23,710
edits
No edit summary |
No edit summary |
||
| Line 70: | Line 70: | ||
"....પરંતુ હવે મને ભાન થયું છે કે ઈશ્વરનું નીતિવિધાન તો એવું છે કે મનુષ્યે છલ ન કરવું અને છલની શિક્ષા વહોરી ન લેવી. અનીતિની શિક્ષાને પાત્ર થવાનું કબૂલ કરી અનીતિ કરવી એ નીતિવ્યવસ્થા નથી, એ મનુષ્યધર્મ નથી." (અંક ૭, પ્રવેશ ૨) | "....પરંતુ હવે મને ભાન થયું છે કે ઈશ્વરનું નીતિવિધાન તો એવું છે કે મનુષ્યે છલ ન કરવું અને છલની શિક્ષા વહોરી ન લેવી. અનીતિની શિક્ષાને પાત્ર થવાનું કબૂલ કરી અનીતિ કરવી એ નીતિવ્યવસ્થા નથી, એ મનુષ્યધર્મ નથી." (અંક ૭, પ્રવેશ ૨) | ||
બીજે પક્ષે, કર્તાએ રાઈના ઉદાહરણથી સ્પષ્ટ રીતે બતાવી આપ્યું છે કે એવા ઈશ્વરી નીતિવિધાનને અનુસરનારની કદી દુર્ગતિ થતી નથી. જાલકાના જેવી કુનેહ તથા ચાલબાજી વિનાનો એ ભોળો પણ નીતિપ્રેમી રાઈ પોતે ખરી હકીકત જાહેર ન કરે તો બીજી બધી વાતે પરિસ્થિતિ એને અનુકૂળ છે, તેમ છતાં એ મંથનનો તાપ અનુભવે છે, એ જ એની અચળ ધર્મભાવના બતાવે છે. એ મંથનનો તાપ ન જિરવાતાં જાલકા જેને સદંતર વીસરી જ ગઈ હતી તે મહાન શક્તિને એ સંભારે છે ને પોતાને નીતિમાં દૃઢ રાખવાની કૃપાની યાચના તેની પાસે કરે છે. એ પ્રાર્થના સ્વીકારાઈ તેનું મનોબળ દૃઢતર બનતાં તે લીલાવતીને કપટના અંધારામાં રાખી તેને છેતરવાના અને અભડાવવાના મહાપાપમાંથી ઊગરી જાયછે. તેના અત્યંત સુમોહક પ્રલોભક સૌંદર્યને પણ નિર્વિકાર દૃષ્ટિથી નિહાળી પોતાની મનોવૃત્તિને જરાય ચંચળ ને વિકારી બનવા દીધા સિવાય, લીલાવતી જોડેના મિલનની અનાયાસે સહજલભ્ય બનતી પરિસ્થિતિનો જરાય ગેરલાભ ઉઠાવવા ઇચ્છા સુધ્ધાં ન કરી, એ આકરી નૈતિક કસોટીમાંથી અણીશુદ્ધ પસાર થાય છે. પોતાના આવા આચરણથી પ્રભુના નીતિવિધાનને પાળનાર રાઈ વિકટ મુશ્કેલીઓના પ્રથમ દુસ્તીર્ણ લાગી મૂંઝવતા સાગરને તરી જાય છે. ખરું કહીએ તો પોતાના નીતિવિધાનને અનુસરનાર રાઈની બધી દરકાર પછી પ્રભુ જ રાખી, તેને રાજગાદી તેમજ સુશીલ પત્નીનો બેવડો લાભ કરી આપે છે. નાટકમાંની છેલ્લી ઉક્તિ<ref>‘પૅરેડાઇઝ લૉસ્ટ’ની<br>{{gap}}That I may assert Eternal Providence,<br>{{gap}}And justify the ways of God to man<br>એ પંક્તિઓમાંના મિલ્ટનના આશયને આ કેટલો બધો મળતો આવે!