ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/રૂસ્તમજી બરજોરજી પેમાસ્તર
એઓ જાતે પારસી અને સુરત પાસે આવેલ રાંદેરના મૂળ વતની છે. એમનો જન્મ સને ૧૮૭૦માં ૨૭મી જાન્યુઆરીના દિવસે થયો હતો. એમના પિતાશ્રીનું નામ બરજોરજી ફરામજી પેમાસ્તર અને માતાનું નામ નવાજબાઈ બરજોરજી પેમાસ્તર છે. એમનું લગ્ન સને ૧૮૯૯મા ૭મી મે એ મુંબઈમાં બાઇ શીરીનબાઇ, તે શેઠ મંચેરજી સોરાબજી પોસ્ટવાળાના પુત્રી સાથે થયું હતું. તેમણે બધો અભ્યાસ મુંબાઈમાં ફોર્ટ હાઇસ્કૂલમાં કરેલો અને વખતો વખત સ્કોલરશિપ પણ મેળવેલી. સને માં એલ્ફીન્સ્ટન કોલેજમાંથી બી. એ. ની પરીક્ષા ફારસી ઐચ્છિક વિષય લઇને પાસ કરી હતી. એમના વિષે વધુ જાણવાનું એ છે કે તેઓ કવિ અરદેશર ખબરદારના મામા થાય અને કવિએ પિતાને ઘેર રાખીને સ્કુલ કેળવણી લેવામાં તેમને મદદ કરી હતી. પારસી પ્રકાશનના સંપાદન અને પ્રકાશક તરીકે તેમનું કાર્ય બહુ મૂલ્યવાન કહેવાય, વળી એમણે સંખ્યાબંધ અનેક પુસ્તકો ગુજરાતીમાં રચ્યાં છે. કોમી તેમજ સાર્વજનિક હિલચાલમાં તેઓ રસપૂર્વક ભાગ લે છે અને તે કાર્યમાં એમના પત્ની શ્રીમતી શિરિનબ્હેનનો એમને પુરો સાથ હોય છે.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> : : એમની કૃતિઓ : :
| નં. | પુસ્તકનું નામ. | પ્રકાશન વર્ષ. |
| ગુજરાતી. | ||
| ૧. | જ્ઞાતના સવાલોમાં કોર્ટને અધિકાર.[1] | સન ૧૯૦૩ |
| ૨. | સંજાણ ખાતે યાદગીરીના પારસી સ્તંભની હિલચાલ. | ”૧૯૧૦ |
| ૩. | પહેલા સર જમશેદજી જીજીભાઇ બેરોનેટ એક ગ્રંથકાર તરીકે | ”૧૯૧૨ |
| ૪. | આગલા પારસીઓ, તેઓનો વેપાર, તેમનું સાહસિકપણું, તેમની સખાવત, તેમની સાદાઈ વગેરે. |
”૧૯૧૩ |
| ૫. | ગઇ સદીના આઠમા દાયકાના પારસીઓ | ”૧૯૧૫ |
| ૬. | કિસ્સે સંજાણ (ગુજરાતી, ઇંગ્રેજી અને ફારસીમાં) | ”” |
| ૭. | દેશી રાજ્યો મધ્યેના પારસીઓ માટે ખાસ કાયદાની જરૂર. | ”૧૯૧૭ |
| ૮. | મી. દાદાભાઈ નવરોજજીની યશવંતી જાહેર જીંદગીનો
ટુંક અહેવાલ. |
”૧૯૧૭ |
| ૯. | પારસી પ્રકાશ, દફતર ૩ જું (સન ૧૮૮૧ થી ૧૯૦૦ સુધીના પારસીઓને લગતા અગત્યના બનાવોની નોંધ. |
સન ૧૯૧૨ થી ૧૯૨૨ |
| ૧૦. | પ્રારસી પ્રકાશ દફતર ૪ થું સન ૧૯૦૧ થી ૧૯૦૮
[૪ ભાગમાં] |
” ૧૯૨૩ |
| ૧૧. | પુરાતન પારસી દરિયાઈ કાફલાની તવારીખ | ”” |
| ૧૨. | અથોરનાન નામાનો લંબાણ દીબાચો | ”” |
| ૧૩. | પારસીઓને અગત્યના બે સવાલો. વાંકાનેર; વરીઆવ પારસી સંસ્થાનો-(બારડોલી સત્યાગ્રહ |
”” |
| ૧૪. | સન ૧૮૬૫ અગાઉના પુસ્તકોની ટીપ | સ. ૧૯૨૮ |
| ૧૫. | સોપારા મધ્યેના રાજા અશોકનો લેખ | ” ૧૯૨૯ |
| ૧૬. | અહેવાલે મુલ્લા ફિરોઝ બિન મુલ્લ કાઉસ જલાલ | ” ૧૯૩૧ |
| ૧૭. | અહેવાલે આતશ બહેરામે વાહડયાજી | ”” |
| ૧૮. | અહેવાલે ખાનદાને દાદીશેઠ-સચિત્ર- | ”” |
| ૧૯. | શુ પારસીઓનો બાંધો નબળો પડતો જાય છે? | |
| ઇંગ્રેજી | ||
| ૧. | Elphinstone College Union Lectures | ” ૧૮૯૩ |
| ૨. | The Nayrarana or India’s offering to her King Emperor on his Coronation |
”૧૯૦૨ |
| ૩. | Sun-set and Sun-rise (poems) | ”” |
| ૪. | Midnight and Dawn (Poems on the Bomb outrage on Lord Hardinge) |
”૧૯૧૩ |
| ૫. | Navroziana (Poems on Mr. Dadabhai Navroji and otherfriends of India) |
”૧૯૧૭ |
| ૬. | The Voice of the East on the Great
War[2](૧st. Series) |
”૧૯૧૭ |
| ૭. | Four Lectures on the Working of the Bombay Rent Acts. |
”૧૯૨૦ |
| ૮. | A Farman of Emperor Jehangir given to Dr. Dadabhai Navroji’s |
”૧૯૨૫ |
| ૯. | Poems on Dadabhai Navroji | ”૧૯૨૫ |
| ૧૦. | The Bombay Rent Acts (with Notes and Commentations) |
” ૧૯૨૬ |
| ૧૧. | Gleanings of Verse of Dr. William Wordsworth (Copyright) |
”૧૯૨૭ |
| ૧૨. | Life of Principal Wordsworth. | ”” |
| ૧૩. | Dadysett Religions and Charitable Trust. | ”૧૯૨૮ |
| ૧૪. | A short History of the Fort Gratuitous
Dispensary |
”૧૯૩૧ |
Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted