નારીસંપદાઃ નાટક/જય જય ગરવી ગુજરાત

૧૨. જય જય ગરવી ગુજરાતી (હાસ્ય નાટિકા)

-પ્રીતિ જરીવાલા

જુલાઈ-૨૦૧૮ - લેખિની

પાત્રો :

સોનલબહેન : (ઉંમર ૬૦ વર્ષ) સંસ્થાના પ્રમુખ
કેતકી બહેન File:Brace segment, right, end-top.svg સંસ્થાની કમિટીની બહેનો
ઉંમર - ૪૦થી ૫૫ વર્ષ
સુધાબહેન File:Brace segment, right, span.svg
રાગિણીબહેન File:Brace segment, right, mid.svg
ભારતીબહેન File:Brace segment, right, span.svg
વાસંતીબહેન File:Brace segment, right, end-bot.svg
રીમાબહેન : (ઉંમર ૫૦ વર્ષ) કેતકીની બહેનપણી
પ્રિયમ : (ઉંમર ૨૦ વર્ષ) કેતકીની દીકરી

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> દૃશ્ય : ૧



(સંસ્થા કે મંડળની મિટિંગનું દૃશ્ય)


(રંગમંચ પર અર્ધગોળાકારમાં ૬ ખુરશીઓ ગોઠવી છે)


