ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/જેઠાલાલ જીવણલાલ ગાંધી
જેઠાલાલ જીવણલાલ ગાંધી
એઓ જ્ઞાતે દશાનાગર વણિક અને મહેમદાવાદ (જીલ્લે ખેડા)ના વતની છે. એમના પિતાનું નામ જીવણલાલ સાંકળચંદ ગાંધી અને માતુશ્રીનું નામ ચંચળબહેન ગોરધનદાસ શાહ છે. એમનો જન્મ તા. ૫ મી ડિસેમ્બર ૧૯૦૫ના રોજ મહેમદાવાદમાં થયો હતો. એમનું લગ્ન સન ૧૯૨૬માં સૌ. સવિતાબ્હેન સાથે મહેમદાવાદમાં થયલું છે. અંગ્રેજી સાત ધોરણ પૂરા કર્યા પછી તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા હતા અને તેની એમણે વાણિજય વિદ્યા વિશારદની પદવી પ્રથમ વર્ગમાં લીધી છે. સ્નાતક થયા પછી તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાયા હતા. માસિકોમાં વિશેષે કરીને ‘પ્રસ્થાન માં એમના લેખો આવે છે. ભૂગોળ, સંપત્તિશાસ્ત્ર અને નામું, એ એમના પ્રિય વિષયો છે.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> : : એમની કૃતિઓ : :
| નં. | પુસ્તકનું નામ. | પ્રકાશન વર્ષ. |
| ૧. | Economics of Khaddar’–by Gregg– એ પુસ્તકોનો અનુવાદ |
સન ૧૯૩૧ |
| ૨. | લૂંટાતું હિંદ (અનુવાદ) | ”” |