કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/હું – મારી અદાલતમાં
ક્ હે ક્ હે સુરેશ તને જોઈએ છે શું?
ધન, યશ, યસમૅન, તંદુરસ્તી, સિગારેટ, શરાબ
આરસઊજળા વારસદારો,
એક એરપોર્ટથી બીજા, બીજાથી ત્રીજા
એમ એક પછી એક સતત આવનજાવન,
દીર્ઘ-આયુષ્ય, સેક્સ, સત્તા,
મૈત્રી, પ્રેમ, પરમેશ્વર...
મારો એક એક પ્રશ્ન
તને નિર્વસ્ત્ર અને નગ્ન કરવા આવ્યો છે.
એકાદ વાર તો સાચું બોલ
એકાદ વાર તો મનને ખોલ
તને બધું જ જોઈતું હોય
છતાંયે દેખાવ એવો તો નથી કરતો ને —
— કે મારે કશું જ જોઈતું નથી?
તું એમ માને છે
કે તારી આસપાસ તારી ઇચ્છાઓનો કિલ્લો રચશે
એટલે તું સલામત છે?
તું એમ માને છે
કે તારી આસપાસ તું સંબંધોનું સ્વર્ગ રચશે
એટલે એકલતા અલોપ થઈ જશે?
આ બધા પ્રશ્ન
તને નિરુત્તર કરી મૂકે એવા છે
છતાંય તું બોલવાનો ચાળો ન કર, તો મહેરબાની.
આઘાતચિહ્ન જેવા તારા મૌનની
શરણાગતિ સ્વીકારી લે.
આ શરણાગતિ-ખત પર તું સહી કરે
કે ન કરે
કશો જ ફેર પડે એમ નથી.
ક્ હે ક્ હે સુરેશ તને શું નથી જોઈતું?
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ૬-૪-૧૯૮૬(કાવ્યસૃષ્ટિ, પૃ. ૮૩૩)