</ref> આ જ વાત કહે છે. | બીજે પક્ષે, કર્તાએ રાઈના ઉદાહરણથી સ્પષ્ટ રીતે બતાવી આપ્યું છે કે એવા ઈશ્વરી નીતિવિધાનને અનુસરનારની કદી દુર્ગતિ થતી નથી. જાલકાના જેવી કુનેહ તથા ચાલબાજી વિનાનો એ ભોળો પણ નીતિપ્રેમી રાઈ પોતે ખરી હકીકત જાહેર ન કરે તો બીજી બધી વાતે પરિસ્થિતિ એને અનુકૂળ છે, તેમ છતાં એ મંથનનો તાપ અનુભવે છે, એ જ એની અચળ ધર્મભાવના બતાવે છે. એ મંથનનો તાપ ન જિરવાતાં જાલકા જેને સદંતર વીસરી જ ગઈ હતી તે મહાન શક્તિને એ સંભારે છે ને પોતાને નીતિમાં દૃઢ રાખવાની કૃપાની યાચના તેની પાસે કરે છે. એ પ્રાર્થના સ્વીકારાઈ તેનું મનોબળ દૃઢતર બનતાં તે લીલાવતીને કપટના અંધારામાં રાખી તેને છેતરવાના અને અભડાવવાના મહાપાપમાંથી ઊગરી જાયછે. તેના અત્યંત સુમોહક પ્રલોભક સૌંદર્યને પણ નિર્વિકાર દૃષ્ટિથી નિહાળી પોતાની મનોવૃત્તિને જરાય ચંચળ ને વિકારી બનવા દીધા સિવાય, લીલાવતી જોડેના મિલનની અનાયાસે સહજલભ્ય બનતી પરિસ્થિતિનો જરાય ગેરલાભ ઉઠાવવા ઇચ્છા સુધ્ધાં ન કરી, એ આકરી નૈતિક કસોટીમાંથી અણીશુદ્ધ પસાર થાય છે. પોતાના આવા આચરણથી પ્રભુના નીતિવિધાનને પાળનાર રાઈ વિકટ મુશ્કેલીઓના પ્રથમ દુસ્તીર્ણ લાગી મૂંઝવતા સાગરને તરી જાય છે. ખરું કહીએ તો પોતાના નીતિવિધાનને અનુસરનાર રાઈની બધી દરકાર પછી પ્રભુ જ રાખી, તેને રાજગાદી તેમજ સુશીલ પત્નીનો બેવડો લાભ કરી આપે છે. નાટકમાંની છેલ્લી ઉક્તિ<ref>‘પૅરેડાઇઝ લૉસ્ટ’ની<br>{{gap}}That I may assert Eternal Providence,<br>{{gap}}And justify the ways of God to man<br>એ પંક્તિઓમાંના મિલ્ટનના આશયને આ કેટલો બધો મળતો આવે!</ref> આ જ વાત કહે છે. | ||
આવી ઉત્કટ નીતિભાવના નાટક દ્વારા બરાબર નિરૂપવી ધારેલી હોઈ કર્તાએ બીજાં ઘણાં પાત્રોને એવાં જ શુભનિષ્ઠ બનાવ્યાં છે. કલ્યાણકામ તથા સાવિત્રી ઉદાત્તશીલ, સત્ત્વસમૃદ્ધ અને પુણ્યાશયી છે. લીલાવતી પોતાને શિયળભંગના પાપમાંથી ઉગારી લેવાના રાઈનો આભાર માની તેને જ ગાદી આપવા ચાહે છે, તેમાં તેની ધર્મનિષ્ઠા જ રહેલી છે. વજ્રહૃદયી જાલકા, પાપભીરુ રાઈને વેદિયો કહી હસતી બેપરવા જાલકા, લીલાવતીના શાપથી તૂટી પડે છે તેનું પણ ખરું કારણ છે તેના હૃદયની અંતર્ગૂઢ સંસ્કારિતા.<ref> | આવી ઉત્કટ નીતિભાવના નાટક દ્વારા બરાબર નિરૂપવી ધારેલી હોઈ કર્તાએ બીજાં ઘણાં પાત્રોને એવાં જ શુભનિષ્ઠ બનાવ્યાં છે. કલ્યાણકામ તથા સાવિત્રી ઉદાત્તશીલ, સત્ત્વસમૃદ્ધ અને પુણ્યાશયી છે. લીલાવતી પોતાને શિયળભંગના પાપમાંથી ઉગારી લેવાના રાઈનો આભાર માની તેને જ ગાદી આપવા ચાહે છે, તેમાં તેની ધર્મનિષ્ઠા જ રહેલી છે. વજ્રહૃદયી જાલકા, પાપભીરુ રાઈને વેદિયો કહી હસતી બેપરવા જાલકા, લીલાવતીના શાપથી તૂટી પડે છે તેનું પણ ખરું કારણ છે તેના હૃદયની અંતર્ગૂઢ સંસ્કારિતા. <ref>અંક ૭, પ્રવેશ ૬.