સાત પગલાં આકાશમાં/૧૯: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading| ૧૯ | }} {{Poem2Open}} સબળમાં સબળ માણસની પણ ક્યાંક એકાદ નબળી કડી હોય છે. સુમિત્રા હિંમતવાળી હતી, સાહસિક હતી. પોતાની વાત સિદ્ધ કરવા માટેની તેની રીત ગાંધીની નહોતી, ગેરીલાની હતી. પણ એક જગ્...") |
No edit summary |
||
| Line 5: | Line 5: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સબળમાં સબળ માણસની પણ ક્યાંક એકાદ નબળી કડી હોય છે. સુમિત્રા હિંમતવાળી હતી, સાહસિક હતી. પોતાની વાત સિદ્ધ કરવા માટેની તેની રીત ગાંધીની નહોતી, ગેરીલાની હતી. પણ એક જગ્યાએ એ હારી ગઈ. બધી સ્ત્રીઓ હારી જાય છે. પ્રેમ માટેની ઝંખના, એ લગભગ દરેક સ્ત્રીની નબળી કડી હોય છે. પ્રેમ માટેની ઇચ્છા અને સલામતીની શોધ — હું ધારું છું કે આ બે બાબતો જ તેની દુર્દશા માટે સૌથી વધુ જવાબદાર છે. પ્રેમની જરૂરિયાતને કા૨ણે જ તે ગમે ત્યાં ફેંકાઈ જાય છે, ગમે તેવા માણસમાં હૃદય આરોપી દે છે, પોતાના હાથે પોતાનું મસ્તક ઉતારી કમળપૂજા થાળમાં ધરી દે છે. એ વખતે પુરુષ સારો હોય તો સ્ત્રી પ્રમાણમાં સંતોષપૂર્વક જીવન જીવી જાય છે, નહિ તો તે જીવે છે, પણ તેનામાં પ્રાણ રહેતો નથી. | સબળમાં સબળ માણસની પણ ક્યાંક એકાદ નબળી કડી હોય છે. સુમિત્રા હિંમતવાળી હતી, સાહસિક હતી. પોતાની વાત સિદ્ધ કરવા માટેની તેની રીત ગાંધીની નહોતી, ગેરીલાની હતી. પણ એક જગ્યાએ એ હારી ગઈ. બધી સ્ત્રીઓ હારી જાય છે. પ્રેમ માટેની ઝંખના, એ લગભગ દરેક સ્ત્રીની નબળી કડી હોય છે. પ્રેમ માટેની ઇચ્છા અને સલામતીની શોધ — હું ધારું છું કે આ બે બાબતો જ તેની દુર્દશા માટે સૌથી વધુ જવાબદાર છે. પ્રેમની જરૂરિયાતને કા૨ણે જ તે ગમે ત્યાં ફેંકાઈ જાય છે, ગમે તેવા માણસમાં હૃદય આરોપી દે છે, પોતાના હાથે પોતાનું મસ્તક ઉતારી કમળપૂજા થાળમાં ધરી દે છે. એ વખતે પુરુષ સારો હોય તો સ્ત્રી પ્રમાણમાં સંતોષપૂર્વક જીવન જીવી જાય છે, નહિ તો તે જીવે છે, પણ તેનામાં પ્રાણ રહેતો નથી. | ||
પુરુષને પ્રેમની જરૂ૨ નથી હોતી? હોય છે, પણ એ એની જરૂરિયાતનો થોડો અમથો ભાગ છે. તેને બહા૨ની વિશાળ દુનિયાની જરૂર હોય છે, સ્થાન અને માનની, કાર્યસિદ્ધિની અને સ્પર્ધામાં આગળ રહેવાની, પોતાના અહંના સંતોષ માટે જરૂર હોય છે. તેને ‘સેક્સ’ની જરૂ૨ હોય છે. પણ એ એક ‘બાયોલૉજિકલ ટ્રેજેડી’ છે કે દેહસંબંધનું પુરુષના દેહ પર પછી કોઈ બંધન રહેતું નથી, એ સંબંધનું પરિણામ ફક્ત સ્ત્રીના | પુરુષને પ્રેમની જરૂ૨ નથી હોતી? હોય છે, પણ એ એની જરૂરિયાતનો થોડો અમથો ભાગ છે. તેને બહા૨ની વિશાળ દુનિયાની જરૂર હોય છે, સ્થાન અને માનની, કાર્યસિદ્ધિની અને સ્પર્ધામાં આગળ રહેવાની, પોતાના અહંના સંતોષ માટે જરૂર હોય છે. તેને ‘સેક્સ’ની જરૂ૨ હોય છે. પણ એ એક ‘બાયોલૉજિકલ ટ્રેજેડી’ છે કે દેહસંબંધનું પુરુષના દેહ પર પછી કોઈ બંધન રહેતું નથી, એ સંબંધનું પરિણામ ફક્ત સ્ત્રીના શરી૨ને જ બાંધે છે. | ||
