કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/ફરીને હું આવ્યો
૩. ફરીને હું આવ્યો
ફરીને હું આવ્યો વનવન અને ગામ, નગર;
અજાણ્યા ને આછા પરિચય રમે હોઠ ઉપર,
ઘણી વાતો... તારા વિરહતણી ને સ્વપ્નજગની;
હવાને હૈયેયે રણઝણી હતી તારી લગની!
તરે આંખે ડૂબ્યાં તરુ, સરોવર, પ્હાડ, સરિતા;
જતી ટ્રેને જોઈ કુટિરની કને કોઈ કવિતા.
હતું તેડ્યું કેડે શિશુકુસુમ : ત્યાં પંથ જ સર્યો;
અમીછાયા એના નયનનભની હું ન વીસર્યો!
નદી વ્હેતી એમાં સ્મરણ તવ નૌકા થઈ તરે;
અહો! વૃક્ષે વૃક્ષે તવ સ્મરણ ટ્હૌકા ઊઘડતા.
ઉષાને સૌભાગ્યે, પ્રખર તડકે, સાંજ ઢળતાં
નિશાને અંધારે મિલનપળનું સ્મિત નીતરે!
નથી ત્હેં જે જોયાં ઝરણ, સરિતા કે ઉદધિને
નિહાળી લે મારે નયન સ્થળની સૌ અવધિને!
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ૧૯૬૫ (કાવ્યસૃષ્ટિ, પૃ. ૪)