સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/ટી. એસ. એલિયેટનો કવિતાવિચાર: Difference between revisions

inverted comas corrected
No edit summary
(inverted comas corrected)
 
Line 21: Line 21:
‘હેમ્લેટ' નાટકમાં શેક્સપિયરના કવિકર્મનો વિચાર કરતાં કરતાં, ઉક્ત કૃતિમાં પાત્રગત ભાવ અને કવિગત ભાવને ઉચિત એવો વિષયગત સહસંબંધક લેખકને પ્રાપ્ત થયો નથી અને અને લીધે – યોગ્ય સહસંબંધકના અભાવે—કૃતિ કળાત્મક સફળતાને આંબી શકતી નથી. નાટકના સમગ્ર વળાંકને તપાસીને એલિયટ આ મતલબના તારણ પર આવે છે.

આ ‘વિષયગત સહસંબંધક' અંગેના એલિયટના ખ્યાલને એના જ અભિપ્રેતાર્થમાં નોંધીએ.
આ ‘વિષયગત સહસંબંધક' અંગેના એલિયટના ખ્યાલને એના જ અભિપ્રેતાર્થમાં નોંધીએ.
“કળારૂપે ભાવને વ્યકત કરવાનો એક માત્ર માર્ગ ‘વિષયગત સહસંબધક' શોધવાથી મળે એમ છે. વિષયગત સહસંબંધક એટલે વસ્તુઓનું એક સંબદ્ધ જૂથ, એક પરિસ્થિતિ, બનાવોની શૃંખલા, જે એ વિશેષ ભાવનું સૂત્ર બની રહે. આ વિષયગત સહસંબંધક એવું હોય છે કે બાહ્ય હકીકતો, જે ઇન્દ્રિયગમ્ય અનુભવમાં પરિણમવી જોઈએ, તે જ્યારે આપવામાં આવે ત્યારે પેલો ભાવ તરત જ જાગી ઊઠે છે.' (અનુ. ઉમાશંકર જોશી) પૃથક્કરણ દ્વારા આ સૂત્રને ઉકેલવાનો પ્રયત્ન કરીએ.
“કળારૂપે ભાવને વ્યકત કરવાનો એક માત્ર માર્ગ ‘વિષયગત સહસંબધક' શોધવાથી મળે એમ છે. વિષયગત સહસંબંધક એટલે વસ્તુઓનું એક સંબદ્ધ જૂથ, એક પરિસ્થિતિ, બનાવોની શૃંખલા, જે એ વિશેષ ભાવનું સૂત્ર બની રહે. આ વિષયગત સહસંબંધક એવું હોય છે કે બાહ્ય હકીકતો, જે ઇન્દ્રિયગમ્ય અનુભવમાં પરિણમવી જોઈએ, તે જ્યારે આપવામાં આવે ત્યારે પેલો ભાવ તરત જ જાગી ઊઠે છે.(અનુ. ઉમાશંકર જોશી) પૃથક્કરણ દ્વારા આ સૂત્રને ઉકેલવાનો પ્રયત્ન કરીએ.
૧. કળાસૃષ્ટિમાંનો ભાવબોધ નિરાળા પ્રકારનો છે. કળાકૃતિમાં ભાવનું પ્રગટીકરણ તેના તે રૂપે -વ્યવહારસદૃશરૂપે શક્ય નથી. ભાવના રસાત્મક આવિષ્કાર માટે સામર્થ્યપૂર્વક એનું વહન કરી શકે તેવું મૂર્ત વસ્તુરૂપ - objective correlative - કવિએ ખોળવાનું હોય છે. આ વસ્તુરૂપ માત્ર સ્થૂળ સંકેત હોય તેટલું પૂરતું નથી, પરંતુ ભાવસમવેત હોવું જોઈએ. ભાવ સાથેનો કેવળ ઉપચારસંબંધ કળામાં નભી શકે નહિ. એ કારણે જ સંબંધક (રિલેટીવ)ની આગળ ‘સહ’(કો)પૂર્વગ જોડીને વસ્તુરૂપની સાદૃશ્યાત્મક અનિવાર્યતા દર્શાવી છે. અમૂર્ત ભાવનું મૂર્તીકરણ કશાક વસ્તુસંકેતના ઉપયોગ દ્વારા શક્ય છે. શબ્દાતીત ભાવ શબ્દરૂપ પામે ત્યારે એમણે પોતાનું ભાષાંતર શોધવું રહ્યું.  

૨. સૂત્રનો બીજો અંશ ‘વિષયગત સહસંબંધક'નું સ્વરૂપ સમજાવે છે, ભાવના એક માત્ર સંવાહક તરીકે પ્રયુક્ત થતો વસ્તુસંકેત પરસ્પર રીતે સંકળાયેલા ભિન્ન ભિન્ન વસ્તુ- અંશોનું સમરેખ માળખું હોય કે ઘટનાના પૂર્વાપર અંશોને સતત અને સમગ્રપણે ગૂંથતી પરંપરા હોય કે ઘટનાનિરપેક્ષ પરિસ્થિતિ હોય તેનો આધાર તો આખરે મૂળ ભાવના મિજાજ પર જ અવલંબે છે. એટલે કે કાવ્યમય મૂળ ભાવની પોતાની આંતરજરૂરતમાંથી જ વિષયગત સહસંબંધકનું સ્વરૂપ ઊપસી આવે. આ સહસંબંધક વસ્તુસંકેત ભાવનો માત્ર પ્રતિનિધિ નથી, ભાવની અવેજીમાં આસ્વાદ્ય કોટિનું પ્રતિકૃત વસ્તુપ્રતીક છે.

૩. સૂત્રનો ત્રીજો અંશ ‘વિષયગત સહસંબંધક’નું કાર્ય સ્પષ્ટ કરે છે. વસ્તુસંકેતરૂપે ભાવકને પ્રત્યક્ષ થતી હકીકત, ઘટના કે પરિસ્થિતિ પોતાની સંપૂર્ણ વ્યંજનાશક્તિના પ્રતાપે મૂળ ભાવનો કલાનુભવ કરાવવા સમર્થ નીવડે છે. ભાવક ચિત્તમાં મૂળ ભાવનો થતો સઘપ્રકાશ ‘વિષયગત સહસંબંધક'ની સાર્થકતારૂપ છે. તે જો શક્ય ન બને તો વિષયગત સહસંબંધકની નિષ્ફળતા પ્રમાણવાની રહી.

'હેમ્લેટ' વિષયક ઉક્ત લેખમાં જ્યાં આ ખ્યાલ સૂત્રરૂપે મૂકાયો છે ત્યાં પણ થોડી ગૂંચવણ છે. પહેલો સવાલ તો એ છે કે એલિયટ જે મૂળ ભાવની વાત કરે છે તે કોનો ? કવિનો કે પાત્રનો ? તેના અનુસંધાનમાં એમ પણ પ્રશ્ન ઊઠે કે કવિ કોના ‘વિષયગત સહસંબંધક'ની શોધ કરે છે? પોતાના મૂળ ભાવના કે પાત્રના મૂળ ભાવના ? ખુદ એલિયટનું ઉક્ત પ્રતિપાદન પણ થોડેક અંશે સંદિગ્ધ રહ્યું છે. ‘હેમ્લેટ' નાટકની કળાત્મક નિષ્ફળતા વિષયગત સહસંબંધકના સમુચિત વિનિયોગના અભાવને કારણે એણે ગણાવી છે. નાટ્યાંતર્ગત હેમ્લેટ પાત્રની દ્વિધા અને તેમાંથી નીપજતી વ્યગ્રતા-વ્યથાની વાત કરતાં એ નોંધે છે કે નાયકની વ્યગ્રતા, વ્યથા તેની માતાના અપરાધને કારણે છે અને તેની માતા વ્યથા-ઘૃણાના નાયકગત ભાવને અનુરૂપ સહસંબંધક નથી. આનો અર્થ એ થયો કે એલિયટના મનમાં પ્રસ્તુત ઉલ્લેખ વેળા કવિગત નહિ પણ પાત્રગત ભાવ અપેક્ષિત છે, પરંતુ ઉક્ત લેખના અંતમાં એણે નોંધ્યું છેઃ “ હેમ્લેટ પાત્રની બાબતમાં કાર્યરૂપે પ્રગટ થવાનો માર્ગ શોધી ન શકતા ભાવની વિડંબના રૂપ છે; નાટયકારની બાબતમાં કળારૂપે અભિવ્યક્તિ ન પામી શકતા ભાવની વિડંબનારૂપ છે. (In the character Hamlet it is the buffoonery of an emotion