કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/રાહ જોઉં છું
Jump to navigation
Jump to search
૪૦. રાહ જોઉં છું
કોઈ રસ્તાની ધારે ધારે બેસી સાંજ સવારે
તારી રાહ જોઉં છું.
ઊડતાં ઊડતાં પંખીઓ પણ તારું નામ પુકારે
તારી રાહ જોઉં છું.
તારું નામ લઈને આભે સૂર્યોદય પણ થાતો.
સૂરજ તારું નામ લઈને સાંજે ડૂબી જાતો.
કદીક આવશે તું : એવા અગમતણા અણસારે
તારી રાહ જોઉં છું.
વનની કેડી વાંકીચૂંકી : મારી કેડી સીધી.
મેં તો તારા નામની મીઠી કમલકટોરી પીધી.
રાતની નીરવ શાંતિ : એના રણઝણતા રણકારે
તારી રાહ જોઉં છું.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ૯-૬-૧૯૮૪(કાવ્યસૃષ્ટિ, પૃ. ૬૪૧)