મર્મર/તવ ચરણે

From Ekatra Wiki
Revision as of 09:12, 16 May 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


તવ ચરણે

તવ ચરણે, તવ શરણે
પ્રભુ હે આ જીવને ને મરણે.

આ મુજ મનની ચંચલ ધેનુ
મુરલી મધુરના નાદે;
રહો અનુસરી તવ પદરેણુ
બદ્ધ રહો અનુરાગે.
વિરત સ્વૈરવનભ્રમણે.—પ્રભુ હે.

આ જીવનની જમનાનાં જલ
વહો ચરણ તુજ ધોતાં;
શમો સકલ તારે જલ નિસ્તલ
નિજનું નિજત્વ ખોતાં.
નિઃસીમના સુખશયને.—પ્રભુ હે.