બાળ કાવ્ય સંપદા/સૂરજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સૂરજ

લેખક : રમેશ પટેલ
(1946)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>

પીળું પીળું લખતો સૂરજ,
મ૨ઘા મુખે વદતો સૂરજ.

ઝાકળ ટીપાં ગણતો સૂરજ,
પા પા પગલી ભરતો સૂરજ.

પ્હાડો પાછળ હસતો સૂરજ,
ધુમ્મસ આંખે રડતો સૂરજ.

અંધારાને ગળતો સૂરજ,
ઘુવડ પાંખે ખરતો સૂરજ.

ચીં ચીં ચીં ચીં ક૨તો સૂરજ,
સરવર-પાળે મળતો સૂરજ.

મારી આંખે તરતો સૂરજ,
ઝળહળ ઝળહળ તપતો સૂરજ.