મંગલમ્/યજ્ઞ અમે માંડ્યો રે
યજ્ઞ અમે માંડ્યો રે
યજ્ઞ અમે માંડ્યો રે તન મનની શુદ્ધિ કરવા
ખાદી ને રેંટિયો ઘરમાં વસાવ્યાં
દુઃખનો દરિયો તરવા… યજ્ઞ૦
દારૂ તાડીને દફનાવી દીધાં
કોઠીમાં જાર રૂડી ભરવા… યજ્ઞ૦
ખોટાં ઘરેણાં ખાડામાં ફેંક્યાં
ચેપી રોગોથી ઊગરવા… યજ્ઞ૦
સાદા જીવનની લીધી પ્રતિજ્ઞા
ગાંધીને પંથે ચાલવા… યજ્ઞ૦
ગાંધીનાં પ્રેમબાણ હૈયામાં ઝીલ્યાં
તન મનથી દેશ સેવા કરવા… યજ્ઞ૦