નારીસંપદાઃ નાટક/વ્હીલચૅર અને લીમડો: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૩. વ્હીલચૅર અને લીમડો|પ્રજ્ઞા વશી}} | {{Heading|૧૩. વ્હીલચૅર અને લીમડો|પ્રજ્ઞા વશી}} | ||
<poem><center>( | <poem><center>(‘સર્જનાત્મક લેખન સ્પર્ધા’ માટે એકાંકી)</center></poem> | ||
{{center|<big>'''પાત્રસૂચિ'''</big>}} | {{center|<big>'''પાત્રસૂચિ'''</big>}} | ||
Latest revision as of 07:05, 10 November 2024
પ્રજ્ઞા વશી
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> પાત્રસૂચિ
| આચાર્ય | : | લંકેશ તિવારી |
| શિક્ષકો | : | વંદનાબેન, રોચક તિવારી, ધર્માધ તિવારી, પૃથા તિવારી |
| વિદ્યાર્થીઓ | : | શૌનક, ઓજસ, તેજસ, મોનિટર, તન્મય, પર્વ |
| ટ્રસ્ટીગણ | : | ધનાશ્રીભાઈ, અભીરામજી, કૃષ્ણરામજી. |
| વાલી મંડળ | : | પ્રમુખ, ઉપપ્રમુખ |
| વંદનાનો પતિ | : | રમેશભાઈ |
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> દૃશ્ય : 1
| (સ્થળ : શાળાનું મેદાન, બાળકો રમી રહ્યાં છે. એક બાળક વ્હીલચેરમાં છે. વંદનાબેન વ્હીલચેર ધકેલીને તેને લીમડા નીચે લઈ આવે છે.) | ||
| શૌનક |
: |
ટીચર, તમે મને ક્લાસમાં જ બેસી રહેવા દીધો હોત તો પણ ચાલત. |
| વંદનાબેન |
: |
ત્યાં તું એકલો કંટાળી જાત. આખો દિવસ વર્ગખંડમાં બેઠાં પછી પ્રોક્સિ તાસમાં મેદાન પર આવવાથી મન પ્રફુલ્લિત થઈ જાય. અને લીમડા નીચે ઓક્સિજન પણ મળે ખરુંને બેટા? |
| શૌનક |
: |
પણ ટીચર, આમ તમારે મારી વ્હીલચેર ખેંચવી પડે, મને ઊંચકીને એમાં બેસાડવો પડે અને પાછો વર્ગમાં લઈ જઈ પાટલી પર બેસાડવામાં તમને પણ થાક લાગે ને? |
| વંદનાબેન |
: |
એ તો મારી ફરજ છે, બેટા. |
| શૌનક |
: |
ટીચર, મારા દોસ્તને કહીશ તો એ મારી વ્હીલચેર ખેંચી લેશે. |
| વંદનાબેન |
: |
નહીં બેટા, ગઈકાલે તું પડતાં પડતાં માંડ બચ્યો હતો. |
| (ત્યાં ઓજસનો મોટેથી રડવાનો અવાજ આવે છે. લીમડા પાછળ બેસી તે રડતો હોય છે.) | ||
| વંદનાબેન |
: |
શૌનક, તું આ વાર્તાનું પુસ્તક વાંચ. હાસ્યવાર્તા છે. તને ગમશે. |
| (લીમડા પાછળ જઈને) કેમ? શું થયું, ઓજસ બેટા? કેમ રડે છે? | ||
| ઓજસ |
: |
મને ક્લાસના છોકરાઓ રમાડતા નથી અને કહે છે કે તું તું તો મગજમેડ છે. તારા મગજનું ઓપરેશન કરાવવાનું છે. તને રમાડીશું તો અમે પણ હારી જઈશું. વંદનાબેન : (મોટેથી બૂમ પાડતી હોય તેમ) પ્લીઈઈઈઝ સ્ટોપ ધ ગેઈ..મ. રમવાનું બંધ કરો. (ટીચરનો ગુસ્સો બાળકો જાણી જાય છે અને ઝડપથી લીમડા પાસે આવીને ઊભાં રહી જાય છે.) |
| મોનીટર |
: |
પણ શું, ટીચર? અમે શું કર્યું? અમારી ગેઈમ હજી અધૂરી છે, ટીચર. |
| વંદનાબેન |
: |
મેં તમને સમજાવેલું કે ઓજસ સાથે પ્રેમથી વાતો કરવી. એને તમારો દોસ્ત બનાવીને સાથે રમાડવો. ભૂલ કરે તો માફ કરી એને ગેઈમ શીખવવાનું કહેલું હતું ને? |
| છોકરાં |
: |
હા ટીચર, કહ્યું હતું. |
| વંદનાબેન |
: |
તમારો સગો ભાઈ હોય તો એને રમાડો કે નહી? કે પછી એને કાઢી મૂકો? એની મજાક કરો? |
| વિદ્યાર્થીઓ |
: |
સૉરી ટીચર. હવે પછી આવી ભૂલ નહીં થાય. સોરી ઓજસ. (બધા છોકરા ઓજસને સૉરી કહેવા લાગે છે.) |
| વંદનાબેન |
: |
વર્ગમાં બીજા કોનો ખ્યાલ રાખશો? કહો જોઈએ. |
| મોનીટર |
: |
ટીચર, શૌનકનો. |
| વંદના : |
: |
