મંગલમ્/પ્રાર્થના
Revision as of 01:26, 27 January 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રાર્થના}} {{Block center|<poem> પ્રાતઃ કાળે સ્મરી સ્મરી પ્રભુ, પ્રાર્થના હું કરું છું, ભક્તિ ભાવે જીવન જીવતાં, સત્ય માર્ગે રહું છું. નાનાં મોટાં જીવન મહીં તો, પાપ આવી નડે છે, એ પાપોને નિશ...")
પ્રાર્થના
પ્રાતઃ કાળે સ્મરી સ્મરી પ્રભુ, પ્રાર્થના હું કરું છું,
ભક્તિ ભાવે જીવન જીવતાં, સત્ય માર્ગે રહું છું.
નાનાં મોટાં જીવન મહીં તો, પાપ આવી નડે છે,
એ પાપોને નિશદિન પ્રભુ, જીતવા શક્તિ દેજો.
મારું છે ને મુજ પ્રિય ગણું, સર્વનો મોહ છોડી,
સૌને મારા સ્વજન ગણીને, સર્વનું હિત જોઉં.
આ સંસારે સુખ-દુઃખ સહી, સ્વસ્થ ચિત્તે રહું છું,
ભક્તિ મારી અવિચલ રહો, એટલું માગી લઉં હું.
— દિલખુશભાઈ દીવાનજી