(પડદો ખૂલે છે)
સોનલબહેન
 : 
ચાલો, સરસ. આજે બધાં સમયસર આવી ગયાં. હવે મિટિંગ શરૂ કરીએ. આજની મિટિંગ ખાસ તો એટલે બોલાવી છે કે આપણી સંસ્થાને એક વર્ષ પૂરું થશે. (બધાં તાળી પાડે છે.) એની ખુશાલીમાં આપણે સરસ કાર્યક્રમ કરવો છે.
બધાં
 : 
(એક સાથે) ઓહોહો... એક વરસ થઈ ગયું ! આપણે 'સેલીબ્રેટ' કરવું જ જોઈએ.
સોનલબહેન
 : 
હા, હા. એ જ. આપણે કેવી રીતે આની ઉજવણી કરીએ એ માટે સૌ તમારાં 'સજેશન્સ' આપો. બધાંને મજા આવે એવું કંઈક વિચારો.
કેતકીબહેન
 : 
‘ધ ગ્રેટ લાફટર ચેલેન્જ' રાખીએ?
સુધાબહેન
 : 
એ વળી શું?
કેતકીબહેન
 : 
પહેલાં ટી.વી.માં આવતું હતું ને? વારાફરતી બધાં આવે ને બધાંને હસાવે,
સુધાબહેન
 : 
એવું બધું કંઈ આવડે નહીં અને ફાવેય નહીં.
કેતકીબહેન
 : 
એમાં અઘરું શું છે? બધાં એક-એક હાસ્યલેખ લખે અને અહીં રજૂ કરે.
સુધાબહેન
 : 
આપણું તો બધું મનમાં હોય. એ આપણને લખવાનું ન ફાવે. મનમાં એવા સરસ વિચારો આવે પણ લખવાની આળસ આવે.
રાગિણીબહેન
 : 
આ લખવા કરવાનું મને પણ નહીં ફાવે. હમણાં તો મારે ઘેર 'લીકેજ'નો પ્રોબ્લેમ છે. 'લીકેજ' ક્યાંથી આવે છે તે જ પકડાતું નથી. એ ઓછું હોય એમ ઘરમાં રંગકામ અને રીનોવેશન થાય છે. આ કડિયાઓ, સુથારો અને રંગારાઓ ઘર એવું ગંદું કરી જાય છે. એ લોકો જાય એટલે ઘર સાફ કરવાનું. મસાલા સાફ કરવાના, ઘઉં ભરવાના. કામના તો ઢગલા હોય એમાં 'હાસ્યલેખ' લખવાનો સમય ક્યાંથી કાઢું? તમે કહો તો 'સ્ત્રીઓની મૂંઝવણ' વિશે બોલું.
કેતકીબહેન
 : 
ના, ના. તમારી મૂંઝવણ તમારી પાસે જ રાખો. આપણે હાસ્યમાં મૂંઝવણ ઊભી થાય એવું નથી કરવું.
સુધાબહેન
 : 
તમને નથી લાગતું કે સ્ત્રીનું જીવન એક લાફટર ચેલેન્જ છે! બધાંને ખુશમાં રાખવાનાં, હસતાં રાખવાનાં ને આપણે પણ હસતાં રહેવાનું.
કેતકીબહેન
 : 
ચાલો, ફિલોસોફી શરૂ થઈ ગઈ.
ભારતીબહેન
 : 
પહેલાં તો બહેનોએ એ જાણવું જરૂરી છે કે હાસ્ય એટલે શું? એના પ્રકાર કેટલા? એ કેવી રીતે નિષ્પન્ન થાય?
સુધાબહેન
 : 
આ પ્રોફેસરો રિટાયર થાય ને તો ય એમની લેકચર આપવાની આદત ન જાય. વાસંતીબહેન તમે કેમ શાંત છો? બોલો, બોલો. ‘બોલે એના બોર વેચાય.’
વાસંતીબહેન
 : 
તે આપણે ક્યાં બોર વેચવા છે? હું તો રહી પ્રકૃતિપ્રેમી, તમને નથી લાગતું કે આપણે પ્રકૃતિને સાવ ભૂલી જ ગયા છીએ, એવું કંઈ લખવું જોઈએ, 'મધુવન્તી બારી પાસે બેસી વિચારોના વૃંદાવનમાં રમી રહી હતી. સામેનો સોનચંપો, મધુરો મોગરો, ગુલાબની હસતી કળીઓ મનચંપાને તીરે સુગંધ લહેરાવતા હતા.’
કેતકીબહેન
 : 
(વાસંતીબહેનને વચ્ચેથી અટકાવતાં) તમારું પ્રકૃતિવર્ણન બીજી કોઈ વાર રાખીશું. હમણાં તો હાસ્યની સુગંધ રેલાય એવું કંઈ વિચારીએ.
રાગિણીબહેન
 : 
આમ તો તમે માનો કે ન માનો મારામાં નામ એવા ગુણ છે. રાગિણી. એ વાત જુદી છે કે હું જ્યારે પણ કોઈ ગીત ગાઉં છું ત્યારે હું કયો રાગ ગાઉં છું એ કોઈને સમજાતું નથી, કારણ કે મારા સૂરને સમજી શકે એવું કોઈ સક્ષમ સંગીતજ્ઞ હજી સુધી મને મળ્યું જ નથી. એમાં મારી ગાયનકળાનો શું દોષ? તમે કહો તો એ દિવસે આપણા કાર્યક્રમની શરૂઆત મારા ગીતથી જ કરીએ તો કેવું? જોઈએ તો હું કોઈ દેશભક્તિ ગીત કે રાષ્ટ્રગીત ગાઈશ.
કેતકીબહેન
 : 
ના... ના... રાગિણીબહેન. તમારા કંઠને કષ્ટ ના આપશો. કારણ કે પ્રેક્ષકોને દ્વિધા થશે કે કાર્યકરમ શરૂ થયો કે પૂરો થયો!
સોનલબહેન
 : 
સાંભળો. મને એક વિચાર આવ્યો. ૨૪ ઑગસ્ટ આપણા ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય કવિ વીર નર્મદનો જન્મદિવસ 'વિશ્વ ગુજરાતી ભાષા દિવસ' તરીકે ઊજવાય છે. આપણે આપણી બહેનોની એક એવી સ્પર્ધા રાખીએ કે જે એક પણ અંગ્રેજી શબ્દ વાપર્યા વગર શુદ્ધ ગુજરાતીમાં સતત પાંચ મિનિટ આપેલા વિષય પર બોલી શકે એને ઈનામ. વિષયો આગળથી આપવામાં નહીં આવે. ચિઠ્ઠી ખેંચીને જે વિષય આવે તેના પર શુદ્ધ ગુજરાતીમાં બોલવાનું.
બધાં
 : 
હા, હા. મજા આવશે. આવું કરીએ.
સોનલબહેન
 : 
બધાં તૈયારીઓ કરવા માંડો. બરાબર એક મહિના પછી આપણે આ સ્પર્ધા કરીશું. એક કાંકરે બે પક્ષી. સંસ્થાનું એક વર્ષ પૂર્ણ થયાની ઉજવણી અને વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી.
રાગિણીબહેન
 : 
(સોનલબહેનને વિનંતી કરતાં) મારું એકાદું ગીત...
સોનલબહેન
 : 
એ દિવસે જોઈશું.
કેતકીબહેન
 : 
મારે તો આ સ્પર્ધા જીતવી જ છે.
ભારતીબહેન
 : 
કેતકીબહેન, યાદ રાખજો હું પણ એ સ્પર્ધામાં ભાગ લેવાની છું. (બધાં હસે છે ને છૂટાં પડે છે.)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> દૃશ્ય : ૨