પુરુષને સેક્સની જરૂર છે, પોતાને સાચવનારની, ‘પોતાનું ઘર’ સંભાળનારની જરૂર છે, ‘પોતાનો વંશ’ ચલાવનારની જરૂર હોય છે. એ બધા પછી નિર્ભેળ સુંદર પ્રેમ માટે બહુ થોડી જગ્યા તેની પાસે બચે છે. સ્ત્રીને કોઈ સ્થાન પ્રાપ્ત કરવાનું નથી, કોઈ સિદ્ધિ હાંસલ કરવાની નથી, કોઈ સ્પર્ધામાં ઊતરવાનું નથી — સિવાય કે પડોશી કરતાં અથવા જે લોકો સાથે સરખામણી કરી શકાય તેવા લોકો કરતાં પોતાની સાડી વધુ સારી હોય, પોતાના ઘરની ચીજવસ્તુઓ વધારે સુંદર કે કીમતી હોય, કે પોતાનું મુખ વધુ રૂપાળું હોય. અને આ બધી નજીવી બાબતો છે. સ્ત્રીને પોતાનો વંશ નથી, પોતાની સુવાંગ માલિકીનું ઘર નથી. નાનપણથી જ્યાં ઊછરી હતી તે ઘર, માતાપિતા, સખીઓનો કલ્લોલ — બધું છૂટી જાય છે અને સાવ નવા લોકો, નવા સંબંધો, નવું ઘર, નવું ગામ તેને આત્મસાત્ થતાં નથી. અને એટલે તેનો આખોય આંતરપ્રદેશ ખાલી રહે છે, સુક્કો રહે છે, પ્રેમનાં જળ માટે તરસે મરે છે. કોઈકના સ્વસ્થ, સબળ, પૂનમની ચાંદનીની જેમ ચારે છેડેથી વરસી રહેતા અને પોતાને ઉપરનીચે અંદરબહાર ચારે તરફથી હરિયાળી કરી મૂકતા પ્રેમ માટે તે ઝૂરે છે. આ કાંઈ એક-બે સ્ત્રીની જરૂરિયાત નથી, સમસ્ત નારીહૃદયના ધબકાર છે. આ પ્રેમ વિના હૃદયને સભરતાનો, તૃપ્તિનો અનુભવ નથી થતો. પણ એક વાર એને એ મળે, તો તે સોળે કળાએ ખીલી ઊઠે છે, — જાણે આ એક જરૂરિયાત પૂરી થાય તો પછી બીજી જરૂરતો પૂરી નહિ થાય તો ચાલશે; પછી સુક્કો રોટલો અને થીંગડાવાળાં વસ્ત્રો ચાલશે. | પુરુષને સેક્સની જરૂર છે, પોતાને સાચવનારની, ‘પોતાનું ઘર’ સંભાળનારની જરૂર છે, ‘પોતાનો વંશ’ ચલાવનારની જરૂર હોય છે. એ બધા પછી નિર્ભેળ સુંદર પ્રેમ માટે બહુ થોડી જગ્યા તેની પાસે બચે છે. સ્ત્રીને કોઈ સ્થાન પ્રાપ્ત કરવાનું નથી, કોઈ સિદ્ધિ હાંસલ કરવાની નથી, કોઈ સ્પર્ધામાં ઊતરવાનું નથી — સિવાય કે પડોશી કરતાં અથવા જે લોકો સાથે સરખામણી કરી શકાય તેવા લોકો કરતાં પોતાની સાડી વધુ સારી હોય, પોતાના ઘરની ચીજવસ્તુઓ વધારે સુંદર કે કીમતી હોય, કે પોતાનું મુખ વધુ રૂપાળું હોય. અને આ બધી નજીવી બાબતો છે. સ્ત્રીને પોતાનો વંશ નથી, પોતાની સુવાંગ માલિકીનું ઘર નથી. નાનપણથી જ્યાં ઊછરી હતી તે ઘર, માતાપિતા, સખીઓનો કલ્લોલ — બધું છૂટી જાય છે અને સાવ નવા લોકો, નવા સંબંધો, નવું ઘર, નવું ગામ તેને આત્મસાત્ થતાં નથી. અને એટલે તેનો આખોય આંતરપ્રદેશ ખાલી રહે છે, સુક્કો રહે છે, પ્રેમનાં જળ માટે તરસે મરે છે. કોઈકના સ્વસ્થ, સબળ, પૂનમની ચાંદનીની જેમ ચારે છેડેથી વરસી રહેતા અને પોતાને ઉપરનીચે અંદરબહાર ચારે તરફથી હરિયાળી કરી મૂકતા પ્રેમ માટે તે ઝૂરે છે. આ કાંઈ એક-બે સ્ત્રીની જરૂરિયાત નથી, સમસ્ત નારીહૃદયના ધબકાર છે. આ પ્રેમ વિના હૃદયને સભરતાનો, તૃપ્તિનો અનુભવ નથી થતો. પણ એક વાર એને એ મળે, તો તે સોળે કળાએ ખીલી ઊઠે છે, — જાણે આ એક જરૂરિયાત પૂરી થાય તો પછી બીજી જરૂરતો પૂરી નહિ થાય તો ચાલશે; પછી સુક્કો રોટલો અને થીંગડાવાળાં વસ્ત્રો ચાલશે. | ||
પ્રેમની જરૂરિયાતની બાબતમાં સ્ત્રી અને પુરુષ એક વેવ-લેન્ગ્થ પર નથી હોતાં તેથી પ્રશ્નો સરજાય છે. સ્ત્રી સર્વસ્વ આપીને ચાહે છે, પુરુષ પોતાનો અંશ આપીને. તેથી સંબંધની યાત્રા અર્ધવિરામે અટકી પડે છે. નિરપેક્ષ પ્રેમ, એકપક્ષી પ્રેમ, પામવાની કામના વિના માત્ર ‘આપવા’થી ધન્યતા અનુભવતો પ્રેમ — એ આ સંસારની ભૂમિમાં ઊગતો મોલ નથી. સુમિત્રા અલ્લડ અને તેજીલી યુવતી હતી પણ પ્રેમની બાબતમાં તે બીજી કોઈ પણ સ્ત્રી જેવી જ હતી. અનિમેષને તે મળી અને તેને આકંઠ ચાહી બેઠી. અનિમેષે હજી હમણાં જ મુંબઈ આવીને પોતાની જાહેરખબરની એજન્સી શરૂ કરી હતી. એક સંબંધીને ત્યાં