મર્મર/મત ભટકો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મત ભટકો

મન ભમરા રે મત ભટકો.
એક વખત લાગ્યો ના છૂટશે ચંચલતાનો ચટકો. —મન૦
૨ત રતનાં ફૂલનાં મધુપ્રાશન,
દલદલનાં કોમલતમ આસન;
આ જગબાગ વિશે આકર્ષક કલી કલીનો લટકો. —મન૦
રૂપરંગની વિધવિધ ૨મણા,
આ સુન્દર, સુન્દરની ભ્રમણા;
ભોગવી ભોગવી આખર ર્હેવો ખૂટી ગયાનો ખટકો. —મન૦
સ્વૈર ભ્રમણ અવ છોડ અધીરા
વિષયોની ઉન્માદક મદિરા.
એના ચરણકમલદલપ્રાન્તે તવ ઉડ્ડયનો અટકો. —મન૦