મત ભટકો
મન ભમરા રે મત ભટકો.
એક વખત લાગ્યો ના છૂટશે ચંચલતાનો ચટકો. —મન૦
૨ત રતનાં ફૂલનાં મધુપ્રાશન,
દલદલનાં કોમલતમ આસન;
આ જગબાગ વિશે આકર્ષક કલી કલીનો લટકો. —મન૦
રૂપરંગની વિધવિધ ૨મણા,
આ સુન્દર, સુન્દરની ભ્રમણા;
ભોગવી ભોગવી આખર ર્હેવો ખૂટી ગયાનો ખટકો. —મન૦
સ્વૈર ભ્રમણ અવ છોડ અધીરા
વિષયોની ઉન્માદક મદિરા.
એના ચરણકમલદલપ્રાન્તે તવ ઉડ્ડયનો અટકો. ——મન૦