જ્યારે તમે ઓજસને ધક્કો મારેલો ત્યારે એ પાટલી સાથે અથડાયેલો. યાદ છે ને? અને ત્યારે મેં પાંચ ઉપવાસ કરેલા તે પણ યાદ હશે જ અને છતાં આજે ઓજસને રડાવ્યો. હું ફરી આજ સાંજથી સાત ઉપવાસ કરીશ. તમે પણ ઓજસ અને શૌનકની જગ્યાએ તમારા ભાઈબહેનને મૂકીને શાંતિથી વિચારજો.મોનીટર અને વર્ગનાં વિદ્યાર્થીઓ : (સહુ સાથે) પ્લીઝ ટીચર, અમે હવે પછી આવી ભૂલ કદાપિ નહીં કરીએ. પ્લીઝ ટીચર, તમે ઉપવાસ નહીં કરો એવું અમને વચન આપો. પ્લીઝ ટીચર. (જનગણમનનો ઘંટ વાગે છે. બધા સાવધાન સ્થિતિમાં ઊભા રહે છે. જયહિંદના નારા પછી શાળા છૂટવાનો લાંબો ઘંટ વાગે છે. બધા જ જવા લાગે છે પણ વંદનાબેનના વર્ગનાં બાળકો હાથ જોડીને ઊભાં રહે છે.) |
| આચાર્ય |
: |
બધા કેમ ઊભા છો? વંદનાબેન, બધાને ઘરે જવા દો. રિક્ષા લેવા માટે ક્યારની આવી ગઈ છે. |
| વંદનાબેન |
: |
સર, મેં નથી રોક્યા એમને. બાળકો તમે જઈ શકો છો. મેં તમને માફ કર્યાં જાઓ. |
| મોનીટર |
: |
ટીચર, અમને તમે પૂરા માફ કરશો પછી જ અમે જઈશું નહીંતર આમ હાથ જોડીને ઊભા જ રહીશું. |
| આચાર્ય |
: |
વંદનાબેન, આ શું નાટક છે? તમે વારેવારે વિદ્યાર્થીઓને કેમ બાનમાં લ્યો છો? |
| રોચક તિવારી |
: |
આમાં તો મારો દીકરો પણ છે. એ શા માટે સજા ભોગવે? |
| રોચક તિવારી |
: |
સર, આ વંદનાબેન વારેવારે આ રીતે બાળકોને ટોર્ચર કરે છે. મારો દીકરો એમના વર્ગમાંથી ઉઠાડી હું પૃથામેમના વર્ગમાં મૂકવા આપને અરજ કરું છું. |
| પર્વ |
: |
(રોચક તિવારીને) નહીં પપ્પા, હું વંદનામેમના વર્ગમાં જ રહીશ અને એમણે અમને કોઈ સજા કરી નથી. સજા તો અમે એમને કરીએ છીએ. તે પણ વારંવાર. |
| પર્વ : |
: |
વંદનામેમ, પ્લીઝ માની જાઓ. તમે નહીં માનો તો અમે પણ આજે, અત્યારથી જ તમારી સાથે ઉપવાસ કરીશું અને અમારી ભૂલનું પ્રાયશ્ચિત અમારી જાતે કરીશું જેથી અમે વારેવારે ભૂલી ન જઈએ કે અમારે સૌથી પહેલાં સારા માણસ બનવાનું છે. (બધા જ વિદ્યાર્થીઓ એકીસાથે બોલી ઊઠે છે.) હા, હા ટીચર, અમે પણ ઉપવાસ કરીને પ્રાયશ્ચિત કરીશું. અમારી ભૂલની સજા તમે શા માટે ભોગવો, ટીચર? |
| (બાળકોને લેવા આવેલ વાલીઓ, શિક્ષકો અને આચાર્યને કશું સમજાતું નથી પણ બધા સામે ખુલાસા કરવા કરતાં વંદનાબેન હાથ જોડે છે.) | ||
| વંદનાબેન |
: |
મારાં વ્હાલાં બાળકો, તમારો પ્રેમ અને સમજ જોઈને મને લાગે છે કે ભારતદેશની આવતીકાલ ઉજ્જ્વળ છે. હું મારાં બાળકોના પ્રેમ અને સમજદારી પર વિશ્વાસ મૂકીને ઉપવાસની વાત હાલ પૂરતી મોકૂફ રાખું છું. બાળકો તમે શાંતિથી ઘરે જઈ શકો છો. (બધા વિખરાય છે. વંદનાબેન શૌનકને ઊંચકીને રિક્ષામાં બેસાડે છે.) |
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> દૃશ્ય : 2
| વંદનાબેન |
: |
શું હું અંદર આવી શકું? |
| આચાર્ય |
: |
યસ, યસ કમ ઇન, મેમ. (શિક્ષિકા વંદનાબેન આચાર્ય લંકેશ તિવારીની કેબિનમાં દાખલ થાય છે.) |
| વંદનાબેન |
: |
નમસ્તે સર, સર, આપે મને યાદ કરી? |
| આચાર્ય |
: |
વંદનામેમ, તમારી કેટલીક ફરિયાદ આવી છે. |
| વંદનાબેન |
: |
પણ મેં શું કર્યું સર, શેની ફરિયાદ? |
| આચાર્ય |
: |
તમે બાળકો સાથે ખોળગોળનો વ્યવહાર રાખો છો. |
| વંદનાબેન |
: |
સર, બાળકો મારો આત્મા છે અને એમને સારું શિક્ષણ આપવું તેમજ સંસ્કાર સિંચન કરવાં એને મારો પરમ ધર્મ સમજું છું. મારે માટે તો શાળાનાં તમામ બાળકો મારા પોતાનાં સંતાન જેવાં જ છે. |
| આચાર્ય |
: |
વંદનાબેન તમને ચેતવવાની મારી ફરજ છે. પછી કહેતાં નહીં કે મેં તમને ચેતવ્યાં ન હતાં. |
| વંદનાબેન |
: |
પણ મારી ભૂલ શું છે એ તો કહો. મેં શું ઊંચનીચ કર્યું તે તો કહો. સર, મારા વિરુદ્ધ કોણે ફરિયાદ કરી છે તે તો કહો. |
| આચાર્ય |
: |
