મંગલમ્/હે જી તમે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
હે જી તમે


Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt69abdb919253a8_10792753


હે જી તમે



હે જી તમે કંઈક દિલમાં જાણો જાદવરાય,
કંઈક દિલમાં જાણો જાદવરાય;
હમણાં વ્હાશે વાણું રે જી…
તમે વારે નથી ચડતા, વારે નથી ચડતા,
ભણેલું ભાણું ઠાલું રે જી…

હો…ધોળકામાં ધના ભગતને મળિયા (૨)
એ રે ટાણામાં હરિ આવો રે જી…
વેળુ વાવીને વા’લે ઘઉં રે ઉગાડ્યા ભાઈ,
વેળુ વાવીને રે — હાં — ઘઉં રે ઉગાડ્યા ભાઈ,
શું રે બેઠેલું તારે નાણું અલખધણી (૨)…હમણાં૦

હો…જૂનાગઢમાં નરસિંહ મહેતાને મળિયા,
એ રે ટાણામાં હરિ આવો રે જી…
કુંવરબાઈનું વાલે મામેરું પૂર્યું ભાઈ,
કુંવરબાઈનું રે હાં — મામેરું પૂર્યું ભાઈ,
શું રે બેઠેલું તારે નાણું અલખધણી (૨)…હમણાં૦

હો…મેવાડમાં રાણી મીરાંને મળિયા,
એ રે ટાણામાં હરિ આવો રે જી…
ઝેરના પ્યાલા વાલે અમૃત કીધા ભાઈ,
ઝેરના પ્યાલા રે — હાં — અમૃત કીધા ભાઈ,
શું રે બેઠેલું તારે નાણું અલખધણી (૨)…હમણાં૦