which can find no outlet in action, in the dramatist it is the buffoonery of an emotion which he can not express in art.) આનો અર્થ તો એ થયો કે આ નિરૂપણ વેળા એલિયટને પાત્રગત અને કવિગત બન્ને ભાવો ઉદિષ્ટ છે. પાત્રગત મૂળ ભાવ પણ આખરે તો કવિચિત્તે કંડારેલું એક વિશિષ્ટ ભાવપરિમાણ છે એમ સ્વીકારીને બાંધે ભારે એમ કહી શકાય કે તત્ત્વતઃ કવિગત ભાવે વિષયગત સહસંબંધક રૂપે વ્યક્ત થવાનું જ છે, આ જ વાત એણે ‘મેટાફિઝીકલ પોએટ્સ' લેખમાં જરાક ચોખ્ખી રીતે મૂકી આપી છે. મેટાફિઝીકલ કવિઓની લાક્ષણિકતાની ચર્ચા કરતાં એ નોંધે છે કે તેની ઉત્તમતા તો ‘ચિદ્-અવસ્થા અને લાગણી માટેનાં શાબ્દિક શબ્દરૂપોની ખોજ(..Finding the verbal equivalent for states of mind and feeling) માટે મંડ્યા રહેવામાં હતી. એઝરા પાઉડની માફક એલિયટ પણ કવિગત ભાવ કે લાગણીના ‘શબ્દરૂપ સમીકરણ' (verbal equation)ની શોધયાત્રામાં કવિકર્મની ઇતિકર્તવ્યતા માને છે. આ ઉપરથી કહી શકાય કે કવિ સાક્ષાત્ ભાવનું વિષયગત સહસંબંધક શોધી શકે તો જ તેને કળારૂપ મળે. આ સંજોગોમાં કવિના મૂળ ભાવનું વિશેષ રૂપ ટકી શકે ખરું? ભાવમાં જ્યાં સુધી વ્યક્તિસંલગ્નતા રહે ત્યાં સુધી બિનંગતતાની શક્યતા ઓછી રહેવાની; એટલે કળામાં ભાવનું વિશેષ રૂપ નહિ પણ સર્વસાધારણરૂપ બંધાતું હોય છે. આ ઉપરથી ઉમાશંકર જોશી એમ કહેવા પ્રેરાયા કે વિષયગત સહસંબંધકમાં વિશેષ દ્વારા કવિગત સાધારણીભૂત સંવિનું સૂચન એલિયટને અભિપ્રેત હોય. બ્લેકમરના અભિપ્રાયે તો સિદ્ધાંતના રૂપમાં મુકાયેલું આ વિધાન નિરીક્ષણ માત્ર છે. લાગણી અને સંવેગની વચ્ચે ઉદ્દીપક તરીકે કામ કરતી વૈયક્તિક પ્રજ્ઞાની પ્રક્રિયા અંગેનાં અનેક નિરીક્ષણોના પરિણામ રૂપે આ ખ્યાલ એલિયટના મનમાં બંધાયો હોવાનું તે માને છે. આ લાગણી કે સંવેગ કવિના જ હોવાનું અનિવાર્ય નથી. એ તો કહે છે કે એલિયટે બિનંગતતાના સિદ્ધાંતને અહીં શબ્દાંતરે મૂક્યો છે. એટલે કે કેવળ વ્યકિતત્વની દખલગીરી વિના લાગણી અને સંવેગ શબ્દરૂપ કેવી રીતે શબ્દરૂપ પામી શકે તેનો આ રૂપકાત્મક હિસાબ માત્ર છે. ‘હેમ્લેટ' નાટકનું નિરીક્ષણ કરતાં કરતાં તેની નજરે આ વસ્તુ ચડી. ઉક્ત રચનામાં લાગણી અને સંવેગના દ્રવ્યનો ઉપયોગ થવા છતાં વિષયગત સહસંબંધક સિદ્ધ થતું નથી એમ તેને લાગે છે.