તમે સમજુ છો. તેજીને ટકોરો. સમજી જાઓને આપમેળે તમારી ભૂલો તમને ખબર જ હશે ને? |
| વંદનાબેન |
: |
હું શાળામાં વર્ષોથી ફરજ બજાવું છું. સૌથી સિનિયર છું. હજી સુધી કોઈ વાલીની મારા વિરુદ્ધ ફરિયાદ આવી નથી. નથી હું ટ્યૂશન કરતી કે ખોળગોળ કરવાનો પ્રશ્ન આવે. સર, આમ તો મારે કેટલીક ફરિયાદ કરવાની છે અને કેટલીક તો મેં તમને લેખિતમાં પણ આપી છે. પણ તમે એ ફરિયાદ ધ્યાન પર લેતા જ નથી. |
| આચાર્ય |
: |
વંદનાબેન, તમારી વાહિયાત ફરિયાદો ધ્યાન પર લેવા જેવી જ નથી. સમજ્યા? તમારા કરતાં આજકાલનાં આવેલાં મીસ પૃથા તિવારી વધુ કાબેલ છે. જે છેલ્લા ચાર શિક્ષકો મેં નોકરીમાં રાખ્યા છે એ સર્વે વધુ કાબેલ અને જવાબદાર છે. |
| વંદનાબેન |
: |
સર, છેલ્લાં પંદર વર્ષથી પગાર વધારવાની અને મને નોકરીમાં કાયમી કરવાની વાત કરો છો એ માત્ર વાત જ રહી ગઈ છે. હું એમ એ બીએડ છું છતાં આટલી મોંઘવારીમાં પાંચ હજારમાં કામ કરું છું અને નવાં આવેલ પૃથાબેન માત્ર બીએ છે છતાં તમે એમને આઠ હજાર આપો છો. શું એ અન્યાય નથી? |
| આચાર્ય |
: |
ધીસ ઇઝ નોટ યોર લુક આઉટ. આ ટ્રસ્ટની શાળા છે અને ટ્રસ્ટીમંડળ કહે તેમ જ બધું થાય છે, સમજ્યા? યુ કેન ગો નાઉ. જનરલ મિટિંગમાં જવાબ આપવા તૈયાર રહેજો. (ટનનન ટનનન ઘંટ વાગે છે.) |
| આચાર્ય |
: |
જલદી જાઓ. બેલ સાંભળ્યો કે નહીં? |
| બાળકો |
: |
(વંદનાબેન વર્ગમાં પહોંચતાં જ) ગુડ મોર્નિંગ, મેમ |
| વંદનાબેન |
: |
ગુડ મોર્નિંગ, બાળકો. બેસી જાઓ. |
| શૌનક |
: |
મેમ મારા ડેડીએ આ પેકેટ મોકલ્યું છે. (વંદનાબેન તે લઈને પોતાના પર્સમાં મૂકે છે.) |
| મોનીટર |
: |
ટીચર, આ બારી બંધ કરું? વરસાદની વાછટ મારા સુધી આવે છે. |
| વંદનાબેન |
: |
બાળકો, કાલે મેં તમને વરસાદ વિશે સમજાવ્યું હતું અને જુઓ, કેવો સરસ વરસાદ વરસી રહ્યો છે! વરસાદ ઉપર નિબંધ લખવાનો છે. તો નિબંધની નોટબુક કાઢો. |
| તેજસ (વિદ્યાર્થી-3) |
: |
ટીચર, કાલે તમે હોડીની પણ વાત કરી હતી. તમે નાનાં હતાં ત્યારે હોડી બનાવતાં અને તરતી મૂકતાં. |
| તન્મય (વિદ્યાર્થી-4) |
: |
ટીચર ટીચર, અમારે પણ હોડી તરતી મૂકવી છે. |
| ઓજસ |
: |
મને તો હોડી બનાવતાં નથી આવડતી, ટીચર. |
| વંદનાબેન |
: |
ઓકે બાળકો, રફ કાગળ કાઢો. હું તમને હોડી બનાવતાં શીખવું. પછી આપણે લાઈનમાં બહાર જઈશું, વહેતા પાણીમાં હોડી મૂકશું અને થોડાંક વરસાદી ફોરાં ઝીલીને સીધા વર્ગમાં.... (બધાંએ હોડી બનાવી.) |
| વંદનાબેન |
: |
ચાલો, કતારબદ્ધ એક પછી એક બાળક મારી પાછળ આવો અને હોડી મૂકીને અંદર પાછા આવી જાઓ. |
| આચાર્ય તિવારી : |
: |
એક તો ભણવાનું બગાડી 'હોડીહોડી' રમો છો અને પછી કહો છો કે મને વધારાના તાસની જરૂર છે, મારો અભ્યાસક્રમ બાકી છે. ચાલો જલ્દી, ક્લાસમાં જાઓ અને ભણાવો. |
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> દૃશ્ય : 3
| |
(આચાર્યની ઓફિસ. આચાર્યની આસપાસ એમના ખાસ ખુશામતખોર શિક્ષકો.) | |
| રોચક તિવારી |
: |
સર, આ વંદનામેમ તો હદ કરે છે. વર્ગમાં ઓછા અને મેદાનમાં વધારે રહે છે. |
| ધર્માધ તિવારી |
: |
સર, એડમિશનના પૈસા ખિસ્સામાં મૂકી દીધાં અને બે એડમિશન મફત લઈ ગયાં અને તે પણ પાછાં વિકલાંગ અને મંદબુદ્ધિ બાળકોનાં. |
| રોચક તિવારી |
: |
સર, મને ચોક્કસ બાતમી મળી છે કે એ બન્ને છોકરા દીઠ પચ્ચીસ પચ્ચીસ હજાર એમણે ખિસ્સામાં નાંખ્યા છે. |
| પૃથા તિવારી |
: |