(રીમાનું ઘર. એક સોફો, બે ખુરશીઓ અને એક સેન્ટર ટેબલ)


(ડોરબેલ વાગે છે. રીમા હાથ લૂછતાં લૂછતાં બારણું ખોલે છે.)
રીમા
 : 
ઓહ, કેતકી! આવ આવ. શું વાત છે? કંઈ ઘણા દિવસે આ બહેનપણી યાદ આવી!
કેતકી
 : 
તું યાદ ન કરે. મારે તો તને યાદ કરવી પડે ને.
રીમા
 : 
રહેવા દે રહેવા દે હવે. બોલ શું લેશે? ચા, કોફી, શરબત?
કેતકી
 : 
બેસ બેસ. મારે કંઈ જોઈતું નથી. મારે તારું ખાસ કામ પડ્યું છે.
રીમા
 : 
જો આવી ગઈને લાઈન પર. મને થયું જ કે આ બહેન ગરજ વગર આવે એમ નથી. મજાક કરું છું. બોલ, શું કામ હતું?
કેતકી
 : 
જો મને યાદ છે આપણે સ્કૂલમાં હતા ને ત્યારે ગુજરાતીના વિષયમાં તને જ હાઈએસ્ટ માર્ક્સ આવતા.
રીમા
 : 
એટલે તું કહેવા શું માગે છે? મારે કોઈને ગુજરાતી શીખવાડવાનું છે?
કેતકી
 : 
ના ભાઈસા'બ. તું મારી પૂરી વાત તો સાંભળ.
રીમા
 : 
હા, બોલ.
કેતકી
 : 
આ અમારી સંસ્થા છે ને એમાં એક કોમ્પીટિશન રાખી છે. એમાં મારે ભાગ લેવો છે. તેમાં મને તારી હેલ્પ જોઈએ છે.
રીમા
 : 
ચોક્કસ, પણ ફોડ પાડીને સરખી વાત તો કર. શેની કોમ્પીટિશન છે એ તો કહે.
કેતકી
 : 
અમારી સંસ્થાને શરૂ થયાને એક વર્ષ પૂરું થયું એની અને 'વિશ્વ ગુજરાતી ભાષા દિવસ'ની ઊજવણી છે. એટલે અમારી સંસ્થાએ કોમ્પીટિશન રાખી છે કે એક પણ ઇંગ્લિશ વર્ડ વાપર્યા વગર જે કન્ટિન્યુઅસ પાંચ મિનિટ સુધી સતત આપણી માતૃભાષા ગુજરાતીમાં બોલી શકે એને પ્રાઈઝ, મારે આ પ્રાઈઝ જીતવું જ છે.
રીમા
 : 
કેતકી, મને લાગે છે તારા માટે આ બહુ કપરું છે.
કેતકી
 : 
(મોઢું ફુલાવીને) કેમ વળી? મને તો એમ કે તું મને મદદ કરશે પણ આમ મને 'ડિસ્કરેજ' કરશે એવું નહોતું ધાર્યું.
રીમા
 : 
તું ખોટું નહીં લગાડ પણ તું અત્યાર સુધી જે ચાર-પાંચ વાક્યો બોલીને એમાં પણ દસ-બાર અંગ્રેજી શબ્દો બોલી.
કેતકી
 : 
(નવાઈ પામતાં) શું વાત કરે છે?
રીમા
 : 
એ જ તો છે. અનાયાસે જ આપણે એટલી ભેળસેળવાળી ભાષા બોલીએ છીએ કે આપણને ખબર જ નથી પડતી, ઘણી વાર તો અંગ્રેજી શબ્દોનું બહુવચન પાછું ગુજરાતીની જેમ કરીએ. જેમ કે ફ્રેન્ડો, બુકો ઘણીવાર તો બહુવચનનું પણ બહુવચન કરીએ જેમ જેન્ટ્સો, કે લેડીઝો તું હમણાં જે બધું બોલીને એમાં સ્કૂલ, હાઈએસ્ટ માર્ક્સ, કોમ્પીટિશન, પાર્ટ, હેલ્પ, વર્ડ, કન્ટિન્યુઅસ, પ્રાઈઝ, ડિસ્કરેજ, ઈંગ્લિશ- આ બધા અંગ્રેજી શબ્દો છે.
કેતકી
 : 
તો પછી તું મારાં વાક્યો 'પ્યોર' ગુજરાતીમાં બોલી બતાવ.
રીમા
 : 
પ્યોર અંગ્રેજી શબ્દ છે. એમ કહેવાય શુદ્ધ ગુજરાતીમાં બોલી બતાવ.
કેતકી
 : 
ઓ. કે. ઓ કે.
રીમા
 : 
જો પાછી એ પણ અંગ્રેજી છે. સારું, સારું એમ કહેવાનું.
કેતકી
 : 
હા બસ સારું (બે હાથ જોડતાં) મારાં વાક્યો શુદ્ધ ગુજરાતીમાં બોલી બતાવવાની આપ મહેરબાની કરશો?
રીમા
 : 
(હસીને) સાંભળ. એમ કહેવાય કે અમારી સંસ્થામાં એક સ્પર્ધા રાખી છે. એમાં મારે ભાગ લેવો છે. તું મને મદદ કરીશ?
કેતકી
 : 
સમજાઈ ગયું પણ મને બહુ નર્વસતા થાય છે.
રીમા
 : 
તું ય ખરી છે. અત્યાર સુધી તો ગુજરાતી અંગ્રેજી ભેળસેળવાળાં વાક્યો બોલતી હતી. હવે ભેળસેળવાળા શબ્દો ય બોલવા માંડી!
કેતકી
 : 
તો હું શું કરું?
રીમા
 : 
મારી સલાહ માન અને આ ગુજરાતી બુજરાતીનું ચક્કર છોડ.
કેતકી
 : 
ના, ના. મારે મારી સંસ્થામાં બતાવી આપવું છે કે 'હમ ભી કિસીસે કમ નહીં.'
રીમા
 : 
ચાલો, હવે હિન્દી પણ બોલવા માંડી!
કેતકી
 : 
આ પ્રાઈઝ તો મારે જીતવું જ છે.
રીમા
 : 
જો પાછી. 'પ્રાઈઝ' નહીં કેતકી, પુરસ્કાર કહેવાય.
કેતકી
 : 
મેં સ્પર્ધામાં મારું નામ પણ લખાવી દીધું છે, આ ઈનામ તો હું જીતીને જ બતાવીશ. જો પ્રાઈઝ એટલે 'ઈનામ' આવડયું ને મને? 'ઈનામ' શબ્દ ગુજરાતી જ છે હં.
રીમા
 : 
હા, હા, મેં ક્યાં ના પાડી?
કેતકી
 : 
તો પછી, હિંમતે મર્દા તો મદદે ખુદા, ઓહ! આ પાછું ઉર્દુ થઈ ગયું નહીં?
રીમા
 : 
કહું છું ક્યારની આ તારા માટે બહુ અઘરું છે પણ એક તું છે કંઈ સમજતી જ નથી.
કેતકી
 : 
તારે તો એક ફ્રેન્ડ તરીકે મને એન્કરેજ કરવી જોઈએ.
રીમા
 : 
હા, હા. (કટાક્ષમાં હસતાં હસતાં) એક મિત્ર તરીકે મારે તને પ્રોત્સાહન આપવું જ જોઈએ.
કેતકી
 : 
(જરા ખોટું લાગ્યું હોય એમ) સમજી ગઈ. બરાબર સમજી ગઈ. જોને હવે તો આ ઈનામ હું જીતીને જ બતાવીશ.
રીમા
 : 
(કેતકીને મનાવતાં) સારું સારું. ચાલ હવે ચા મૂકું છું અને સાથે થોડો નાસ્તો પણ કરીએ.
કેતકી
 : 
(એકદમ ત્વરાથી ઊભી થતાં) નહીં, નહીં. હવે એવો બધો સમય નથી મારી પાસે. આ ઘડીથી મારી તૈયારી શરૂ. હવે તો ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું. 'યા હોમ કરીને પડો, ફતેહ છે આગે' (કેતકી જુસ્સાભેર મંચ પરથી બહાર જાય છે.) પછી ભલેને વાગે.
રીમા
 : 
આ એમનો આવવાનો સમય થઈ ગયો. કેતકીના ગુજરાતીના ચક્કરમાં મારી રસોઈ કરવાની રહી ગઈ. (રીમા બબડતાં બબડતાં અંદર જાય છે.)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> દૃશ્ય -૩



(જુદું ઘર બતાવવા સેન્ટર ટેબલ લઈ લેવું. એના બદલે સાઈડ ટેબલ કે ટીપોય એક ખૂણામાં મૂકવી. ટીપોય પર છાપાં પડ્યાં છે.)
કેતકી
 : 
(પ્રેક્ષકોને ગુજરાતી શબ્દકોશ બતાડતાં) જુઓ, પુસ્તકોની દુકાનમાંથી 'અંગ્રેજીમાંથી ગુજરાતી' શબ્દકોશ ખરીદી લાવી છું. જલ્દી જલ્દી રસોઈ કરી આ શબ્દકોશ લઈને બેસી જાઉં છું. પંદર દિવસથી મહેનત કરું છું. શુદ્ધ ગુજરાતી બોલવાની એવી ટેવ પાડી છે ને કે એક પણ અંગ્રેજી શબ્દ ભૂલથી યે જીભને ટેરવે આવે જ નહીં ને. આવી પણ જાય ને કે તરત જ આ શબ્દકોશમાંથી એનો ગુજરાતી શબ્દ જોઈ લઉં,

(કેતકીની દીકરી પ્રિયમ અંદરથી પ્રવેશે છે),

પ્રિયમ
 : 
મમ્મી! મને કેમ ઉઠાડી નહીં. કેટલું મોડું થઈ ગયું! મેં એલાર્મ પણ મૂકેલો. લાગે છે એ પણ વાગ્યો નહીં.
કેતકી
 : 
ના બેટા, તારી વહેલા ઊઠવાની સૂચના આપતી ઘંટી વાગેલી પણ તેં જ બે ઘંટી વાગી હશે ને બંધ કરી દીધી. મને એમ કે તારે આજે વહેલા નહીં જવાનું હોય.
પ્રિયમ
 : 
(કપાળે હાથ દેતાં) ઓહ! ગોડ!
કેતકી
 : 
હે! ભગવાન!
પ્રિયમ
 : 
તને શું થયું હવે?
કેતકી
 : 
કંઈ નહીં. તું જે અંગ્રેજીમાં બોલે છે એનું ગુજરાતી કરું છું. બેટા, રાંધવાનો વાયુ ખલાસ થઈ ગયો છે. વાયુની ટાંકીવાળાને દૂરધ્વનિ કરજેને.
પ્રિયમ
 : 
મમ્મી, હવે હદ થાય છે. હું તો કંટાળી ગઈ છું તારાથી. (બબડતાં બબડતાં અંદર જાય છે.)
કેતકી
 : 
(પ્રિયમ જે તરફ ગઈ એ તરફ મોટેથી બોલતાં) બેટા, મહાવિદ્યાલયમાં જતી વખતે તારો અલ્પાહારનો ડબ્બો નહીં ભૂલતી.
પ્રિયમ
 : 
(કૉલેજની બેગ ખભે ભેરાવતાં રંગમંચ પર આવે છે. જલ્દી જલ્દી, બોલે છે) મમ્મી જાઉં છું અને અલ્પાહારનો ડબ્બો લીધો છે. તું કંઈ જ બોલતી નહીં, પ્લીઝ.
કેતકી
 : 
(તરત જ) મહેરબાની કરીને (પ્રિયમ દોડતી રંગમંચની બહાર નીકળી જાય છે.)

 : 
(કેતકી એના પતિ સુમિતને ફોન જોડે છે.)
કેતકી
 : 
એ આજે એમનું ગતિશીલ ધ્વનિયંત્ર ઘરે ભૂલી ગયા છે એટલે હવે જમીન-જોડાણ પર દૂરધ્વનિ કરવો પડશે. (ફોન જોડે છે, ફોન પર) સાંભળો છો? આજે તમે તમારા કાર્યાલયમાંથી વહેલા આવો તો બહુપટલવાળા કોઈ સિનેમાગૃહમાં સરસ ચલચિત્ર જોવા જઈએ. ... હેં શું કહ્યું? નથી સમજાતું? આટલું સીધેસાદું ગુજરાતી નથી સમજાતું! શું કહ્યું? કયું ચલચિત્ર જોવું છે? એ ચાલુ રાખજો. હું વર્તમાનપત્રમાં ચલચિત્રની જાહેરાત આવી હોય ને તે જોઈને કહું. (કેતકી સાઈડ ટેબલ પર પડેલું છાપું ખોલીને જુએ છે અને બોલે છે.) સાંભળો! આ શું? કપાઈ ગયો લાગે છે.


(ડોરબેલ વાગે છે. કેતકી બારણું ખોલે છે. સામે રીમા ઊભી છે.)
કેતકી
 : 
રીમા! શું વાત છે! આજે તું ક્યાંથી ભૂલી પડી?
રીમા
 : 
મને થયું લાવ જોઉં તો ખરી તારું ગુજરાતી અભિયાન કેવું ચાલે છે.
કેતકી
 : 
એકદમ સરસ. તું બેસ. હું તારા માટે પાણી લઈ આવું,


(કેતકી પાણી લેવા અંદર જાય છે.)
રીમા
 : 
(પ્રેક્ષકોને) હમણાં માત્ર પાંચ મિનિટ એની સાથે વાત કરીશ ને ખબર પડી જશે કે એ કેટલા અંગ્રેજી શબ્દો બોલે છે તે.


(કેતકી પાણીનો ગ્લાસ લઈને પ્રવેશે છે.)
કેતકી
 : 
(રીમાને પાણી આપતાં) લે પાણી. બોલ, શું ખબર છે?
રીમા
 : 
આ બાજુથી નીકળી હતી મને થયું લાવ જરા તને મળતી જાઉં. તારી સ્પર્ધાની તૈયારી કેમ ચાલે છે?
કેતકી
 : 
એકદમ સરસ.
રીમા
 : 
(હાથમાં પકડેલા પાણીના ગ્લાસને જોતાં) આ તારો ગ્લાસ સરસ છે.
કેતકી
 : 
પ્યાલો.
રીમા
 : 
ઓહ! (હસતાં) સમજી ગઈ. રસોઈ થઈ ગઈ? ડિનરમાં શું બનાવ્યું?
કેતકી
 : 
'ડિનર' નહીં રીમા. તારે એમ પૂછવું જોઈએ કે વાળુમાં શું બનાવ્યું છે?
રીમા
 : 
અરે હા. સોરી, સોરી.
કેતકી
 : 
જો પાછી. 'માફ કર, માફ કર'. કહેવાનું
રીમા
 : 
(બે હાથ અને માથું જોડીને) હા, બહેન કેતકી. મારી ભૂલ થઈ ગઈ. મને માફ કર ને કહે કે તેં વાળુમાં શું વાનગી બનાવી છે?
કેતકી
 : 
વસંતવીટા.
રીમા
 : 
હેં! એ વળી કઈ વાનગી ?
કેતકી
 : 
તું જ વિચાર કર. મેં તો નક્કી જ કર્યું છે કે હું એક પણ અંગ્રેજી શબ્દ બોલવાની જ નથી. તેં શું બનાવ્યું છે?
રીમા
 : 
તળેલો ભાત.
કેતકી
 : 
હાય! હાય! એટલે તેં ભાતને તળ્યો?
રીમા
 : 
ના રે ના. જો તું સ્પ્રીંગ રોલ્સને વસંતવીટા કહે તો મારે ફ્રાઈડ રાઈસને તળેલો ભાત જ કહેવો પડે ને.
કેતકી
 : 
હા. આ વસંત શબ્દ પરથી એક વાત યાદ આવી. અમારા પાડોશીનો પાંચ વર્ષનો બાબો આવીને મને કહે છે, 'કેતકી આન્ટી, હું એક ગુજરાતી વાક્ય કહીશ. તેનું તમારે અંગ્રેજી કરવાનું. મેં એને કહ્યું, બેટા, હું માંડ માંડ અંગ્રેજીમાંથી ગુજરાતી તરફ વળી છું તેમાં વળી પાછો તું મને અંગ્રેજી તરફ ક્યાં વાળે છે?
રીમા
 : 
પછી?
કેતકી
 : 
એ બાબો કહે, 'વસંતે મને મુક્કો માર્યો', એનું અંગ્રેજી કરો. હું વિચારમાં પડી એટલે એ તરત ખડખડ હસતાં બોલ્યો, વસંત પંચમી.
રીમા
 : 
(ખડખડ હસતાં) કહેવું પડે હં. આજકાલના છોકરાઓ બહુ સ્માર્ટ હોય છે.
કેતકી
 : 
(રીમાને ટોકતાં) 'સ્માર્ટ' નહીં કહેવાનું. 'ચતુર', આજકાલના છોકરાઓ બહુ ચતુર હોય છે.
રીમા
 : 
(સ્વગત અથવા પ્રેક્ષકોને) આ તો હવે મારી કસોટી થઈ રહી છે!