</ref> કોઈ સામાન્ય રીઢા પાપી જેવી તે હોત તો અંતમાં થયો તેવો પલટો તેનો થાત નહિ. તેને પણ પોતે લીધેલા રાહમાં રહેલા અધર્મ તથા અનર્થનું જ્ઞાન થતું દેખાડી, તેનો વિકાસ થતો દર્શાવી, કર્તાએ પોતાનો અભીષ્ટ હેતુ જ સાધી લીધો છે. શીતલસિંહને નાટકના અંતમાં દયાપાત્ર જંતુ જેવો જ રાખ્યો છે, તેમાં કર્તાએ અત્યંત હૃદયદુર્બળ અને સ્વાર્થના વહેણમાં સ્વત્વને ખોઈ બેસનાર જીવોની ગતિ બતાવી દીધી છે. એ રીતે ત્યાં પણ એમની નીતિભાવનાનું આડકતરું દર્શન વાચકને થવાનું. | ||
આ ઈશ્વરશ્રદ્ધા અને નીતિપ્રેમ રમણભાઈના સંસ્કારપિંડમાંથી તેમજ વ્યક્તિત્વમાંથી નાટકમાં આવ્યાં છે, તો એમને પ્રિય એવી સંસારસુધારાની પ્રવૃત્તિ પણ નાટકમાં ઊતર્યા વિના રહી નથી. નાટકના પ્રથમ વાચકને જ આ દેખાઈ આવે છે. રમણભાઈએ વૃદ્ધ પર્વતરાયને લીલાવતી જેવી યુવતીના પતિ તરીકે ચીતરી વૃદ્ધલગ્નથી થતાં કજોડાંના હિંદુ સંસારમાં દેખાતા સમકાલીન અનિષ્ટનો ખ્યાલ આપ્યો છે. ઘરડે ઘડપણ લગ્ન કરનાર પર્વતરાયનો જુવાન થવાનો અભરખો તથા એવો કજોડાનો ભોગ બનનાર લીલાવતીના દિલની લ્હાય નાટકકારે બતાવી છે તે તો વસ્તુસ્થિતિનું સાદું સીધું ચિત્ર લેખાય, પણ વૃદ્ધ વયે લગ્ન કરનાર પર્વતરાય બાળવયમાં અકાળે વિધવા બનેલી વીણવતીને એકાંતવાસમાં જાપ્તામાં રાખી, પુરુષના સંસર્ગથી વંચિત રાખી, તેની પાસે ફરજિયાત વૈધવ્ય પળાવે, એ ઘટનામાં તો કર્તાનો ચોખ્ખો કટાક્ષ જ રહ્યો છે. આ સિવાય દુર્વેશ-કમલાનાં સ્નેહલગ્ન, નગરચર્યાના પ્રવેશો (અંક ૩, પ્ર. ૨–૩), કોટવાળે પકડી આણેલા ગોર અને તેના યજમાન સાથે કલ્યાણકામનો સંવાદ (અંક ૨, ૫. ૧), વંજુલના હાસ્યોત્પાદક પ્રલાપ (અંક ૨, પ્ર. ૩, અંક ૫, પ્ર. ૧), વીણાવતી અને લેખોનો બહારથી વિનોદલક્ષી છતાં અંદરથી કરુણ ને કટાક્ષગર્ભ સંવાદ (અંક ૬, પ્ર. ૪), રાણી લીલાવતીના અંતિમ ઉદ્ગાર : આ સર્વ રમણભાઈએ સમાજસુધારાના વિશિષ્ટ હેતુથી જ આ નાટકમાં મૂકેલી સામગ્રી છે. સમાજસુધારણામાં સ્ત્રીજાતિની અવદશાનો જ પ્રધાન મુદ્દો આ સર્વ પ્રવોશોમાં રજૂ થયો છે. એ અવદશા નિવારવાની પ્રતિજ્ઞા લેનાર રાઈને વીણાવતી જોડે પરણતો બતાવી કર્તાએ ખપજોગું માર્ગદર્શન પણ કર્યું છે. સુધારક રમણભાઈ આમ નાટકમાં અછતા રહેતા નથી. એથી જ પર્વતરાય, લીલાવતી, વીણાવતી, વગેરે રાજકુંટુંબનાં પાત્રોને બાળલગ્ન, વૃદ્ધલગ્ન ને પુનર્લગ્ન કરતાં સમાજનાં સામાન્ય વર્ગનાં માનવીઓ જેવાં તેમણે બનાવી દીધાં છે. સંસારસુધારાની પોતાની પ્રિય ભાવના અને પ્રવૃત્તિને નાટકનું પેલા સત્ય અને નીતિના શાશ્વત મૂલ્યની પ્રતિષ્ઠા જેવું જ એક મહત્ત્વનું પ્રયોજન કે કેન્દ્રવર્તી ભાવના રમણભાઈએ આમ બનાવેલ છે. આવું બેવડું સાધ્ય નાટકને ઉદ્દેશપ્રધાન કૃતિ બનાવે છે. આમાં