‘હેમ્લેટ' વિષયક ઉક્ત લેખમાં જ્યાં આ ખ્યાલ સૂત્રરૂપે મૂકાયો છે ત્યાં પણ થોડી ગૂંચવણ છે. પહેલો સવાલ તો એ છે કે એલિયટ જે મૂળ ભાવની વાત કરે છે તે કોનો ? કવિનો કે પાત્રનો ? તેના અનુસંધાનમાં એમ પણ પ્રશ્ન ઊઠે કે કવિ કોના ‘વિષયગત સહસંબંધક'ની શોધ કરે છે? પોતાના મૂળ ભાવના કે પાત્રના મૂળ ભાવના ? ખુદ એલિયટનું ઉક્ત પ્રતિપાદન પણ થોડેક અંશે સંદિગ્ધ રહ્યું છે. ‘હેમ્લેટ' નાટકની કળાત્મક નિષ્ફળતા વિષયગત સહસંબંધકના સમુચિત વિનિયોગના અભાવને કારણે એણે ગણાવી છે. નાટ્યાંતર્ગત હેમ્લેટ પાત્રની દ્વિધા અને તેમાંથી નીપજતી વ્યગ્રતા-વ્યથાની વાત કરતાં એ નોંધે છે કે નાયકની વ્યગ્રતા, વ્યથા તેની માતાના અપરાધને કારણે છે અને તેની માતા વ્યથા-ઘૃણાના નાયકગત ભાવને અનુરૂપ સહસંબંધક નથી. આનો અર્થ એ થયો કે એલિયટના મનમાં પ્રસ્તુત ઉલ્લેખ વેળા કવિગત નહિ પણ પાત્રગત ભાવ અપેક્ષિત છે, પરંતુ ઉક્ત લેખના અંતમાં એણે નોંધ્યું છેઃ “ હેમ્લેટ પાત્રની બાબતમાં કાર્યરૂપે પ્રગટ થવાનો માર્ગ શોધી ન શકતા ભાવની વિડંબના રૂપ છે; નાટયકારની બાબતમાં કળારૂપે અભિવ્યક્તિ ન પામી શકતા ભાવની વિડંબનારૂપ છે. (In the character Hamlet it is the buffoonery of an emotion which can find no outlet in action, in the dramatist it is the buffoonery of an emotion which he can not express in art.) આનો અર્થ તો એ થયો કે આ નિરૂપણ વેળા એલિયટને પાત્રગત અને કવિગત બન્ને ભાવો ઉદિષ્ટ છે. પાત્રગત મૂળ ભાવ પણ આખરે તો કવિચિત્તે કંડારેલું એક વિશિષ્ટ ભાવપરિમાણ છે એમ સ્વીકારીને બાંધે ભારે એમ કહી શકાય કે તત્ત્વતઃ કવિગત ભાવે વિષયગત સહસંબંધક રૂપે વ્યક્ત થવાનું જ છે, આ જ વાત એણે ‘મેટાફિઝીકલ પોએટ્સ' લેખમાં જરાક ચોખ્ખી રીતે મૂકી આપી છે. મેટાફિઝીકલ કવિઓની લાક્ષણિકતાની ચર્ચા કરતાં એ નોંધે છે કે તેની ઉત્તમતા તો ‘ચિદ્-અવસ્થા અને લાગણી માટેનાં શાબ્દિક શબ્દરૂપોની ખોજ(..Finding the verbal equivalent for states of mind and feeling) માટે મંડ્યા રહેવામાં હતી. એઝરા પાઉડની માફક એલિયટ પણ કવિગત ભાવ કે લાગણીના ‘શબ્દરૂપ સમીકરણ' (verbal equation)ની શોધયાત્રામાં કવિકર્મની ઇતિકર્તવ્યતા માને છે. આ ઉપરથી કહી શકાય કે કવિ સાક્ષાત્ ભાવનું વિષયગત સહસંબંધક શોધી શકે તો જ તેને કળારૂપ મળે. આ સંજોગોમાં કવિના મૂળ ભાવનું વિશેષ રૂપ ટકી શકે ખરું? ભાવમાં જ્યાં સુધી વ્યક્તિસંલગ્નતા રહે ત્યાં સુધી બિનંગતતાની શક્યતા ઓછી રહેવાની; એટલે કળામાં ભાવનું વિશેષ રૂપ નહિ પણ સર્વસાધારણરૂપ બંધાતું હોય છે. આ ઉપરથી ઉમાશંકર જોશી એમ કહેવા પ્રેરાયા કે વિષયગત સહસંબંધકમાં વિશેષ દ્વારા કવિગત સાધારણીભૂત સંવિનું સૂચન એલિયટને અભિપ્રેત હોય. બ્લેકમરના અભિપ્રાયે તો સિદ્ધાંતના રૂપમાં મુકાયેલું આ વિધાન નિરીક્ષણ માત્ર છે. લાગણી અને સંવેગની વચ્ચે ઉદ્દીપક તરીકે કામ કરતી વૈયક્તિક પ્રજ્ઞાની પ્રક્રિયા અંગેનાં અનેક નિરીક્ષણોના પરિણામ રૂપે આ ખ્યાલ એલિયટના મનમાં બંધાયો હોવાનું તે માને છે. આ લાગણી કે સંવેગ કવિના જ હોવાનું અનિવાર્ય નથી. એ તો કહે છે કે એલિયટે બિનંગતતાના સિદ્ધાંતને અહીં શબ્દાંતરે મૂક્યો છે. એટલે કે કેવળ વ્યકિતત્વની દખલગીરી વિના લાગણી અને સંવેગ શબ્દરૂપ કેવી રીતે શબ્દરૂપ પામી શકે તેનો આ રૂપકાત્મક હિસાબ માત્ર છે. ‘હેમ્લેટ' નાટકનું નિરીક્ષણ કરતાં કરતાં તેની નજરે આ વસ્તુ ચડી. ઉક્ત રચનામાં લાગણી અને સંવેગના દ્રવ્યનો ઉપયોગ થવા છતાં વિષયગત સહસંબંધક સિદ્ધ થતું નથી એમ તેને લાગે છે.
