મંગલમ્/ધૂન-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ધૂન

(૧)  આંખો પવિત્ર રાખ સાચું તું બોલ
ઈશ્વર દેખાશે તને પ્રેમળનો કોલ
સત્ય એ જ પરમેશ્વર બાપુનો બોલ
તારામાં પરમેશ્વર છે કે નહિ શોધ…આંખો૦
(૨)  તુમ બોલો મેરી રસના હરિ રે હરિ
બોલો હરિ રે હરિ (૨)
બોલો હરિ રે હરિ શુદ્ધ સ્વરૂપે હરિ
બોલો હરિ રે હરિ સત્ય સ્વરૂપે હરિ…
બોલો હરિ રે હરિ પ્રેમ સ્વરૂપે હરિ…તુમ૦
(૩)  ટૂંકું ટચૂકડું નામ, રામ, રામ રામ બોલો
રામ રામ બોલો, સિયારામ નામ બોલો
એ તો અંતરમાં આપશે આરામ.
રામ, રામ રામ બોલો.
(૪)  રાજ્ય માગું નહીં, સ્વર્ગ માગું નહીં
મુક્તિ કી નીંદ મેં ક્યા મઝા હૈ?
દીન કે દુઃખ ભવ ભવ મિટાતા રહૂં
દીનબંધુ યહી વર મુઝે દે…રાજ્ય૦
(૫)  નહીં યહ તેરા, નહીં યહ મેરા
ઈશ્વર કા યહ રાજ્ય હૈ.
ઈશ્વર કા જલ, ઈશ્વર કા ફલ
ઈશ્વર કા હી અનાજ હૈ.
ફોગટ ખાવે, ચોર કહાવે
ગીતા કી આવાજ હૈ.
(૬)  બોલો મન રામ સદા સુખકારી
ચલો મન રામ હૃદયમાં ધારી
ચલો જેમ ચાલ્યા ભરત વ્રતધારી…બોલો૦
(૭)  તમે ઘેલાં બનો એક ગોવિંદમાં
એક ગોવિંદમાં એક માધવમાં…તમે૦
કોઈ ઘેલાં બને છે રૂપ ને રંગમાં
કોઈ બેલાં બને છે તન ને ધનમાં…તમે૦
(૮)  સાચી વાણીમાં શ્રી રામ,
સાચા વર્તનમાં શ્રી રામ,
જન સેવામાં પામીશું પ્યારા રામ રામ!
(૯)  રામ સુમર રામ સુમર રામ સુમર લે
સુંદર શિવ મંગલ ભગવાન સુમર લે
જીવન મેં સત્ય હી એક સાર સમજ લે.
(૧૦)  હરિ બોલ હરિ બોલ
હરિ હરિ હરિ બોલ.
ગોવિંદ માધવ, હરિ બોલ હરિ બોલ…હરિ૦
મુકુંદ માધવ હરિ હરિ બોલ
હરિ બોલ૦
(૧૧)  ઘૂંટી લ્યો તમે ઘૂંટી લ્યો
હૃદયમાં રામનામ ઘૂંટી લ્યો
આનંદનો બાગ છે ને આનંદનાં ફૂલ છે
વહાલું લાગે એને ચૂંટી લ્યો…હૃદયમાં૦
(૧૨)  ઘૂંઘટ પટ ખોલો હરિ ૐ બોલો
અંતર પટ ખોલો હરિ ૐ બોલો
ઓ માનવી મસ્ત બનીને તું રહેજે
સમય અણમોલો…હરિ ૐ બોલો૦
(૧૩)  ભજી લે ભજી લે ભજી લે પ્રભુનામ
ઓ માયાના માનવી ભજી લે પ્રભુનામ
ફૂલવાડીનો માળી આવી ફૂલડાં વીણી જાય
કોણ જાણે ક્યારે આવે ક્યારે વીણી જાય.
(૧૪)  રામ ધૂન લાગી, ગોપાલ ધૂન લાગી,
કબીરાની વાણી સૂણી, રામધૂન લાગી હરિ.