સંસારસુધારાનું પ્રયોજન જુનવાણી સ્થળકાળના નાટકમાં બરાબર ભળે નહિ એવું ને આગન્તુક લાગેછે. એ કારણે કોઈને લાગવા સંભવ ખરો કે ‘રાઈ પર્વત’માં અમુક પ્રમાણમાં સુધારક રમણભાઈ નાટકકાર રમણભાઈની છાતી પર ચડી બેઠા છે. પણ સામે પક્ષે એ કહેવું જોઈએ કે સીધા સસ્તા પ્રચારક બની કલાકારનું ગૌરવ નીચું નમાવવા જેવું તેમણે કર્યું નથી. તેમનામાં વસતા સાવધ સાહિત્યસર્જકે ઉદ્દેશપ્રાધાન્યને નાટકની કલાત્મકતાને બહુ હાનિ પહોંચાડવા દીધી નથી. | આ ઈશ્વરશ્રદ્ધા અને નીતિપ્રેમ રમણભાઈના સંસ્કારપિંડમાંથી તેમજ વ્યક્તિત્વમાંથી નાટકમાં આવ્યાં છે, તો એમને પ્રિય એવી સંસારસુધારાની પ્રવૃત્તિ પણ નાટકમાં ઊતર્યા વિના રહી નથી. નાટકના પ્રથમ વાચકને જ આ દેખાઈ આવે છે. રમણભાઈએ વૃદ્ધ પર્વતરાયને લીલાવતી જેવી યુવતીના પતિ તરીકે ચીતરી વૃદ્ધલગ્નથી થતાં કજોડાંના હિંદુ સંસારમાં દેખાતા સમકાલીન અનિષ્ટનો ખ્યાલ આપ્યો છે. ઘરડે ઘડપણ લગ્ન કરનાર પર્વતરાયનો જુવાન થવાનો અભરખો તથા એવો કજોડાનો ભોગ બનનાર લીલાવતીના દિલની લ્હાય નાટકકારે બતાવી છે તે તો વસ્તુસ્થિતિનું સાદું સીધું ચિત્ર લેખાય, પણ વૃદ્ધ વયે લગ્ન કરનાર પર્વતરાય બાળવયમાં અકાળે વિધવા બનેલી વીણવતીને એકાંતવાસમાં જાપ્તામાં રાખી, પુરુષના સંસર્ગથી વંચિત રાખી, તેની પાસે ફરજિયાત વૈધવ્ય પળાવે, એ ઘટનામાં તો કર્તાનો ચોખ્ખો કટાક્ષ જ રહ્યો છે. આ સિવાય દુર્વેશ-કમલાનાં સ્નેહલગ્ન, નગરચર્યાના પ્રવેશો (અંક ૩, પ્ર. ૨–૩), કોટવાળે પકડી આણેલા ગોર અને તેના યજમાન સાથે કલ્યાણકામનો સંવાદ (અંક ૨, ૫. ૧), વંજુલના હાસ્યોત્પાદક પ્રલાપ (અંક ૨, પ્ર. ૩, અંક ૫, પ્ર. ૧), વીણાવતી અને લેખોનો બહારથી વિનોદલક્ષી છતાં અંદરથી કરુણ ને કટાક્ષગર્ભ સંવાદ (અંક ૬, પ્ર. ૪), રાણી લીલાવતીના અંતિમ ઉદ્ગાર : આ સર્વ રમણભાઈએ સમાજસુધારાના વિશિષ્ટ હેતુથી જ આ નાટકમાં મૂકેલી સામગ્રી છે. સમાજસુધારણામાં સ્ત્રીજાતિની અવદશાનો જ પ્રધાન મુદ્દો આ સર્વ પ્રવોશોમાં રજૂ થયો છે. એ અવદશા નિવારવાની પ્રતિજ્ઞા લેનાર રાઈને વીણાવતી જોડે પરણતો બતાવી કર્તાએ ખપજોગું માર્ગદર્શન પણ કર્યું છે. સુધારક રમણભાઈ આમ નાટકમાં અછતા રહેતા નથી. એથી જ પર્વતરાય, લીલાવતી, વીણાવતી, વગેરે રાજકુંટુંબનાં પાત્રોને બાળલગ્ન, વૃદ્ધલગ્ન ને પુનર્લગ્ન કરતાં સમાજનાં સામાન્ય વર્ગનાં માનવીઓ જેવાં તેમણે બનાવી દીધાં છે. સંસારસુધારાની પોતાની પ્રિય ભાવના અને પ્રવૃત્તિને નાટકનું પેલા સત્ય અને નીતિના શાશ્વત મૂલ્યની પ્રતિષ્ઠા જેવું જ એક મહત્ત્વનું પ્રયોજન કે કેન્દ્રવર્તી ભાવના રમણભાઈએ આમ બનાવેલ છે. આવું બેવડું સાધ્ય નાટકને ઉદ્દેશપ્રધાન કૃતિ બનાવે છે. આમાં સંસારસુધારાનું પ્રયોજન જુનવાણી સ્થળકાળના નાટકમાં બરાબર ભળે નહિ એવું ને આગન્તુક લાગેછે. એ કારણે કોઈને લાગવા સંભવ ખરો કે ‘રાઈ પર્વત’માં અમુક પ્રમાણમાં સુધારક રમણભાઈ નાટકકાર રમણભાઈની છાતી પર ચડી બેઠા છે. પણ સામે પક્ષે એ કહેવું જોઈએ કે સીધા સસ્તા પ્રચારક બની કલાકારનું ગૌરવ નીચું નમાવવા જેવું તેમણે કર્યું નથી. તેમનામાં વસતા સાવધ સાહિત્યસર્જકે ઉદ્દેશપ્રાધાન્યને નાટકની કલાત્મકતાને બહુ હાનિ પહોંચાડવા દીધી નથી. | ||
નાટકમાં કેટલાક પ્રવેશ નાટ્યદૃષ્ટિએ અનિવાર્ય નહિ તેટલા કર્તાના ઉપરના હેતુનેઉપકારક છે. નાટકનો વિસ્તાર એને આભારી છે. છતાં, પોતાના ઉદ્દેશને પ્રારંભકાળના કે ધંધાદારી રંગભૂમિનાં નાટકોની જેમ નિબંધિયાં ભાષણોથી નહિ. પણ વસ્તુ ને પાત્રા લેખનના વણાટ ભેગો વણી લઈને, એટલે કે નાટકને નાટક રાખીને, રમણભાઈએ સાધ્યો છે. નાટકનો કલાદોર અવારનવાર ઢીલો ભલે મૂક્યો, પણ હાથમાંથી એમણે સાવ છટકવા દીધો નથી. દુર્ગેશ–કમલા અને જગદીપ–વીણાવતીનાં પ્રણય ને લગ્ન દ્વારા સપ્તાંકી નાટકની એકથી વધુ રસની જરૂર પ્રણયરસથી પૂરી પાડવા સાથે સ્નેહલગ્ન અને વિધવા-પુનર્લગ્નની વાત પણ એમણે કરી લીધી. નગરચર્યાના પ્રવેશો, ગોર–યજમાન અને કલ્યાણકામના સંવાદ, અને વંજુલના પાત્ર દ્વારા સંસારસુધારાનું પ્રયોજન સિદ્ધ કરતાં કરતાં એમણે નાટકને જોઈતો હાસ્યરસ પણ આપ્યો છે. દર્પણ-સંપ્રદાયીઓ દ્વારા અસંખ્ય સંપ્રદાયોને ફૂલવા-ફાલવાની અનુકૂળતા કરી આપતી ભારતીયોની ભોળપ અને જડતા પર બુદ્ધિપ્રધાન કટાક્ષ કરવાની તેમણે સારી તક લીધી છે. | નાટકમાં કેટલાક પ્રવેશ નાટ્યદૃષ્ટિએ અનિવાર્ય નહિ તેટલા કર્તાના ઉપરના હેતુનેઉપકારક છે. નાટકનો વિસ્તાર એને આભારી છે. છતાં, પોતાના ઉદ્દેશને પ્રારંભકાળના કે ધંધાદારી રંગભૂમિનાં નાટકોની જેમ નિબંધિયાં ભાષણોથી નહિ. પણ વસ્તુ ને પાત્રા લેખનના વણાટ ભેગો વણી લઈને, એટલે કે નાટકને નાટક રાખીને, રમણભાઈએ સાધ્યો છે. નાટકનો કલાદોર અવારનવાર ઢીલો ભલે મૂક્યો, પણ હાથમાંથી એમણે સાવ છટકવા દીધો નથી. દુર્ગેશ–કમલા અને જગદીપ–વીણાવતીનાં પ્રણય ને લગ્ન દ્વારા સપ્તાંકી નાટકની એકથી વધુ રસની જરૂર પ્રણયરસથી પૂરી પાડવા સાથે સ્નેહલગ્ન અને વિધવા-પુનર્લગ્નની વાત પણ એમણે કરી લીધી. નગરચર્યાના પ્રવેશો, ગોર–યજમાન અને કલ્યાણકામના સંવાદ, અને વંજુલના પાત્ર દ્વારા સંસારસુધારાનું પ્રયોજન સિદ્ધ કરતાં કરતાં એમણે નાટકને જોઈતો હાસ્યરસ પણ આપ્યો છે. દર્પણ-સંપ્રદાયીઓ દ્વારા અસંખ્ય સંપ્રદાયોને ફૂલવા-ફાલવાની અનુકૂળતા કરી આપતી ભારતીયોની ભોળપ અને જડતા પર બુદ્ધિપ્રધાન કટાક્ષ કરવાની તેમણે સારી તક લીધી છે. | ||
| Line 91: | Line 91: | ||
'''કવિતા : સંવાદ''' | '''કવિતા : સંવાદ''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ બંને બાબતમાં ‘રાઈનો પર્વત’ સંસ્કૃત નાટકની હારમાં જઈ ઊભું રહે છે. નાટકની કવિતા સંસ્કૃત નાટકોમાંના શ્લોકો અને મુક્તકોના પ્રકારની અને એકંદરે શિષ્ટ અને રસવાહી છે. વળી એ બને ત્યાં લગી પાત્ર તથા પ્રસંગને અનુસરતી હોય છે. કાવ્યેષુ નાટકં રમ્યં એ ઉક્તિ અનુસાર નાટકની કવિતમાં ગણતરી થયેલી હોવાથી નાટકમાં ‘જ્યાં ભાવ એકાએક એકઠો થઈ જાય છે, જ્યાં વધતો વધતો રસ સમગ્ર થાય છે ત્યાં તે પદ્યમાં–કવિતામાં નીકળી આવે’ | આ બંને બાબતમાં ‘રાઈનો પર્વત’ સંસ્કૃત નાટકની હારમાં જઈ ઊભું રહે છે. નાટકની કવિતા સંસ્કૃત નાટકોમાંના શ્લોકો અને મુક્તકોના પ્રકારની અને એકંદરે શિષ્ટ અને રસવાહી છે. વળી એ બને ત્યાં લગી પાત્ર તથા પ્રસંગને અનુસરતી હોય છે. કાવ્યેષુ નાટકં રમ્યં એ ઉક્તિ અનુસાર નાટકની કવિતમાં ગણતરી થયેલી હોવાથી નાટકમાં ‘જ્યાં ભાવ એકાએક એકઠો થઈ જાય છે, જ્યાં વધતો વધતો રસ સમગ્ર થાય છે ત્યાં તે પદ્યમાં–કવિતામાં નીકળી આવે’<ref>માત્ર નાટકી ચમત્કાર ખાતર કંઈ આ શાપની ઘટના કર્તાએ નથી મૂકી. એ શાપને સાચો પડતો બતાવ્યો છે તે તો જાલકાના હૃદયની નિગૂઢ સંસ્કારિતાને પોતાના વિમાર્ગનું ભાન થાય છે તેની પ્રતીતિ કરાવવા ખાતર જ. જુઓ તેના શબ્દો : "મારું મરણ આણવાની કે મને માલણ રાખવાની લીલાવતીની સત્તા નથી. પણ એ વચન મેં સાંભળ્યાં તે જ વેળા મને ભાન થયું કે એ શિક્ષા મને ઘટે છે." તેને આવું ભાન થતું બતાવી કર્તાએ તેના પાત્રને નાટકની મુખ્ય ભાવનાને પોષક બનાવ્યું છે.</ref> તેની સામે સંસ્કૃત નાટ્યશાસ્ત્રે વાંધો લીધો નથી. સંસ્કૃત નાટકના આદર્શને અનુસરતા ‘કાન્તા’ નાટકમાં જે સર્વાનુભવરસિક દૃશ્ય કવિતા રમણભાઈએ ઉત્સાહથી વખાણી છે તેને જ મળતી આ નાટકની પણ કવિતા છે. જથ્થાદૃષ્ટિએ થોડી પણ સત્ત્વશાળી કવિતા લખી જનાર રમણભાઈને ‘રાઈનો પર્વત’ પણ ઠીક કવિયશ આપી શકે તેમ છે. નાટકના ૪, ૯, ૧૩, ૧૫, ૨૮, ૩૦, ૩૪, ૪૦, ૪૮, ૫૩, ૫૮, ૬૫, ૬૭, ૮૧, ૮૩, ૮૪, જેવા કેટલાક શ્લોકોમાંની કવિતાનો તેમજ ‘રસ સુખકર ઘન શો વરસી રહ્યો’ એ તથા ‘વિનવું, માર્ગ કરો! વહે મુજ નાવ’ એ બે સુંદર ભાવવાહી પદોનો એમાં નોંધપાત્ર હિસ્સો ગણવો જોઈએ. એમાં શ્લોક ૨૮, ૫૬ ને ૬૫માંનાં અનુક્રમે સૂર્યાસ્ત, ચંદ્રોદય અને પ્રભાતોદયનાં સુંદર પ્રકૃતિવર્ણન કાવ્યદૃષ્ટિએ આકર્ષક છે. પાત્રોનાં હૃદ્ગત