એલિસ્યો વિવાસ અને વિન્ટર્સ જેવા વિવેચકો આ સિદ્ધાંતમાં કેટલીક ખામીઓ ચીંધે છે. વિવાસ કહે છે કે રચનાના આરંભ પહેલાં કવિના મનમાં ભાવનો સ્પષ્ટ ખ્યાલ હોતો નથી. પરંતુ કાવ્યરચના દરમ્યાન જ ભાવનો બોધ થાય છે. એટલે કે પ્રથમ કવિચિત્તમાં ભાવબોધ અને પછી તેનું વિષયગત સહસંબંધક દ્વારા એનું નિરૂપણ તેમ નથી બનતું. એટલું જ નહિ પણ કવિને જે ભાવનો અનુભવ થયો હોય તે જ અનુભવ ભાવકને પણ થાય તેવું હમેશા ન પણ બને. ભાવ અને ભાવનું વિષયગત સહસંબંધક, વિવાસના મતે સર્જનપ્રક્રિયા દરમ્યાન જ પ્રાપ્ત થાય છે. વિવાસનો આ અભિપ્રાય ચિંત્ય કક્ષાનો છે. ભાવની ધૂંધળી અને અરૂપ છાયા તો કવિચિત્તમાં પ્રથમથી જ, રચનારંભ વેળાએ જ ઝબૂકતી હોય છે. કવિસંવિત્તિ આ ભાવનું અનુકૂળ વાહન- જો કવિનું ગજું હોય તો - શોધવા મળે છે. એટલે ભાવની ઉપસ્થિતિ તો આરંભકાળે સ્વીકારવી રહી. વિન્ટર્સના અભિપ્રાયે આ સિદ્ધાંત ફ્રાન્સના પ્રતીકવાદની છાયા માત્ર છે, એટલું જ નહિ પણ એઝરા પાઉન્ડના ‘ભાવસમીકરણ' (equation of emotion)ની અસર પણ તેમાં વરતાય છે. એલિયટના વિષયગત સહસંબંધકના ખ્યાલમાં જ નહિ, તેની સમગ્ર કાવ્યવિચારણા પરત્વે પાઉંન્ડનું ઋણ તો ખુદ એણે જ સ્વીકાર્યું છે. વિન્ટર્સનો બીજો વાંઘો એ છે કે સર્જક વિષયગત સહસંબંધક શોધતો નથી પણ ભાવનો ‘મોટિવ' શોધે છે. નામ ગમે તે આપો, ‘મોટિવ' પણ આખરે તો એક પ્રકારનું વિષયગત સહસંબંધક જ છે ને?

વિષયગત સહસંબંધક અંગેનો એલિયટનો સિદ્ધાંત, કવિકર્મ અંગેના તેના અન્ય વિચારો કરતાં વધુ સ્વીકાર્ય અને વિશ્વસનીય ઠરે એવો છે. ટાગોરે કહ્યું છે તેમ ભાવને પોતાનો કરી સર્વનો કરવો એ કવિકસબ. એલિયટ પણ શબ્દાંતરે સ્વ-રૂપ ભાવને સર્વ-રૂપ બનાવવામાં કવિકર્મની પ્રગટતી વિશેષતા જ નિર્દેશે છે.