મંગલમ્/સાધુનું ગીત

Revision as of 02:44, 27 January 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સાધુનું ગીત

માનવી, સાંભળી લે સાધુનું ગીત
ગીત રે — સાંભળી લે સાધુનું ગીત
જાણે જીવન નવનીત — સાંભળી લે સાધુનું ગીત.

નાખી નજર જ્યાં પહોંચે ન તારી,
બેસતો નિરાશ બની હિંમત હારી,
દૃષ્ટિ એ વ્યોમથી અતીત. — સાંભળી લે૦

ભરતી ને ઓટ તારા પ્રીતિના સાગરે,
આજે પૂજે છે કાલ ટાળે અનાદરે,
અચલા અબોલ એની રીત. — સાંભળી લે૦

પ્રીતની એ રીત તારી ટૂંકી વ્યાપારી,
તોળીને આપવું ને તોળી લેનારી,
પોતે મટવાની એની રીત. — સાંભળી લે૦

આપે જીવન પ્રભુ મૃત્યુ તું માગવો,
મૃત્યુના ફડકામાં જીવન તું ત્યાગતો.
મૃત્યુમાં જીવવાની રીત. — સાંભળી લે૦