(કેતકીને) બોલ, બીજા શું ખબર ?
કેતકી
 : 
આજે તો હું એવી કંટાળી ગઈ છું. અમારા એ છે ને એમનું ગતિશીલ ધ્વનિયંત્ર ઘેર ભૂલી ગયા છે. એમના ઘરાકોના એટલા બધા દૂરધ્વનિ આવે છે કે હું તો કંટાળી ગઈ છું.
રીમા
 : 
હવે મને ખાતરી થઈ ગઈ છે કે જે ‘મોબાઈલ' ફોનને પણ ગુજરાતીમાં બોલી શકે એનું ઈનામ પાક્કું. ચાલ, હવે હું જાઉં. ટીવી રીપેર કરવાવાળો આવવાનો છે. સિરિયલ જોયા વગર તો કેમ ચાલે?
કેતકી
 : 
દૂરદર્શનની મરામત કરવાવાળો આવવાનો છે. ધારાવાહિક જોયા વગર તો કેમ ચાલે?
રીમા
 : 
સમજી ગઈ. સમજી ગઈ.
કેતકી
 : 
આજકાલ દૂરદર્શન પર શું જુએ છે?
રીમા
 : 
આજકાલ દૂરદર્શન જુએ છે જ કોણ?
કેતકી
 : 
(નવાઈ પામતાં) કેમ રંગો, તારાઓ કંઈ નથી જોતી!
રીમા
 : 
એ બધું તો આકાશમાં જોવા મળે.
કેતકી
 : 
શું હવે તો રંગો ગુજરાતી પર કેટલી સરસ ધારાવાહિકો આવે છે.
રીમા
 : 
હે ભગવાન! સમજી ગઈ તું Colors અને Stars ચેનલ્સની વાત કરે છે. (બે હાથ જોડીને) બેન કેતકી, હવે તારી સાથે વધારે વાત કરવાની મારામાં ક્ષમતા નથી. બાય... બા...ય.


(ઝડપથી ભાગે છે).
કેતકી
 : 
એ આવજે... આવજે.... પ્રિયમ હજી આવી નહીં. ચાલ એ આવે એ પહેલાં થોડી ઊંઘ ખેંચી લઉં. (કેતકી સોફા પર આડી પડે છે. પ્રિયમ ધીમે પગલે આવે છે. કૉલેજની બેગ એક તરફ મૂકે છે.)
પ્રિયમ
 : 
હાશ ! મમ્મી સૂતી છે. થોડીવાર શાંતિ, પહેલાં પપ્પાએ સોંપેલું કામ કરી લઉં. મમ્મીની સંસ્થાના પ્રમુખ સોનલબહેનને ફોન કરી દઉં. (પ્રિયમ કેતકીનો મોબાઈલ લે છે. ફોન જોડે છે.) હેલો, સોનલ આન્ટી, જયશ્રીકૃષ્ણ. કેમ છો તમે? તમારી સંસ્થાની શુદ્ધ ગુજરાતીમાં બોલવાની સ્પર્ધા ક્યારે છે? કારણ કે મારી મમ્મી એ માટે જે રીતે તૈયારી કરી રહી છે ને અમે તો કંટાળ્યા છીએ. મારા ડેડી ડરના માર્યા ઘરમાં કંઈ બોલતા જ નથી અને ઓફિસેથી આવીને જમીને સીધા સૂઈ જ જાય છે. પ્લીઝ, આન્ટી આ સ્પર્ધાનું કાલે ને કાલે આયોજન કરો નહીં તો 'કેન્સલ' કરો. ('કેન્સલ' શબ્દ કાને પડતાં કેતકી સફાળી જાગી.)
કેતકી
 : 
'કેન્સલ' નહીં 'રદ કરો' કહેવાય. (વીજળીનો ઝટકો લાગ્યો હોય એમ પ્રિયમના હાથમાંથી મોબાઈલ પડી જાય.) (બંને સ્થિર. મંચ પર અંધારું)