કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/તમે કહો તે –

૨. તમે કહો તે —

તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં!
ફાગણમાં શ્રાવણનાં જલને ઝીલી લ્યો અણધાર્યાં!
અમને એમ હતું કે તમને
વેણીનાં ફૂલો સંગાથે પ્રીતે ગૂંથી લેશું,
તમને એવી જીદ કે વનનો છોડ થઈને રહેશું;
તમને કૈંક થવાના કોડ,
ને અમને વ્હાલી લાગે સોડ;
જરીક તમારે સ્પર્શ અમે તો સાતે સ્વર ઝંકાર્યા,
તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં!
અમને એમ હતું કે સાજન
કલકલ ને કલ્લોલ ઝરે એ વ્હેણ થઈને વ્હેશું;
તમને એક અબળખા : એકલ કાંઠો થઈને રહેશું.
તમારાં અળગાં અળગાં વ્હેણ,
અમારાં એક થવાનાં ક્હેણ;
એકલશૂરા નાથ! અમે તો પળેપળે સંભાર્યા;
તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં!

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૧૯૬૪(કાવ્યસૃષ્ટિ, પૃ. ૨)