સર, તમે મને મારી બુદ્ધિ પ્રતિભા જોઈને નોકરીમાં લીધી છે, નહીં કે મારું રૂપ. (વાળની લટો આંગળીમાં ભેરવીને ગોળ ગોળ ફેરવે છે. લટકા મટકા સાથે). સર, મને જોઈને એ વંદનામેમ ખૂબ જ જલે છે. તમે મને પૂરો પગાર આપો છો એથી અંદર ને અંદર બળી રહ્યાં છે. પણ પૂછો આ રોચકભાઈને અને ધર્માંધભાઈને કે મારું કામ કેવું છે. અમારાં ત્રણેનાં કામમાં જરાપણ જોવું પડે છે તમારે? અમારા વર્ગમાં આવવું પડે છે તમારે? સર, વી આર ફુલ્લી વર્કોહોલિક. પગાર કરતાં પણ ડબલ વળતર આપનારા છીએ અમે ત્રણ. |
| રોચક તિવારી |
: |
પેલા રવિવારે ધર્માંધે પાર્ટી આપેલી એટલે આ રવિવારે મારા ઘરે પાર્ટી. ખાવાપીવાનું બધું જ, સર. આચાર્ય : પૃથામેમ, તમે પણ આવશોને? તમારા વિના પાર્ટી કરવાની મજા આવતી નથી. પૂરો પગાર આપું છું તો થોડાં રિલેક્સ થવા પાર્ટીમાં આવવાનું રાખો. આવશોને તમે? |
| પૃથામેમ |
: |
(વાળની લટોમાં આંગળી ફેરવે છે, મધુર હાસ્ય રેલાવે છે) હા, હા સર. તમારો આગ્રહ છે એટલે આવવાનું જ હોયને? (વાળ ઉછાળતી એ બહાર નીકળે છે.) |
| આચાર્ય |
: |
(કમ્પ્યૂટર પર કંઈક બતાવતા બતાવતા) જુઓ, શૌનક પાસેથી વંદનાબેન એક પેકેટ લઈને પોતાના પર્સમાં મૂકે છે. પછી એ શૌનક અને ઓજસને બરાબર સાચવે જ ને. |
| રોચક તિવારી |
: |
ગયા વર્ષે નાપાસ થયેલ બંને આ વર્ષે પહેલી ટેસ્ટમાં ફુલ્લી પાસ, કંઈ સમજાય છે, સર? એડમિશનમાં કટકી, પરીક્ષાના માર્ક્સ દ્વારા કટકી, ટ્યુશનમાં કટકી. સર, હવે તો આંખ ઉઘાડો, એક્શન લેવા માટે હવે તો પ્રૂફ પણ તૈયાર છે. સર, જનરલ મિટિંગમાં ફટાકડા ફોડી દો. સર, મૌકા ભી હૈ ઔર દસ્તૂર ભી. સર, લોહા ગરમ હૈ તો ઘા કર દો વરના બાજી હાથસે નિકલ જાયેગી. |
| આચાર્ય તિવારી |
: |
અરે ઐસે કૈસે જાને દેંગે? રોચકભાઈ, મેં ટ્રસ્ટીઓના કાનમાં ઝેર રેડી દીધું છે ઉપર સુધી. ઠેઠ ઉપર સુધીના ટ્રસ્ટીને બધી વાત પહોંચાડી દીધી છે. આ વખતે તો મોટાસાહેબ પણ અમેરિકાથી આવવાના છે અને મેં પણ વંદનામેમ વિરુદ્ધ બધા જ પુરાવા તૈયાર રાખ્યા છે. અને હા, તમે બે પણ બરાબર બોલજો. |
| રોચક તિવારી |
: |
સર, રાસ્તે કા કાંટા હટેગા તો હી મેં સુપરવાઈઝર બન પાઉંગા ના? (હસતા હસતા બન્ને ગયા.) |
| આચાર્ય |
: |
આટલી બધી નોટિસ આપી, પ્રમોશન પણ અટકાવ્યું. વર્ષોથી પગાર વધારતો નથી. વારંવાર અપમાન કરું છું છતાં વંદનામેમ હજી એનું ધાર્યું જ કરે છે. વિદ્યાર્થીઓ અને વાલી એમની મુઠ્ઠીમાં રહે છે. હવે તો આ કપટી અને પોતાને સિનિયર ગણાવતી વંદનાને બરતરફ કરાવીને જ રહીશ. મારો રસ્તો મોકળો કરીને જ રહીશ. વૈસે ભી લંકેશ મેરા નામ હૈ ઔર લંકા ચલાના ઔર જલાના દોનો મુઝે આતા હૈ, હવે તો આ વંદના આઉટ અને પૃથા જેવી જ સુંદર સુહાસિની ઈન. (રિવોલ્વિંગ ખુરશીમાં બેસી ઝૂલતા ઝૂલતા સુખદ સપનાંય ક્યાં સુધી જોયા કરે છે.) |
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> દૃશ્ય : 4
| |
(સ્થળ : મિટિંગ રૂમ. આચાર્ય, પાંચ ટ્રસ્ટીઓ, રોચક તિવારી, ધર્માંધ તિવારી, પૃથા તિવારી, વાલીમંડળના પ્રમુખ, ઉપપ્રમુખ અને વંદનાબેન રાઉન્ડ ટેબલ મિટિંગ માટે ગોઠવાયાં છે.) | |
| આચાર્ય |
: |
હું સર્વે ટ્રસ્ટીશ્રી તેમજ વાલીમંડળના હોદ્દેદારોનું સ્વાગત કરું છું. આપનો કિંમતી સમય બગડે નહીં એ માટે મેં આપ સહુ મહાનુભવોને મિટિંગનો એજન્ડા લેખિતમાં મોકલી આપ્યો હતો જેથી આપ સહુ વિચારી શકો. હું અમેરિકાથી પધારેલ આપણા ટ્રસ્ટીશ્રી ધનશ્રીભાઈનું સ્વાગત પુષ્પગુચ્છથી કરીશ અને ત્યારબાદ સુપરવાઈઝરની જગ્યાએ શ્રી રોચક તિવારી મિટિંગ આગળ વધારશે. (આચાર્ય પુષ્પગુચ્છથી ધનશ્રીભાઈનું સ્વાગત કરે છે.) હા, તો હવે મી. તિવારીને મિટિંગ આગળ વધારવા વિનંતી છે. |
| મી. તિવારી |
: |
આ સાથે મિટિંગનો મુખ્ય એજન્ડા છે; શ્રી વંદનામેમને શા માટે બરતરફ ન કરવા? આપ સહુ પાસે એમની આવેલી તમામ ફરિયાદો અને એમણે કરેલાં ઘણાં એવાં કાર્યો જે શિક્ષણ બહારનાં તેમજ બાળકોનું અહિત થાય એવાં છે અને કેટલાંક ગંભીર આરોપો પણ છે. |
| ટ્રસ્ટી ધનશ્રીભાઈ |
: |
મી. તિવારી, આપ એક પછી એક આરોપો રજૂ કરો અને માનનીય વંદનામેમ એનો જવાબ માત્ર હા કે નામાં આપશે. એમણે હમણાં બીજો કોઈ ખુલાસો કરવાનો નથી. |
| મી. તિવારી |
: |
વંદનાબેનને ખોટું કરવા બદલ ઘણીવાર નોટિસ આપવામાં આવી છે પણ એમણે એ ભૂલો ચાલુ જ રાખી છે. બીજું, તેઓ બાળકો પ્રત્યે ભેદભાવ રાખે છે. કેટલાંકને ઘરે બોલાવે છે, કેટલાંકને ઘરે જાય છે. કેટલાંકને વર્ગખંડમાં હંમેશાં આગળ બેસાડે છે એટલે વાલીની ફરિયાદ આવે છે. કેટલાંકને તેઓ પચ્ચીસ હજાર જેટલી રકમ લઈને એડમિશન અપાવે છે. ચાલુ તાસે બાળકોને વારંવાર વર્ગની બહાર લઈ જાય છે. બાળકોને વારેવારે ઉપવાસની ધમકી આપીને મનમાની કરાવે છે. કામ ઓછું કરે છે. ઉપરથી પગાર વધારવાની માંગ કરતાં આવ્યાં છે. આપણી પ્રાઈવેટ સ્કૂલમાં કામ પ્રમાણે જ પગાર આપવામાં આવે છે એ તો આપ સહુ જાણો છો જ. |
| આચાર્ય |
: |
મહાનુભાવો, આપણી પ્રાઈવેટ શાળામાં તો ક્વૉલિટી એન્ડ ક્વૉન્ટિટી ઓફ વર્ક જોવાનું હોય છે. આપણી શાળાએ બીજી શાળાઓની સાથે હરીફાઈમાં ટકવાનું હોય છે. આપણી શાળાને હવે યંગ બ્લડની જરૂર છે. યુવા શિક્ષકો દોડી દોડીને કામ કરે છે. જેમ કે, મેં હમણાં ત્રણ શિક્ષકો લીધા છે એ ત્રણે અહીં બેઠા છે. શાળા બાદ તેમજ શનિ રવિ કે રજાઓમાં પણ તેઓ શાળાનું કામ કરે છે. મારું માનવું છે અને જો આપ સર્વને પણ યોગ્ય લાગે તો વંદનાબેનને હવે આરામ આપવા માટે કાયમી ધોરણે ઘરે બેસાડવાં જોઈએ અને તેમની જગ્યાએ, કોઈ યુવાન શિક્ષકની નિમણૂક કરવી જોઈએ. |
| ટ્રસ્ટી કૃષ્ણરામ |
: |
મારું માનવું છે કે આપણે હવે વંદનાબેનને સાંભળવાં જોઈએ. |
| ટ્રસ્ટી અભિરામજી |
: |
હા વંદનાબેન, તમારે જે કહેવું હોય એ તમે બેધડક કહી શકો છો. તમને પણ તમારી વાત મૂકવાનો પૂરો અધિકાર છે. |
| વંદનાબહેન |
: |
આચાર્યશ્રી તેમજ વડીલો, મારે મારા બચાવમાં કશું કહેવું નથી. હું એવું માનું છું કે એક શિક્ષકની કામગીરી ઉપર શંકા થવી એ શિક્ષકના પક્ષે અત્યંત નાલેશીભરી વાત છે. બીજું, એક શિક્ષકને એક આચાર્ય ખોટી રીતે મૂલવે એ પણ નાલેશીપૂર્ણ વાત છે. હું વિરોધ કરીશ તો આ કાર્યવાહી આગળ ને આગળ ચાલશે, તપાસ સમિતિ બનાવાશે. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની પૂછપરછ થશે, ખોટા પુરાવા રજૂ થશે, ખોટાં લખાણો થશે, સમાજ તેમજ અખબારો ને મિડિયામાં આ કિસ્સાની ગરમાગરમ ચર્ચાઓ થશે અને અફવાઓનું બજાર ગરમ થશે. કંઈ કેટલાય એમાં પોતાના રોટલા શેકી લેશે અને હું લાખ કોશિશ કરીશ તો પણ ગુનેગારની ગુનેગાર જ સાબિત થઈશ. હું એક શિક્ષક થઈને શિક્ષણના આવા કિસ્સાઓને વેગ આપવા નથી માંગતી. શિક્ષકનું ચારિત્ર્ય બજારમાં ઊછળતું થશે તો બાળકોનાં કુમળાં મન ઉપર શી અસર થશે? વાલીઓ પછી કોના પર વિશ્વાસ મૂકશે? મને ખેદ એ વાતનો છે કે કાશ! આચાર્યશ્રીએ મારી તપાસ પોતે જાતે કરી હોત. |
| અભિરામજી |
: |
બહેન, તમે ઉતાવળ નહીં કરો. કંઈક મધ્યમ માર્ગ જરૂર નીકળશે. |
| વાલીમંડળના પ્રમુખ |
: |
મને તો લાગે છે કે કંઈક કાચું કપાયું છે. આવા કામમાં ઉતાવળ નહીં જ ચાલે. |
| આચાર્ય |
: |