સંવેદનોને શ્લોકો ૯, ૪૦, ૪૮, ૮૧, ૮૩–૮૪ જેવામાં સારી કાવ્યમય અભિવ્યક્તિ મળી છે. શ્લોક ૪, ૩૫, ૬૨, ૮૯, ૯૦ જેવામાં સ્વસ્થ ચિંતન પણ શોભતી વાણીમાં રજૂ થયું છે. આ શ્લોકનો સુઘડ પદબંધ અને સુભગ ભાષા, એમાં યથાવકાશ ચમકતી અલંકાર, કલ્પના, ચિત્રણ, વ્યંજના, ભાવાર્દ્રતા, વગેરે જેવી કવિસંપત્તિ, અને પેલાં બે પદોમાં લયમધુર સંગીત સાથે રસાભિષિક્ત કવિતાનું સધાયેલું મનોહર મિલન તેના સર્જકને સુ-કવિ સિદ્ધ કરે છે. જીવનસખીને આ કૃતિનું અર્પણ કરતાં તેમણે લખેલો શ્લોક (‘જે પુષ્પનાં...અર્પિયું’) એકલો જ એમને કવિપ્રતિષ્ઠા અપાવે એવો છે. બે સુગેય ઊર્મિકો બાદ કરતાં આ નાટકમાંના કુલ ૧૦૧ શ્લોકમાં લગભગ વીસેક જુદા જુદા છંદો ને વૃત્તોનો લેખકે ઉપયોગ કર્યો છે; જોકે અનુષ્ટુપનો ઉપયોગ બીજા બધા કરતાં સવિશેષ દેખાય છે. એ બધા શ્લોકોની છંદરચના સુશ્લિષ્ટ અને રમણભાઈની પદ્યપ્રભુતા તથા ભાષાની સફાઈ બતાવી આપનારી છે. કવિ તરીકે રમણભાઈ સ્વસ્થ પ્રકૃતિના અહીં દેખાય છે. ઘણા શ્લોકો સુબોધક વિચારસૂત્રોને સારી ભાષામાં રજૂ કરતા હોવાથી ક્યાંક ટાંકવા કામ લાગે તેવાં સ્વતંત્ર અર્થાન્તરન્યાસી મુક્તકો બની ગયા છે. પણ કોણ જાણે કેમ, રમણભાઈને એકસો એકના આંકડાનો મોહ રહ્યો છે. આથી ભાવ, પ્રસંગ કે પાત્ર કોઈ ન માગે ત્યારે પણ કવિતા હાજર થઈ જાય એવું ઘણા શ્લોકોમાં બન્યું છે. નાટકનાં બે ગીતો નાટકને મધુર ગાયનની સગવડ કરી આપે છે. | ||
નાટકના સંવાદનો ઢાળો એકંદરે નાટકના જેવો જણાય છે. સંવાદમાં રમણભાઈને વરેલી સંસ્કારી, પ્રવાહી અને પ્રૌઢ છતાં સરળ ભાષાનું જ બધે દર્શન થાય છે. હરેક પાત્રના મોંમાંથી નીકળતી ભાષા તેના સ્વભાવ તથા વ્યક્તિત્વને અનુસરતી જ હોય છે, પણ ભાષાનું ધોરણ એકસરખું શિષ્ટ આખા નાટકમાં રહેલું હોવાથી તેમાં વૈવિધ્ય નથી આવી શક્યું અને કેટલીક વાર પાત્રો સાહિત્યની પુસ્તકિયા ભાષા બોલતાં હોય એવું લાગે છે. આમાં વાંક રમણભાઈનો નથી, પંડિતયુગની પ્રણાલિકાનો છે. ‘સરસ્વતીચંદ્ર’માં પણ પાત્રોની ભાષામાં પાંડિત્ય ને સાહિત્યોચિત શિષ્ટતા ક્યાં ઠેર ઠેર નથી દેખાતાં? ‘કાન્તા’ના સંવાદમાં પણઆવું તત્ત્વ ક્યાં નથી? દૃશ્ય નાટકને માટે અતિ-આવશ્યક ગણાય તેવી પાત્રોનાં વ્યક્તિત્વ તથા બોલતી વેળાના હૃદયભાવને ઉત્કટ અને જીવન્ત રીતે મૂર્ત કરતી વાસ્તવિક ભાષા અહીં આપણને ન જણાય. વાર્તાલાપની યથાપાત્રતા તથા શિષ્ટ સફાઈ પ્રશંસાપાત્ર છે, છતાં વધુ વેગવાળાં ટૂંકાં ચોટભર્યાં અને ઉષ્માસભર વાક્યો વિશેષ પ્રમાણમાં રમણભાઈ યોજી શક્યા હોત તો નાટક અત્યારે લાગે છે એટલું અનુત્કટ કે ટાઢું ન લાગત. બાકી રમણભાઈ પાસે સંવાદકૌશલ સારી પ્રતિનું છે. જાલકા અને રાઈ વચ્ચેના વ્યક્તિત્વદ્યોતક સંવાદો, વીણાવતી અને લેખા વચ્ચેનો અકૃત્રિમ અને વિસ્તારમાં લાંબો છતાં સ્વરૂપે મિતાક્ષરી અને ચોટવાળો છઠ્ઠા અંકનો ચોથા ્પરવેશમાંનો સંવાદ, જગદીપ અને લીલાવતી વચ્ચેનો સંવાદ (અંક ૫, પ્ર. ૨), અને જાલકા અને લીલાવતી વચ્ચેનો તીખો વાર્તાલાપ (અંક ૫, પ્ર. ૩) વાચકોને એની પ્રતીતિ તરત કરાવશે. પેલા પતાકાસ્થાનકમાં પણ એ દેખાય છે. વંજુલના હાસ્યરસિક ઉદ્ગારો દ્વારા રમણભાઈ નાટકની બહુધા પ્રૌઢ ગંભીર ભાષામાં વિનોદની હળવાશ પણ લાવે છે. | નાટકના સંવાદનો ઢાળો એકંદરે નાટકના જેવો જણાય છે. સંવાદમાં રમણભાઈને વરેલી સંસ્કારી, પ્રવાહી અને પ્રૌઢ છતાં સરળ ભાષાનું જ બધે દર્શન થાય છે. હરેક પાત્રના મોંમાંથી નીકળતી ભાષા તેના સ્વભાવ તથા વ્યક્તિત્વને અનુસરતી જ હોય છે, પણ ભાષાનું ધોરણ એકસરખું શિષ્ટ આખા નાટકમાં રહેલું હોવાથી તેમાં વૈવિધ્ય નથી આવી શક્યું અને કેટલીક વાર પાત્રો સાહિત્યની પુસ્તકિયા ભાષા બોલતાં હોય એવું લાગે છે. આમાં વાંક રમણભાઈનો નથી, પંડિતયુગની પ્રણાલિકાનો છે. ‘સરસ્વતીચંદ્ર’માં પણ પાત્રોની ભાષામાં પાંડિત્ય ને સાહિત્યોચિત શિષ્ટતા ક્યાં ઠેર ઠેર નથી દેખાતાં? ‘કાન્તા’ના સંવાદમાં પણઆવું તત્ત્વ ક્યાં નથી? દૃશ્ય નાટકને માટે અતિ-આવશ્યક ગણાય તેવી પાત્રોનાં વ્યક્તિત્વ તથા બોલતી વેળાના હૃદયભાવને ઉત્કટ અને જીવન્ત રીતે મૂર્ત કરતી વાસ્તવિક ભાષા અહીં આપણને ન જણાય. વાર્તાલાપની યથાપાત્રતા તથા શિષ્ટ સફાઈ પ્રશંસાપાત્ર છે, છતાં વધુ વેગવાળાં ટૂંકાં ચોટભર્યાં અને ઉષ્માસભર વાક્યો વિશેષ પ્રમાણમાં રમણભાઈ યોજી શક્યા હોત તો નાટક અત્યારે લાગે છે એટલું અનુત્કટ કે ટાઢું ન લાગત. બાકી રમણભાઈ પાસે સંવાદકૌશલ સારી પ્રતિનું છે. જાલકા અને રાઈ વચ્ચેના વ્યક્તિત્વદ્યોતક સંવાદો, વીણાવતી અને લેખા વચ્ચેનો અકૃત્રિમ અને વિસ્તારમાં લાંબો છતાં સ્વરૂપે મિતાક્ષરી અને ચોટવાળો છઠ્ઠા અંકનો ચોથા ્પરવેશમાંનો સંવાદ, જગદીપ અને લીલાવતી વચ્ચેનો સંવાદ (અંક ૫, પ્ર. ૨), અને જાલકા અને લીલાવતી વચ્ચેનો તીખો વાર્તાલાપ (અંક ૫, પ્ર. ૩) વાચકોને એની પ્રતીતિ તરત કરાવશે. પેલા પતાકાસ્થાનકમાં પણ એ દેખાય છે. વંજુલના હાસ્યરસિક ઉદ્ગારો દ્વારા રમણભાઈ નાટકની બહુધા પ્રૌઢ ગંભીર ભાષામાં વિનોદની હળવાશ પણ લાવે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 114: | Line 114: | ||
{{reflist}} | {{reflist}} | ||
* 10‘કવિતા અને સાહિત્ય’–પુ. ૧, પૃ. ૫૨. | * 10‘કવિતા અને સાહિત્ય’–પુ. ૧, પૃ. ૫૨. | ||