સત્ય ધૂન લાગી, સેવા ધૂન લાગી;
ગાંધીજીની વાણી સૂણી, સત્ય ધૂન લાગી હરિ.
(૧૫)  કૃષ્ણ ગોવિંદ ગોપાલ ગાતે રહો |
મન કો વિષયોં કે વિષ સે બચાતે રહો…
(૧૬)  મારું મૂંગાનું વચન રામ તુંહી તુંહી ।
મારું ગરીબ કેરું ધન રામ તુંહી તુંહી |
જન્મ કાળનો હિંડોળો રામ તુંહી તુંહી |
મૃત્યુ કાળે શીતળ ખોળો રામ તુંહી તુંહી |
(૧૭)  શ્રી રામ જય રામ જય જય રામ,
સદા કરું મૈં તેરા કામ,
સદા કરું મૈં તેરા કામ,
મન મેં મન મેં સમરું રામ.
(૧૮)  તૂટ જાયે ન માલા કભી પ્રેમ કી
વરના અણમોલ મોતી બિખર જાયેંગે.
આપ માનો ન માનો ખુશી આપકી
હમ મુસાફિર હૈ કલ અપને ઘર જાયેંગે.
યે ન પૂછોં કિ કલ હમ કિધર જાયેંગે
વો જિધર ભેજ દેંગે ઉધર જાયેંગે.
(૧૯)  જય જય હો જય જય હો વિશ્વકલાકાર
વિશ્વકલાકાર પ્રભુ કોટી નમસ્કાર…જય જય હો૦
(૨૦)  કિસકો કહૂં મૈં અલ્લા ઈસા,
કિસકો કહૂં મૈં રામ,
બાબા કિસકો કહૂં મૈં રામ.
ભજ મન રામ રહીમ,
ભજ મન કૃષ્ણ કરીમ…કિસકો…
(૨૧)  અમે મિથ્યા વચન કદી બોલશું ના
અમે વાણીમાં ઝેર કદી ઘોળશું ના
અમે જીવનને વેડફી નાખશું ના
અમે ખોટું વર્તન કદી રાખશું ના…
(૨૨)  અર્થ હો ધર્મને અર્થે, કામ હો મોક્ષને અર્થે
જીવન હો સત્યને અર્થે, મરણ હો શાંતિને અર્થે
(૨૩)  લય લાગી લય લાગી મને
સત્ય અહિંસાની લય લાગી,
સત્ય અહિંસાથી સત્યાગ્રહ સાંપડ્યો
સર્વે પ્રકારની બીક ભાંગી…મને૦
(૨૪)  રોગને મટાડી ચાલ રોગીને બચાવીએ
પાપને નાબૂદ કરી પાપીને બચાવીએ,
જુલ્મોને ખતમ કરી જુલ્મીને બચાવીએ
અજ્ઞાનનો ઉડાડી છેદ અજ્ઞાની ઉગારીએ…
(૨૫)  સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા
અંતરે ત્રિવેણી તીર્થ, સત્ય પ્રેમ કરુણા
સત્ય પ્રેમ કરુણા, સત્ય પ્રેમ કરુણા,
(૨૬)  મન વાણી કર્મમાં સત્યને તું ઘોળ
જીવનમાં મંગળના દ્વારને તું ખોલ
ભીતર બહારના સુંદ૨ને ખોલ,
સત્ય શિવ સુંદરને પામશે અમોલ…
(૨૭)  ના જગ તેરા, ના જગ મેરા,
યે જગ દેખ એક રૈન બસેરા;
સાંસોં કા યે આના જાના,
ના જગ તેરા, ના જગ મેરા.
(૨૮)  ચલ ચલ મન મેં ૐ જપાકર ૐ જપાકર તું
રોમ રોમ સે નિકલે મન મેં
ૐ જપાકર ૐ જપાકર તું
જો ઘટ ઘટ મેં રમ હુઆ હૈ
ૐ જપાકર ૐ જપાકર તું
યાદ કરેંગે પાવન કરેગા
ૐ જપાકર ૐ જપાકર તું
પલ પલ છીન છીન ઘટ મેં ઘટ મેં
ૐ જપાકર ૐ જપાકર તું