મંગલમ્/પ્રભુ, મારાં વંદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પ્રભુ, મારાં વંદન

ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો,
પ્રભુ, મારાં વંદન (૨)
ભલે ના નિહાળું નજરથી તમોને,
મળે ગુણ તમારા, સફળ મારું જીવન…

જનમ જે અસંખ્યો મળ્યા તે ગુમાવ્યા,
ધરમ ના જાણ્યો કે ના તમને સંભાળ્યા,
હવે આ જનમમાં કરું છું વિનંતી
સ્વીકારો તમે તો તૂટે મારાં બંધન…ગમે૦

મને હોંશ એવી ઉજાળું જગતને,
મળે ના કિરણ મારા મનના દીપકને,
તમે તેજ આપો, જલે એવી જ્યોતિ
અમરપંથ સૌને કરાવે એ દર્શન…ગમે૦