આ ઉતાવળ નથી. વંદનાબેનને તો અમે અનેક નોટિસ આપી ચૂક્યા છીએ. હવે તો પાણી માથા ઉપરથી જાય છે. રાજીનામું નહીં સ્વીકારીશું તો એક ખોટું ઉદાહરણ આપણે સ્થાપિત કરીશું. બીજા શિક્ષકો પણ પછી વારેવારે પગાર વધારો માંગશે. કામચોરી કરશે. ટ્યૂશન કરશે, મોડાં આવશે, એડમિશનમાં પૈસા બનાવશે અને મનફાવે તેમ વર્તશે. |
| મી. રોચક |
: |
હું આચાર્યશ્રીની વાત સાથે સહમત છું. |
| મી. ભાસ્કર |
: |
હું પણ સહમત છું. રાજીનામું તો સ્વીકારવું જ જોઈએ, એક દાખલો બેસાડવા માટે. પૃથાબેન, તમે પણ અભિપ્રાય આપોને? |
| પૃથાબેન |
: |
હું તો સોએ સો ટકા રાજીનામું લેવા માટે સહમત છું. |
| (આચાર્ય ઊભા થવા જાય છે ત્યાં) | ||
| ધનશ્રીભાઈ |
: |
(આચાર્યને સંબોધીને) મી. તિવારી, હવે તમે બેસી જાઓ. તમે બહુ બોલ્યા અને બધું જ ખોટું બોલ્યા છો. માત્ર કાને સાંભળેલું અને કેમેરામાં જોયેલું બોલ્યાં. હવે હું જાત અનુભવનું બોલીશ અને તમે બધા સાંભળશો. |
| આચાર્ય |
: |
સર, પણ વર્ગખંડમાં વિકલાંગ શૌનક પાસેથી પૈસાનું પેકેટ લઈને પર્સમાં મૂકતાં મેં કેમેરામાંથી જોયાં છે. આ રહી ક્લિપ લેપટોપમાં, જુઓ. |
| ધનશ્રી |
: |
તમે એ પેકેટ ખોલીને જોયું હતું? તમે એ વાલીને જઈ પૂછ્યું હતું? |
| આચાર્ય |
: |
ના સર, મેં અનુમાન લગાવ્યું હતું. |
| ધનશ્રી |
: |
તમે અનુમાન લગાવેલું અને મેં વાલીના ઘરે જઈને પૂછ્યું છે. આજે સવારે જ. એ પેકેટમાં શૌનકના પગ અંગેના તમામ ડોક્યુમેન્ટ્સ અને દવાના કાગળો હતા. એ લઈને વંદનામેમે શૌનકનો લાકડાનો પગ કરાવ્યો છે. એને એના વડે ચાલવાની ટ્રેનિંગ આપવી શરૂ કરી છે. બીજું, એમણે શૌનકનો પગ તેમજ વ્હીલચેરના બદલે એક પણ પૈસો લીધો નથી. શૌનકની માનસિક તેમજ પગની ટ્રીટમેન્ટ વંદનાબેન કરી રહ્યાં છે. તમે જેને મંદબુદ્ધિ કહો છો એ ઓજસને પણ અહીંથી છૂટયા પછી એના ઘરે જઈ મફત ભણાવવાનું તેમજ વિકાસ તરફ લઈ જવાનું કાર્ય તેઓ કરી રહ્યાં છે. ગત વર્ષે નાપાસ થયેલા બન્ને છોકરાઓને આખું વેકેશન મફત ભણાવ્યા છે એટલે આ વર્ષે બન્ને પાસ થયા છે. અને તમે કહો છો કે પૈસા લઈને વંદનાબેને પાસ કર્યા. |
| આચાર્ય |
: |
તો પછી દર વર્ષે પગાર વધારો અને પ્રમોશન કેમ માંગે છે? |
| ધનશ્રીભાઈ |
: |
કારણ કે એ એમનો અડધો પગાર આવાં બાળકોની માવજત, દવા અને ખોરાક પાછળ ખર્ચે છે. તમે કદી એમના જીવનમાં ડોકિયું કર્યું છે, મી. તિવારી? તમે આચાર્ય છો એટલે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો વિશે બધું જ જાણવાનું તમારી ફરજમાં આવે. આચાર્યની ખુરશી પર બેસનાર બાગના માળી જેવો કહેવાય. એણે જાસૂસી નહીં પણ પ્રેમ અને વિશ્વાસથી સહુને સાથે રાખી પ્રગતિનું કામ કરવાનું હોય છે. |
| આચાર્ય : |
: |
સર, યંગ બ્લડ હોય તો કામની ક્વોલિટી... ક્ષમતા.. |
| ધનશ્રીભાઈ |
: |
બસ, બસ મી. તિવારી, યુવાન શિક્ષકો સાથે પાર્ટી કરવી તમને ખૂબ ગમે છે. નહીં? અને હા, તમારી વિરુદ્ધ પણ ફરિયાદ આવી છે કે તમે તમારા જ્ઞાતિબંધુઓને જ નોકરી પર લો છો. જેમ કે, રોચકભાઈ તિવારી, ધર્માંધ તિવારી, પૃથા તિવારી અને હવે વંદનામેમની જગ્યાએ સુહાસિની તિવારી, કેમ ખરું ને? એમાં બે શિક્ષકની ડિગ્રી જાલી (બનાવટી) છે. એ તપાસ આપણા અન્ય ટ્રસ્ટી મિત્રોએ કરી છે. |
| અભિરામજી |
: |
હા, અમે ધારીએ તો પોલીસ કેસ કરી શકીએ એમ છીએ. |
| કૃષ્ણરામજી |
: |
પૃથા તિવારીની તપાસ કરતાં ખબર પડી છે કે એમને પણ અગાઉની શાળાએ બરતરફ કર્યા છે. એ સ્કેન્ડલ પણ બહુ મોટું છે જેમાં વાંક પૃથાબેનનો જ હતો જે સાબિત થયું છે. આવાં તમારા મિત્ર વર્તુળનાં બહેનને તમે આ શાળામાં લીધાં. મી. તિવારી, તમારા ઉપર બરતરફીનો કેસ અમારે કેમ નહીં કરવો? |
