બાળ કાવ્ય સંપદા/કેવી મજા ! (૨)

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કેવી મજા !

લેખક : રમણલાલ સોની
(1908-2006)

મા, હોઉં જો આભનો તારો તો તરવાની કેવી મજા !
મા, હોઉં જો નાવડી નાની તો ઝૂલવાની કેવી મજા !
મા, હોઉં જો વાછડી નાની તો ઠેકવાની કેવી મજા !
મા, હોઉં તારા ભાલની ટીલી તો ટીકવાની કેવી મજા !
મા, હોઉં જો દેવની ચલ્લી તો ચૂગવાની કેવી મજા !
મા, હોઉં વનફૂલની ડાળી તો મહેકવાની કેવી મજા !
મા, હોઉં, જો મોરલો નાનો તો નાચવાની કેવી મજા !
મા, હોઉં તારા કંઠની કંઠી તો ભેટવાની કેવી મજા !