

શંકરપ્રસાદ છ. રાવળ <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> : : એમની કૃતિઓ : :

પુસ્તકનું નામ. પ્રકાશન વર્ષ.
મંડળી મળવાથી થતા લાભ ૧૮૫૦-૫૧
વ્યભિચાર નિષેધક ૧૫૫૬
મુઆં પછવાડે રોવા કુટવાની ઘેલાઇ
સ્વદેશાભિમાન
નિરાશ્રિત પ્રત્યે શ્રીમંતના ધર્મ
પિંગળપ્રવેશ ૧૮૫૭
સ્ત્રીના ધર્મ
ગુરૂ અને સ્ત્રી
નર્મકવિતા અંક ૧-૨ ૧૮૫૮
૧૦ અલંકારપ્રવેશ
૧૧ રસપ્રવેશ
૧૨ ગરીબાઇ વિષે ભિખારી દાસનો સંવાદ
૧૩ કવિ અને કવિતા.
૧૪ સંપ ૧૮૫૯
૧૫ વિષયી ગુરૂ
૧૬ ગુરૂની સત્તા
૧૭ નર્મકવિતા અંક ૪-૫-૬-૭-૮
૧૮ નર્મકવિતા અંક ૯-૧૦
૧૯ દયારામકૃત કવ્યસંગ્રહ
૨૦ પુનર્વિવાહ
૨૧ લગ્ન તથા પુનઃલગ્ન
૨૨ ભક્તિ
૨૩ સાકાર
૨૪ મનહર૫દ (મનોહર સ્વામીનાં પદ)
૨૫ તુલજી-વૈધવ્યચિત્ર (સંવાદરૂપે) ૧૮૫૯-૬૩
૨૬ નર્મકોશ અંક ૧ ૧૮૬૧
૨૭ ઋતુવર્ણન
૨૮ નર્મકવિતા પુસ્તક ૧ (સાતવર્ષની કવિતાનો સંગ્રહ) ૧૮૬૨
૨૯ નર્મકોશ અંક ૧
૩૦ નર્મકવિતા પુસ્તક ૨ ૧૮૬૩
૩૧ હિન્દુઓની પડતી. ૧૮૬૪
૩૨ નર્મકવિતા (સામટી પ્રસિદ્ધ કરી)
૩૩ ડાંડિયો (પત્ર) શરૂ કર્યો.
૩૪ નર્મકોશ અંક ૩
૩૫ રણમાં પાછાં પગલાં ન કરવા વિષે
૩૬ નર્મગદ્ય ૧૮૬૫
૩૭ કવિચરિત્ર. ૧૮૬૫
૩૮ દયારામકૃત કાવ્યસંગ્રહ. ૧૮૬૫
૩૯ નર્મવ્યાકરણ ભા. ૧.
૪૦ સુરતની મુખ્તેસર હકીકત.
૪૧ નર્મવ્યાકરણ ભા-૨, ખંડ ૧
૪૨ નર્મકોશ અંક ૪ ,,
૪૩ નાયિકાવિષય પ્રવેશ ૧૮૬૬
૪૪ મેવાડની હકીકત ૧૮૬૭
૪૫ સજીવારોપણ ૧૮૬૮
૪૬ સ્ત્રી કેળવણી ૧૮૬૮
૪૭ ગુજરાતીઓની સ્થિતિ ૧૮૬૮-૬૯
૪૮ કેળવણી વિષે ૧૮૬૯
૪૯ કુળમોટપ ૧૮૬૯
૫૦ ઉદ્યોગ તથા વૃદ્ધિ
૫૧ સુખ
પર રામાયણનો સાર ૧૮૭૦
૫૩ મહાભારતને સાર
૫૪ ઇલીયડનો સાર
૫૫ મહાપુરૂષનાં ચરિત્ર
૫૬ નર્મકથાકોશ
૫૭ નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીત
૫૮ પ્રેમાનંદ કૃત દશમસ્કંધ ૧૮૭૨
૫૯ નર્મકોશ (મોટો) ૧૮૭૩
૬૦ મહાદર્શન ૧ (ગુજરાતના પ્રાચીન
ઇતિહાસનું સમગ્રદર્શન) ૧૮૭૪
૬૧ રાજ્યરંગ પુ. ૧લું (જગતના પ્રાચીન
તથા અર્વાચીન ઇતિહાસ)
૬૨ પ્રેમાનંદકૃત નળાખ્યાન ૧૮૭૫
૬૩ રામજાનકી દર્શન ૧૮૭૬
૬૪ શ્રી દ્રૌપદિદર્શનનાટક ૧૮૭૮
૬૫ સીતાહરણ નાટક (અપ્રસિદ્ધ) ૧૮૭૮
૬૬ શ્રી સાર શાકુન્તલ ૧૮૮૧
૬૭ ધર્મવિચાર ૧૮૮૫
૬૮ બાળકૃષ્ણવિજય નાટક ૧૮૮૬
૬૯ કાઠિયાવડ સર્વસંગ્રહ ૧૮૮૭
બીન સાલના ગ્રંથો.
૭૦ રાજ્યરંગ પુ. ૨
૭૧ આર્યદર્શન
૭૨ કૃષ્ણાકુમારી નાટક
૭૩ શ્રીમદ્‌ ભગવદગીતા.
૭૪ ગુજરાત સર્વ સંગ્રહ
૭૫ દેશવ્યવહાર વ્યવસ્થા[1]

જ્યોતીન્દ્ર હ. દવે


  1. નર્મદશતાબ્દી સ્મારક ગ્રંથમાંથી ઉદ્ધૃત.

Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted