મર્મર/હે કૃષ્ણ!
Jump to navigation
Jump to search
હે કૃષ્ણ!
હે કૃષ્ણ! પાંડવસખા રણસૂત્રધાર
હે કૃષ્ણ! ગોપીજનવલ્લભ સ્નેહસાર;
મૂકો ભલે તમ સુદર્શન હેઠું ધ્વંસી,
કિન્તુ કરો ન અળગી અધરેથી બંસી.