| આચાર્ય |
: |
નહીં, નહીં સર. તમે જે સાંભળ્યું છે એ બધું જ ખોટું છે. સર, મેં બધાની ડિગ્રી બરાબર ચેક કરી છે. |
| અભિરામજી |
: |
બનાવટી ડિગ્રીવાળાં તમારાં સગાંસંબંધી છે એટલે પૂરો પગાર આપો છો અને વર્ષોથી વફાદાર એવાં વંદનાબેનને વધુ પગારબિલ પર સહી કરાવીને પગાર એનાથી ઓછો આપો છો. એવી ફરિયાદ બીજા શિક્ષકોની પણ આવી છે. |
| કૃષ્ણરામજી |
: |
મી. તિવારી, બહાર બધા શિક્ષકોની ડિગ્રી તેમજ પગારબિલનું ચેકીંગ ચાલુ કરાવ્યું છે એટલે બધું સમજાઈ જશે. ગોળ અને ખોળની બધી રમત બહાર આવી જ જશે. |
| વાલીમંડળના પ્રમુખ |
: |
અમે પણ કેટલાંક વાલીઓની એક સભા ખાનગીમાં રાખી હતી અને એમાં વંદનાબેન વિશે પૂછપરછ કરતાં ખબર પડી કે દરેક બાળક એવું ઇચ્છે છે કે અમારા કલાસટીચર વંદનાબેન જ હોવા જોઈએ. એમની ભણાવવાની રીત તેમજ સાચી કેળવણીની એમના જેવી તાલીમ બીજા કોઈ શિક્ષક પાસે નથી. વિદ્યાર્થીઓ અને વાલીઓ તો વંદનાબેનને આચાર્યપદે બેસાડવા ખડે પગે તૈયાર છે. |
| ઉપપ્રમુખ |
: |
હું આ વાતમાં સહમત છું. મેં પણ કેટલાક વાલીઓ તેમજ બાળકો સાથે ચર્ચા તપાસ કરીને જાણ્યું છે કે આ શાળામાં તિવારી બંધુઓની સરમુખત્યારશાહી ચાલે છે. એમાં નાનાં મોટાં સ્કેન્ડલ અને ઘટના દબાવી દેવામાં આવે છે. (શાળા છૂટવાનો લાંબો ઘંટ વાગે છે.) |
| વંદનાબેન |
: |
હું રજા લઈશ. બહાર શૌનકની વ્હીલચેર મારે રિક્ષા સુધી લઈ જવાની છે અને ઓજસ મારી રાહ જોતો હશે. એ બન્નેને પ્રેમ, માવજત અને વિશ્વાસની જરૂર છે. હું તો કાલથી નહીં આવીશ પણ આપ સર્વને વિનંતી છે કે આવાં અર્ધખીલેલાં ને નિર્બળ ફૂલોને પ્રેમનું ખાતર-પાણી આપજો. અંદરોઅંદરના વેરભાવ, ઈર્ષ્યા અને સ્પર્ધામાં આવાં બાળકો કચડાઈ ના જાય કે ખીલ્યાં પહેલાં જ ખરી ન પડે તે અવશ્ય જોજો, પ્રભુ સહુને એ માટે શક્તિ આપે. આભાર. હું જઈશ. |
| ધનશ્રીભાઈ |
: |
વંદનાબેન, હું આપને ઘરે છોડી જઈશ, એક બે મિનિટ બેસોને, પ્લીઝ. મારે તમારું કામ પણ છે. |
| વંદનાબેન |
: |
ધનશ્રીભાઈ, સેવાનું કોઈ પણ વળતર હોતું નથી. આજે તમે સત્યનો પક્ષ લીધો એટલે આપોઆપ મારા ઋણમાંથી મુક્ત થયા છો. મારાથી પણ બે વેંત ઊંચા ચઢ્યા છો. જોકે, હું મારી સેવાને સેવા નહીં પણ મારી ફરજ માનું છું માટે જૂની બધી વાત ભૂલી જજો. આ તમામને પણ માફ કરજો. નોકરીનો અને સેવાનો અર્થ કદાચ હવે એમને ખબર પડી જ હશે. માફી સાથે એક તક એમને જરૂર આપજો. (વંદનાબેન જાય છે.) |
| ધનશ્રીભાઈ |
: |
હા, તો જોઈ તમે વંદનાબેનની ઉદારતા? દુશ્મનને પણ હૃદય સાથે ચાંપીને માફ કરી ગયાં. ફૂલોને ખીલતાં પહેલાં ખરી ન જાય એ વાત શીખવતાં ગયાં. કેટલાં ઉમદા અને સેવાભાવી છે! શાળાએ એક ઉત્તમ શિક્ષિકા ગુમાવ્યાં આજે. |
| વાલીમંડળના પ્રમુખ |
: |
ના, ના, વંદનાબેનને તો ગમે તે રીતે પાછાં લાવવાં જ રહ્યાં. એમનું રાજીનામું ફાડી નાંખો. |
| ઉપપ્રમુખ |
: |
હું તો કહું છું, પહેલાં આ શિક્ષણના વેપારીઓને સંસ્થામાંથી બહાર કાઢો. એમને બહાર નહીં કાઢો તો અમે વાલીઓ પાસે હડતાલ પડાવશું. શાળાના દરવાજા કાયમ માટે બંધ. |
| મી. તિવારી |
: |
નહીં, નહીં સર, મને માફ કરો. મારી આંખ ઊઘડી ગઈ છે. વંદનાબેન ખરેખર દેવીમા જેવાં છે. પ્રેમ અને વિશ્વાસની મિશાલ (ધનશ્રીભાઈના પગમાં પડી માફી માંગવા લાગ્યા.) |
| ધનશ્રીભાઈ |
: |
માફી માંગવી હોય તો વંદનાબેનની માંગો. જાઓ, હજી મોડું નથી થયું. |
| અભિરામજી |
: |
હા, એ માની જશે ને પાછાં શાળામાં આવશે તો તમારા વિશે વિચારીશું. |
| વાલીમંડળ પ્રમુખ |
: |
હા, બરાબર છે. તમારી સજા એ જ છે. (આખું વાલીમંડળ વંદનાબેનના ઘરે પહોંચે છે.) |
| પતિ રમેશભાઈ : |
: |
શું થયું, વંદના? ક્યારનો તારો ચુકાદો જાણવા ઘરમાં આંટા મારું છું. |
| વંદનાબેન |
: |
મેં ખાસ કોઇ ખુલાસો કર્યો નહીં. મોટા પુરાવા ઊભા કરીને આચાર્ય તૈયાર જ હતા. |
| રમેશભાઈ |
: |
તે બરાબર દલીલ કરી કે નહીં? તેં શું કહ્યું એ વાત કર. |
| વંદનાબેન |
: |
: મેં મારું રાજીનામું આપી દીધું છે. હવે કાલથી મારે શાળાએ જવાનું નથી. |
| રમેશભાઈ |
: |
વંદના, હું તો વર્ષોથી કહેતો આવ્યો છું કે આવા વેપારી માફિયા જ્યાં શિક્ષણનો વેપાર કરતા હોય ત્યાં આપણું કામ નથી. તારા જેવી સેવાભાવી કર્મનિષ્ઠ શિક્ષિકાને સાચવી ન શકે એમાં તારે ગુમાવવાનું નથી. ગુમાવવાનું તો એ લોકોએ છે. |
| વંદનાબેન |
: |
પણ બાળકોનો શો વાંક? શૌનક અને ઓજસ જેવાં ઘણાં બાળકોને હજી મારી જરૂર છે. હજી સેવાની કેડીને સરેઆમ રસ્તા પર લાવવાની છે. હજી સમાજની તેમજ શૈક્ષણિક સંસ્થાઓની દૃષ્ટિ બદલવાની જરૂર છે. |
| રમેશભાઈ |
: |
વંદના, આપણને ભગવાને ધનવૈભવ આપ્યો છે. મારો સરસ બિઝનેસ ચાલે છે અને ખાનારા આપણે બે જીવ. હવે તું આરામ કર અને ઘરમાં રહીને જેટલી થાય એટલી સેવા કર. |
| વંદનાબેન |
: |
(વ્હીલચેરમાં બેઠેલા દીકરાના ફોટા સામે દીવો સળગાવતાં) બેટા, તને ગુમાવ્યાનું દુઃખ શૌનક અને ઓજસ જેવાં બાળકોને ટેકો કરવાથી ઓછું થાય છે પણ કદાચ હવે...... (બારણા બહાર ઊભેલા આચાર્ય, શિક્ષકો અને ટ્રસ્ટીઓના કાને આ વાતચીત સંભળાતી હોય છે.) |
| વંદનાબેન |
: |
અરે! ધનશ્રીભાઈ, તિવારીજી, અભિરામજી, કૃષ્ણરામજી, રોચકભાઈ, ભાસ્કરભાઈ, પૃથાબેન પધારો પધારો. જરા સોફા જેવું નથી. આ ખુરશીઓ અને આ શેતરંજી... તમામ |
| (શિક્ષકો અને આચાર્ય વંદનાબેનના પગમાં પડી જાય છે.) | ||
| શિક્ષકો |
: |
અમને માફ કરી દો, અમે તમારું દિલ દુભાવ્યું છે. વંદનામેમ, તમને સમજવામાં ઘણી મોટી ભૂલ કરી. તમે રાજીનામું પાછું ખેંચી લો. |
| આચાર્ય |
: |
તમે રાજીનામું પાછું ખેંચી લેશો તો જ અમારી નોકરી પણ ચાલુ રહેશે. વંદનામેમ, મારે પણ બે બાળકો છે. ઘરડાં માબાપ છે, પ્લીઝ મેમ, બચાવી લો. |
| (વારાફરતી શિક્ષકો પણ પગમાં પડ્યા.) | ||
| ધનશ્રીભાઈ |
: |
તમે પાછાં આવો ત્યારે સીધાં આચાર્યની ખુરશી પર જ બેસશો. આ અમારું વચન છે. બોલો બધાને મંજૂર છે? |
| બધા |
: |
હા, વંદનામેમ તો આચાર્યા બનવાં જ જોઈએ. અમને મંજૂર છે. |
| વંદનાબેન |
: |
હું એક શરતે પાછી આવું. |
| બધાં |
: |
હા બોલો. તમારી બધી શરતો મંજૂર. |
| વંદનાબેન |
: |
આ બધાની નોકરી ચાલુ રાખવી. મી. લંકેશ તિવારી જ આચાર્યની પોસ્ટ ઉપર રહેશે કારણકે હું ખુરશીનું માણસ નથી પણ હું તો વ્હીલચેરની સેવક છું. ફૂલોની માળી છું. અને હા, દર વર્ષે આપણી શાળા કોઈપણ ભેદભાવ વિના દરેક વર્ગ દીઠ બે બાળકો વિકલાંગ-ખોડખાંપણવાળાંને મફત એડમિશન આપી એમને બીજાં બાળકો જેવી જ ટ્રીટમેન્ટ આપીને ખીલવાની ને વિકસવાની તમામ તકો આપશે. |
| બધા |
: |
મંજૂર...મંજૂર... (ધનશ્રીભાઈ વંદનાબેનને પગે લાગે છે. બધા જાય છે.) |
| વંદનાબેન |
: |
આજે હું ઘણા દિવસે બન્ને પગે ટટ્ટાર ઊભી રહી હોઉં એમ લાગે છે. પ્રભુ મારા પગની શક્તિ બીજા ખોડંગાતા પગની શક્તિ બની રહો. |
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
- : : સમાપ્ત : : :