તે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો. સુમિત્રાએ ‘વિમેન્સ હૉસ્ટેલ’માં રહીને એક ટ્રાવેલ બ્યૂરોના જાહેર સંપર્ક-વિભાગમાં નોકરી લીધી હતી. અનિમેષ એક વાર ત્યાં દિલ્હીની ટિકિટ લેવા આવ્યો અને તેની આંખો સુમિત્રા પર જડાઈ રહી. કાગળિયાંની આપલે કરતાં તેનો હાથ સુમિત્રાના હાથને અડ્યો અને સુમિત્રાએ પોતાની અંદર એક પ્રબળ કંપ અનુભવ્યો. પછી તે બીજી વાર આવ્યો. ત્રીજી વા૨ કામ સિવાયની વાતો થઈ. સાથે કૉફી પીધી. અનિમેષ વાચાળ, ચપળ, સ્ફૂર્તિલો જુવાન હતો. મિત્રતાનો તેણે હાથ લંબાવ્યો. સુમિત્રાએ સ્વીકાર્યો. સાથે ફરવા ગયાં. સાથે જમ્યાં. હસ્યાં. વાતો કરી. અનિમેષે ઊંડા અવાજે કહ્યું : ‘આટલા આનંદનો અનુભવ મેં ક્યારેય કર્યો નહોતો.’ | પ્રેમની જરૂરિયાતની બાબતમાં સ્ત્રી અને પુરુષ એક વેવ-લેન્ગ્થ પર નથી હોતાં તેથી પ્રશ્નો સરજાય છે. સ્ત્રી સર્વસ્વ આપીને ચાહે છે, પુરુષ પોતાનો અંશ આપીને. તેથી સંબંધની યાત્રા અર્ધવિરામે અટકી પડે છે. નિરપેક્ષ પ્રેમ, એકપક્ષી પ્રેમ, પામવાની કામના વિના માત્ર ‘આપવા’થી ધન્યતા અનુભવતો પ્રેમ — એ આ સંસારની ભૂમિમાં ઊગતો મોલ નથી. સુમિત્રા અલ્લડ અને તેજીલી યુવતી હતી પણ પ્રેમની બાબતમાં તે બીજી કોઈ પણ સ્ત્રી જેવી જ હતી. અનિમેષને તે મળી અને તેને આકંઠ ચાહી બેઠી. અનિમેષે હજી હમણાં જ મુંબઈ આવીને પોતાની જાહેરખબરની એજન્સી શરૂ કરી હતી. એક સંબંધીને ત્યાં તે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો. સુમિત્રાએ ‘વિમેન્સ હૉસ્ટેલ’માં રહીને એક ટ્રાવેલ બ્યૂરોના જાહેર સંપર્ક-વિભાગમાં નોકરી લીધી હતી. અનિમેષ એક વાર ત્યાં દિલ્હીની ટિકિટ લેવા આવ્યો અને તેની આંખો સુમિત્રા પર જડાઈ રહી. કાગળિયાંની આપલે કરતાં તેનો હાથ સુમિત્રાના હાથને અડ્યો અને સુમિત્રાએ પોતાની અંદર એક પ્રબળ કંપ અનુભવ્યો. પછી તે બીજી વાર આવ્યો. ત્રીજી વા૨ કામ સિવાયની વાતો થઈ. સાથે કૉફી પીધી. અનિમેષ વાચાળ, ચપળ, સ્ફૂર્તિલો જુવાન હતો. મિત્રતાનો તેણે હાથ લંબાવ્યો. સુમિત્રાએ સ્વીકાર્યો. સાથે ફરવા ગયાં. સાથે જમ્યાં. હસ્યાં. વાતો કરી. અનિમેષે ઊંડા અવાજે કહ્યું : ‘આટલા આનંદનો અનુભવ મેં ક્યારેય કર્યો નહોતો.’ | ||
Latest revision as of 19:19, 14 April 2025
સબળમાં સબળ માણસની પણ ક્યાંક એકાદ નબળી કડી હોય છે. સુમિત્રા હિંમતવાળી હતી, સાહસિક હતી. પોતાની વાત સિદ્ધ કરવા માટેની તેની રીત ગાંધીની નહોતી, ગેરીલાની હતી. પણ એક જગ્યાએ એ હારી ગઈ. બધી સ્ત્રીઓ હારી જાય છે. પ્રેમ માટેની ઝંખના, એ લગભગ દરેક સ્ત્રીની નબળી કડી હોય છે. પ્રેમ માટેની ઇચ્છા અને સલામતીની શોધ — હું ધારું છું કે આ બે બાબતો જ તેની દુર્દશા માટે સૌથી વધુ જવાબદાર છે. પ્રેમની જરૂરિયાતને કા૨ણે જ તે ગમે ત્યાં ફેંકાઈ જાય છે, ગમે તેવા માણસમાં હૃદય આરોપી દે છે, પોતાના હાથે પોતાનું મસ્તક ઉતારી કમળપૂજા થાળમાં ધરી દે છે. એ વખતે પુરુષ સારો હોય તો સ્ત્રી પ્રમાણમાં સંતોષપૂર્વક જીવન જીવી જાય છે, નહિ તો તે જીવે છે, પણ તેનામાં પ્રાણ રહેતો નથી. પુરુષને પ્રેમની જરૂ૨ નથી હોતી? હોય છે, પણ એ એની જરૂરિયાતનો થોડો અમથો ભાગ છે. તેને બહા૨ની વિશાળ દુનિયાની જરૂર હોય છે, સ્થાન અને માનની, કાર્યસિદ્ધિની અને સ્પર્ધામાં આગળ રહેવાની, પોતાના અહંના સંતોષ માટે જરૂર હોય છે. તેને ‘સેક્સ’ની જરૂ૨ હોય છે. પણ એ એક ‘બાયોલૉજિકલ ટ્રેજેડી’ છે કે દેહસંબંધનું પુરુષના દેહ પર પછી કોઈ બંધન રહેતું નથી, એ સંબંધનું પરિણામ ફક્ત સ્ત્રીના શરી૨ને જ બાંધે છે. પુરુષને સેક્સની જરૂર છે, પોતાને સાચવનારની, ‘પોતાનું ઘર’ સંભાળનારની જરૂર છે, ‘પોતાનો વંશ’ ચલાવનારની જરૂર હોય છે. એ બધા પછી નિર્ભેળ સુંદર પ્રેમ માટે બહુ થોડી જગ્યા તેની પાસે બચે છે. સ્ત્રીને કોઈ સ્થાન પ્રાપ્ત કરવાનું નથી, કોઈ સિદ્ધિ હાંસલ કરવાની નથી, કોઈ સ્પર્ધામાં ઊતરવાનું નથી — સિવાય કે પડોશી કરતાં અથવા જે લોકો સાથે સરખામણી કરી શકાય તેવા લોકો કરતાં પોતાની સાડી વધુ સારી હોય, પોતાના ઘરની ચીજવસ્તુઓ વધારે સુંદર કે કીમતી હોય, કે પોતાનું મુખ વધુ રૂપાળું હોય. અને આ બધી નજીવી બાબતો છે. સ્ત્રીને પોતાનો વંશ નથી, પોતાની સુવાંગ માલિકીનું ઘર નથી. નાનપણથી જ્યાં ઊછરી હતી તે ઘર, માતાપિતા, સખીઓનો કલ્લોલ — બધું છૂટી જાય છે અને સાવ નવા લોકો, નવા સંબંધો, નવું ઘર, નવું ગામ તેને આત્મસાત્ થતાં નથી. અને એટલે તેનો આખોય આંતરપ્રદેશ ખાલી રહે છે, સુક્કો રહે છે, પ્રેમનાં જળ માટે તરસે મરે છે. કોઈકના સ્વસ્થ, સબળ, પૂનમની ચાંદનીની જેમ ચારે છેડેથી વરસી રહેતા અને પોતાને ઉપરનીચે અંદરબહાર ચારે તરફથી હરિયાળી કરી મૂકતા પ્રેમ માટે તે ઝૂરે છે. આ કાંઈ એક-બે સ્ત્રીની જરૂરિયાત નથી, સમસ્ત નારીહૃદયના ધબકાર છે. આ પ્રેમ વિના હૃદયને સભરતાનો, તૃપ્તિનો અનુભવ નથી થતો. પણ એક વાર એને એ મળે, તો તે સોળે કળાએ ખીલી ઊઠે છે, — જાણે આ એક જરૂરિયાત પૂરી થાય તો પછી બીજી જરૂરતો પૂરી નહિ થાય તો ચાલશે; પછી સુક્કો રોટલો અને થીંગડાવાળાં વસ્ત્રો ચાલશે. પ્રેમની જરૂરિયાતની બાબતમાં સ્ત્રી અને પુરુષ એક વેવ-લેન્ગ્થ પર નથી હોતાં તેથી પ્રશ્નો સરજાય છે. સ્ત્રી સર્વસ્વ આપીને ચાહે છે, પુરુષ પોતાનો અંશ આપીને. તેથી સંબંધની યાત્રા અર્ધવિરામે અટકી પડે છે. નિરપેક્ષ પ્રેમ, એકપક્ષી પ્રેમ, પામવાની કામના વિના માત્ર ‘આપવા’થી ધન્યતા અનુભવતો પ્રેમ — એ આ સંસારની ભૂમિમાં ઊગતો મોલ નથી. સુમિત્રા અલ્લડ અને તેજીલી યુવતી હતી પણ પ્રેમની બાબતમાં તે બીજી કોઈ પણ સ્ત્રી જેવી જ હતી. અનિમેષને તે મળી અને તેને આકંઠ ચાહી બેઠી. અનિમેષે હજી હમણાં જ મુંબઈ આવીને પોતાની જાહેરખબરની એજન્સી શરૂ કરી હતી. એક સંબંધીને ત્યાં તે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો. સુમિત્રાએ ‘વિમેન્સ હૉસ્ટેલ’માં રહીને એક ટ્રાવેલ બ્યૂરોના જાહેર સંપર્ક-વિભાગમાં નોકરી લીધી હતી. અનિમેષ એક વાર ત્યાં દિલ્હીની ટિકિટ લેવા આવ્યો અને તેની આંખો સુમિત્રા પર જડાઈ રહી. કાગળિયાંની આપલે કરતાં તેનો હાથ સુમિત્રાના હાથને અડ્યો અને સુમિત્રાએ પોતાની અંદર એક પ્રબળ કંપ અનુભવ્યો. પછી તે બીજી વાર આવ્યો. ત્રીજી વા૨ કામ સિવાયની વાતો થઈ. સાથે કૉફી પીધી. અનિમેષ વાચાળ, ચપળ, સ્ફૂર્તિલો જુવાન હતો. મિત્રતાનો તેણે હાથ લંબાવ્યો. સુમિત્રાએ સ્વીકાર્યો. સાથે ફરવા ગયાં. સાથે જમ્યાં. હસ્યાં. વાતો કરી. અનિમેષે ઊંડા અવાજે કહ્યું : ‘આટલા આનંદનો અનુભવ મેં ક્યારેય કર્યો નહોતો.’ સ્વપ્નિલ આંખે સુમિત્રાએ કહ્યું : ‘મેં પણ.’ સાથે ફરતાં નિકટતાના એક પછી એક ઉંબર ઓળંગાતા ગયા. મરીન ડ્રાઇવ, જૂહુનો સાગરકાંઠો, આકસા બીચ… અને પછી માથેરાન. પ્રથમ પ્રેમની સઘળી મીઠાશ, સઘળો આવેગ, સઘળાં સપનાં લઈને સુમિત્રા અનિમેષના જીવનમાં પ્રવેશી અને… માથેરાનમાં, વન્ય સુગંધથી ભરેલાં ઊંચાં વૃક્ષોની પર્ણઘટા વચ્ચેથી લાલ માટીના રસ્તા પર રેલાતી મૃદુ જ્યોત્સ્નાને નીરખતાં, મીંચેલી આંખે સોનેરી બાળપણનાં સ્મરણો કહેતાં, એક પળે બધી જ સીમાઓ તૂટી ગઈ. કોઈ અંદેશો ન રહ્યો, કોઈ અળગાપણું ન રહ્યું. એક દુર્નિવાર ઉત્કટતાની ધસમસતી અનુભૂતિમાં, આજ પૂર્વે કદી ન જાણેલા, તીવ્રતમ વેદના અને તીવ્રતમ આનંદના પૂરમાં અલગતાનો આખરી ઉંબર તૂટી પડીને વહી ગયો. બીજે દિવસે સવારે સુમિત્રા વહેલી જાગીને હોટલના વરંડામાં ખુરશીમાં બેઠી હતી. પૂર્વ દિશામાંથી ધીરે ધીરે અજવાળું ઊગતું આવતું હતું. સુમિત્રાને થયું, આ અજવાળું પોતાની અંદર ઊગી રહ્યું છે. હવે ક્યાંય અંધારું નથી. અધૂરપ નથી. પ્રશ્નો છે પણ તે બહારના છે. અંદર હવે છે એક શાંતિ, અને એ શાંતિની વીણા પર પ્રેમનો મધુર ટંકાર. અંદર જાણે એક દીવો પ્રગટ્યો છે. ના, તે પોતે જ દીવો થઈ ગઈ છે. પોતે જ ધૂપ છે, પોતે જ સુગંધ છે. પવિત્રતાનું એક મંદિર પોતાની અંદર જન્મ્યું છે — નિઃશેષ સમર્પણની પવિત્રતા. આંખો જાણે પહેલાં કરતાં વધુ તેજભરી બની છે, ચહેરો પહેલાં કરતાં વધુ દીપ્તિમય. પગમાં વધુ ગતિ પુરાઈ છે. બધું જ વધારે થયું છે. પોતાનું અસ્તિત્વ વૃદ્ધિ પામ્યું છે, કારણ કે પ્રેમનો એક નવો આયામ જીવનમાં ઊઘડ્યો છે. સુખની મૃદુલ હવામાં ફૂલની જેમ ઝૂલતી તે અનિમેષના બહાર આવવાની રાહ જોઈ રહી, પણ તે આવ્યો નહિ. અરે, અહીં સુંદર પ્રભાત ખીલી રહ્યું છે અને એ હજી ઊંઘે છે? તે રૂમમાં ગઈ. અનિમેષ ઉઘાડી આંખે પલંગમાં પડ્યો હતો. તેનો ચહેરો નિસ્તેજ હતો. સુમિત્રા આશ્ચર્યથી બોલી : ‘કેમ, તબિયત ઠીક નથી?’ અનિમેષે તેના પર નજર માંડી. એ નજરમાં એક વિચિત્ર મૂંઝવણ હતી. ‘સુમિત્રા, મને માફ કરીશ?’ સુમિત્રાએ એક આંચકો અનુભવ્યો. ‘શું છે? શું છે?’ ‘પહેલાં કહે કે તું મને માફ કરશે?’ ‘કરવા જેવું હશે તો જરૂર કરીશ.’ ‘હું… સુમિત્રા… મેં…’ તે ઊભો થયો અને તેણે સુમિત્રાના ખભા પર હાથ મૂક્યા. ‘સુમિત્રા, મેં તને કહ્યું નહોતું. હું — મારાં લગ્ન થઈ ગયેલાં છે.’ સુમિત્રા ઝાટકા સાથે અનિમેષના હાથ તરછોડી બે ડગલાં પાછળ ખસી ગઈ. ‘ગુસ્સો ન કરીશ સુમિત્રા, કેટલાં વર્ષોથી હું એક સ્નિગ્ધ મધુર પ્રેમની શોધમાં હતો. તારામાં એ પ્રેમ મને મળ્યો અને મારી જિંદગી સફળ થઈ. તારા પ્રેમ વિના હવે હું જીવી શકું એમ નથી. તેથી જ આ વાત કહેવાની મારી હિંમત ચાલી નહોતી.’ તેણે આર્જવભરી આંખે સુમિત્રા સામે જોયું. સુમિત્રાના કંઠમાંથી કોઈ અવાજ નીકળ્યો નહિ. તે ધબ કરતી પાસે પડેલી ખુરશી પર બેસી ગઈ. આંખ પર તેણે હાથ ઢાંકી દીધો. નાનપણમાં જ મારાં લગ્ન થઈ ગયાં હતાં. મારે એક દીકરી છે, પણ મારે ને મારી પત્નીને કોઈ મેળ નથી.’ અનિમેષ ઝડપથી બોલવા લાગ્યો. ‘મેં તને ન કહ્યું એ મારી અવશ્ય ભૂલ છે. પણ તને હું હૃદયથી ચાહું છું. એ વિશે તને કંઈ શંકા છે? સાચે જ હું તને બધું કહેવા માગતો જ હતો, પણ મારી હિંમત ન ચાલી. ક્યાંક તું ચાલી જાય તો? — એ ડરનો માર્યો હું બોલી ન શક્યો. પણ એને ને મારે કાંઈ કરતાં કાંઈ મેળ નથી. હું તો આમ પણ એનાથી છૂટાછેડા લેવાનો જ હતો.’ સુમિત્રા ચૂપ જ રહી, હજુ ઘડી પહેલાં પોતે પ્રભાતનું તેજ હતી, સુખની હવા હતી. અને હવે એ ક્ષણિક ઉપરણો ભંગુર અંગ પરથી સરી પડ્યો હતો.
‘તને ખોઈને હું જીવી નહિ શકું’ — ફરી ફરી અનિમેષે એ વાત કરી હતી. શારદાથી પોતે અમસ્તો પણ છૂટો થઈ જવાનો જ હતો, એની ફરી ફરી એણે ખાતરી આપી હતી. ‘તે બહુ ઝઘડાળુ ને કર્કશા સ્ત્રી છે. તેની સાથે હું તો શું, કોઈ જ માણસ શાંતિથી રહી શકે તેમ નથી. જીવનમાં માધુર્ય શું ને સુંદરતા શું, કલા શું ને કવિતા શું — તેની તેને લેશ પણ ખબર નથી. તે એટલી તો પછાત છે! મેં ઘણા પ્રયત્નો કર્યા હતા, પણ એ બધું પથ્થરમાં પ્રાણ પૂરવા જેવું હતું. સુમિત્રા, હું સહરાના રણ જેવો હતો. તેં આવીને મારી સુક્કી ભોંયમાં સરિતા વહાવી, હવે તું લુપ્ત ન થઈ જતી. શારદાએ એક રીતે મારું જીવન હણ્યું છે, તું બીજી વાર મને હણતી નહિ, સુમિત્રા!’ હાસ્ય-વિનોદ અને તરવરાટથી ભરેલા અનિમેષને આવો મંદ, નિષ્પ્રાણ, આજીજી કરતો જોઈને સુમિત્રા છેક અંદરથી હલબલી ગઈ. ઊંડા અજાણ્યા કૂવામાં પોતે કૂદકો મારી દીધો હતો એમ લાગ્યું. હવે? પ્રેમનું શિખર તો ટાંચણી પરના ટોપકા જેવું હોય છે. એના પર ક્ષણાર્ધથી વધુ ઊભા રહી શકાતું નથી. સુમિત્રાનું મન રહેંસાઈ રહ્યું : શી ખબર, અનિમેષનો વાંક ન પણ હોય, તે મને છેતરવા નહિ જ માગતો હોય. હવે એને છોડી દઉં તો શારદાનું જીવન તો વ્યર્થ ગયું જ છે, અનિમેષનું ને મારું જીવન પણ ઉજ્જડ થઈ જશે. પરિસ્થિતિને તેણે અનેક રીતે વિચારી જોઈ. અનિમેષ અને શારદા સુખપૂર્વક સાથે રહી શકતાં હોય તો પોતે ખસી જવા તૈયાર હતી. પણ અનિમેષનું દૃઢપણે કહેવું હતું કે સુમિત્રા ખસી જાય તોયે હવે પોતાની ને શારદા વચ્ચેની ખાઈ તો પુરાય તેમ જ નથી. માત્ર પોતાનું જીવન વેરવિખેર થઈ જશે. ‘અને તું, તું પણ મને છોડીને સુખથી જીવી શકીશ, સુમિત્રા?’ પેલો નિર્ભેળ નિરામય આનંદ તો હવે દૂર ઊડી ગયો હતો. મનમાં ક્યાંક ઊંડે આશંકા લપાઈ બેઠી. પણ સુમિત્રાએ પ્રશ્નો ન પૂછ્યા. તેનેય પ્રેમની જરૂ૨ હતી. અનિમેષના અવલંબનની જરૂર હતી. સંબંધના નવા વિસ્તરેલા આયામમાંથી હવે સહેલાઈથી બહાર નીકળી શકાય એમ નહોતું. મનને મનાવી લીધું. અનિમેષની એટલી જરૂર લાગતી હતી કે તેના વિશેનાં વધુ સત્યો ખોળી કાઢતાં તે અચકાઈ. અનિમેષે જેટલું કહ્યું તે બધું સાચું જ હશે એમ માની લીધું. જે કહ્યું તેના તરણા પાછળ ન કહ્યાનો ડુંગર હોઈ શકે તેવી કલ્પના મનમાં ઊભી થવા દીધી નહિ. મેં કાંઈ એના જીવનમાં વંટોળ સર્જ્યો નથી. મેં તો ઊલટાનો એના ઘાયલ હૃદય પર શીળો લેપ કર્યો છે. અમસ્તું પણ, એને શારદા સાથે જરાયે બનતું તો નથી! છૂટાછેડા લેવાનું એણે, મને મળતાં પહેલાં જ નક્કી કર્યું હતું.’ આ આનંદી માણસના હૃદયને એની કજિયાખોર પત્નીએ કેવું વીંખી-પીંખી નાખી દુખી બનાવી દીધું હશે, એનો ખ્યાલ કરતાં તો અનિમેષ માટે સુમિત્રાને વધુ પ્રેમ ઊભરાઈ આવ્યો. હું શારદાનું ભલું ઇચ્છું છું, પણ અનિમેષને હું સકળ હૃદયથી ચાહું છું — તેણે મનોમન કહ્યું અને જીવનની સઘળી સામગ્રી એક નૌકામાં ભરી, નૌકાનું સુકાન અનિમેષના હાથમાં સોંપી દીધું. પણ પ્રેમમાં પડવાનો એક અર્થ એ પણ નથી કે પોતાને નુકસાન પહોંચાડવાનો અધિકાર કોઈને અબાધિતપણે સોંપી દેવો? સુમિત્રાને એ અર્થની ખબર નહોતી. હવે યોજનાઓ શરૂ થઈ : અનિમેષે ક્યારે છૂટાછેડા લેવા, તેમણે ક્યારે લગ્ન કરવાં, ક્યાં રહેવું, સુમિત્રાને આનંદ હતો કે એક માણસ દહેજની માગણી વગર, માત્ર પ્રેમ ખાતર પોતાને પરણવા તૈયાર હતો, પોતાની સ્વતંત્રતા કબૂલ રાખતો હતો, પોતે નોકરી કરે તેની સામે તેને વાંધો નહોતો. પણ દિવસો વીતતા ગયા, સુમિત્રા રાહ જોઈ રહી. અનિમેષ છૂટાછેડાની કોઈ કાર્યવાહી કરતો હોય તેવું લાગ્યું નહિ, વચ્ચે બે-ત્રણ વખત તે તેને ગામ પણ જઈ આવ્યો, જ્યાં શારદા તેની સાસુ સાથે રહેતી હતી. સુમિત્રા પૂછતી ત્યારે તે કહેતો : ‘શારદા તદ્દન ગમાર છે. ઘરકામ ને રસોઈ સિવાય તેને બીજી કોઈ ગતાગમ નથી. પણ છૂટા થવાથી એને કશી તકલીફ ન પડે એ જોવાનો મારો ધર્મ છે.’ સુમિત્રાએ કબૂલ કર્યું કે એ ન્યાયયુક્ત વાત હતી. મારે ઝડપથી ખૂબ કમાવું જોઈએ.’ તે વારંવાર કહેતો. ‘તો જ શારદાની આર્થિક વ્યવસ્થા કરી હું જલદી તેનાથી છૂટો થઈ શકું.’ પણ જાહે૨ખબરની એજન્સીનું તેનું કામ હજી બહુ જામતું નહોતું. ઝડપથી ઘણાબધા પૈસા શી રીતે મેળવવા? બન્નેએ મળી ઘણા રસ્તા વિચારી જોયા, પણ કાંઈ સૂઝ્યું નિહ. એક સાંજે બન્ને મરીનડ્રાઇવના દરિયાની પાળે બેઠાં હતાં. સુમિત્રા દરિયા ભણી મોં કરી બેઠી હતી. સૂરજ આથમવાની થોડી વાર પહેલાં લાલ-સોનેરી રંગનું ભભકભર્યું એક પૂર વછૂટ્યું અને દરિયો એ રંગમાં ઝબકોળાઈ ગયો. સુમિત્રાના મોં પર પણ લાલ રંગની આભા છવાઈ ગઈ. આમેય એ સુંદર હતી જ. એમાં આ લાલ આભા ઉમેરાતાં સૌન્દર્યનું એક અદ્ભુત પદ્મ હોય તેમ તેનો ચહેરો ખીલી રહ્યો. અનિમેષ વિહ્વળ થઈ ગયો. સુમિત્રાનો હાથ હાથમાં લઈ બોલ્યો : ‘દિવસ-રાતની એકેએક ઘડી આપણે સાથે વિતાવી શકીએ એવો સમય ક્યારે આવશે?’ સુમિત્રાએ હાથ સેરવી લીધો. બોલી : ‘એ મારા વશની વાત હોત, તો એ સમય આજે જ આવત.’ અનિમેષે બે હાથમાં માથું છુપાવ્યું. ‘ના, મારો જ વાંક છે. અથવા એ મારો વાંક પણ કેમ કહેવાય, સુમિત્રા? માણસ તરીકે મને પણ પ્રેમ કરવાનો, સુખી થવાનો શું અધિકાર નથી?’ તે ઘડીક ચૂપ રહ્યો, પછી ધીરે ધીરે બોલ્યો : ‘લગ્નના બંધ ઘરમાં પ્રેમનો છોડ ઊગ્યો નહિ. અને આ ખુલ્લા સાગરકાંઠે પ્રેમનું પૂર વહે છે, પણ સમાજ એને કબૂલ રાખતો નથી. પ્રેમને બધાં દિવ્ય તત્ત્વ ગણે છે, પણ આપણા પ્રેમના લલાટે મેશ લાગેલી છે, કારણ કે આપણે પરણેલાં નથી. પણ નાનપણમાં હું કાંઈ સમજું-વિચારું તે પહેલાં મારાં લગ્ન થઈ ગયાં હતાં. એ શું મારો વાંક છે, સુમિત્રા?’ સુમિત્રાના મનમાં આવ્યું કે તારો વાંક કદાચ ન હોય, પણ મિત્રતાની શરૂઆતમાં જ તેં મને આ વાત કેમ કરી નહિ? પણ તે બોલી નહિ. અનિમેષ દુઃખી હતો એ હકીકત હતી. પોતાને ચાહતો હતો એ હકીકત હતી. અનિચ્છાએ તેઓ એક વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયાં હતાં. ‘પછી તેં હિસાબ કરી જોયો કે ધારો કે તું આ ઑફિસ કાઢી નાખે તો તને કેટલા પૈસા મળે?’ સુમિત્રાએ પૂછ્યું. ‘પણ પછી આપણે ખર્ચ કેમ ચલાવશું?’ ‘હું તો કમાઉં જ છું ને? તું પછી બીજી નોકરી શોધી લેજે. જગ્યાની ગુડવિલના પૈસા ઘણા મળી શકે.’ જોઉં : બે-ચાર જણ સાથે વાત કરી જોઈશ.’ સુમિત્રાને લાગ્યું કે અમિનેષના અવાજમાં ઉત્સાહ નહોતો. એ સાંજે છૂટાં પડ્યાં પછી પણ તેના મનમાં આ જ વાત ઘોળાયા કરી. અનિમેષ ઝડપથી, ગમે તે રીતે ખૂબ પૈસા મેળવવાની વાત કરે છે. તો તેની ઑફિસની જગ્યા કાઢી નાખીને કેમ પૈસા ઊભા કરતો નથી? તેના જેવા સ્માર્ટ જુવાનને નોકરી તો બીજી મળી રહે. પણ એ જગ્યા કાઢી નાખવાનો પ્રયત્ન કરતો નથી… એકાએક એને થયું : પણ તે ખરેખર પૈસા મેળવવા ઇચ્છે છે? અને પછી થયું : તે ખરેખર છૂટાછેડા લેવા ઇચ્છે છે? કે માત્ર મને આશ્વસ્ત કરવા માટે ઠાલાં વચનો ઉચ્ચારે છે? ઘડીભર તે થંભી ગઈ. આ તદ્દન અણકલ્પ્યો વિચાર હતો. ના, ના, અનિમેષ મને ચાહે છે. તે ખરેખર જ શારદાથી છૂટો થવા માગે છે. તે શારદાથી ત્રાસેલો છે, દુઃખી છે. પણ તો પછી? પણ શારદાને તો પોતે જોઈ જ નથી. કદાચ તેના પક્ષે પણ કંઈક કહેવાનું હોય. અનિમેષ બધું સાચું જ બોલતો હશે? કદાચ… કદાચ તેને આ જે છે તે જ અનુકૂળ લાગતું હશે. ત્યાં મા છે, ઘર છે, પત્ની છે, દીકરી છે. થોડા થોડા વખતે ત્યાં જઈ આવી શકાય છે. અહીં ઑફિસ છે, પ્રેમ છે, કશી જવાબદારીમાં બંધાયા વગર તેને ભરપૂર પ્રેમ મળે છે, એક સ્વસ્થ-સુંદર તરુણ કાયા મળે છે. શા માટે પરિસ્થિતિમાં તે પરિવર્તન ઇચ્છે? તેણે ભયંકર ગડમથલ અનુભવી. ખરેખર અનિમેષનું મન આવી ગણતરી કરતું હશે? પણ તે તો કેટલો પ્રેમાળ છે! મારા વગર તે જીવી શકે એમ નથી… રાતે સ્વપ્નમાં અનિમેષનો સોહામણો ચહેરો તેને આર્જવપૂર્વક પૂછી રહ્યો : ‘કેટલી વેદનાભરી શોધને અંતે તને પામ્યો છું, સુમિત્રા! તુંયે મારામાં શ્રદ્ધા નહિ રાખે?’ એ સપનાની અસર નીચે તે સવારે ઊઠી. રાતની આશંકાઓ માટે મનોમન શરમાઈ, અપરાધનો ભાવ અનુભવ્યો. અનિમેષના પ્રેમાશ્લેષમાં બધા સંદેહોને નિર્મૂળ કરી દેવા તે, ઑફિસે જતાં પહેલાં અનિમેષની રૂમ પર ગઈ. રૂમની એક ચાવી તેની પાસે હતી. અનિમેષ ખુશ થઈ જશે. દોડીને પોતે તેને વળગી પડશે… તેણે ધીમેથી બારણું ઉઘાડ્યું. અનિમેષને મળવા તેનું હૃદય આતુર બની રહ્યું. અનિમેષની પીઠ બારણા તરફ હતી. તે ગીત ગણગણતો પેટીમાં સામાન ભરી રહ્યો હતો. સામે ટેબલ પર મીઠાઈનું બૉક્સ પડ્યું હતું. સુમિત્રાને નવાઈ લાગી. ‘શું કરે છે, અનિમેષ?’ ચોંકીને અનિમેષે પાછળ જોયું. બારણું ઊઘડવાની તેને ખબર પડી નહોતી. સુમિત્રાને જોઈ તે અવાક થઈ ગયો. ‘અત્યારમાં, સુમિત્રા?’ તેના અવાજમાં આશ્ચર્ય હતું. આનંદ નહોતો. ‘તને મળવાનું ખૂબ મન થયું એટલે ઑફિસે જતાં પહેલાં અહીં આવી.’ તે બોલી. અનિમેષે તેને બેસવાનું કહ્યું નહિ, તેના આગમનથી તે થનગની ઊઠ્યો નહિ, એથી તેનો આવેગ અડધો થઈ ગયો. જાતે જ ખુરશી પર બેસતાં તે બોલી : ‘કેમ બૅગ ભરે છે?’ ‘કંઈ નહિ, એ તો…’ અનિમેષ થોથવાયો : ‘મને થયું કે… જરા જઈ આવું.’ ‘ક્યાં?’ ‘મા પાસે.’ અનિમેષ ઊભો ઊભો જ વાતો કરતો હતો, જાણે તે પ્રશ્નો પૂરા થયે સુમિત્રાના જવાની અપેક્ષા રાખતો હોય. ‘પણ કાલે સાંજે તો તેં મને કાંઈ કહ્યું નહોતું?’ અનિમેષ જરા મૂંઝાયો. મૂંઝવણમાં જ બોલી દીધું : ‘માનો કાગળ આવ્યો છે. રાતે હું રૂમ પર આવ્યો ત્યારે વાંચ્યો.’ ‘શું હતું પત્રમાં? તું આટલો ગભરાયેલો કેમ છે?’ અનિમેષ કંઈ બોલી શક્યો નહિ. તે અત્યંત અસ્વસ્થ થઈ ગયો હતો. માટલામાંથી તેણે પાણી લઈને પીધું. રૂમમાં આંટા માર્યા. ‘પણ છે શું અનિમેષ? કહેતો કેમ નથી?’ સુમિત્રા અધીર થઈ ઊઠી. અચાનક તેની નજર મીઠાઈના બૉક્સ પાસે પડેલા કાગળિયા પર પડી. તેણે એકદમ એ કાગળ લીધો. એ તાર હતો. અનિમેષ ઝડપથી પાસે આવ્યો. ‘રહેવા દે… રહેવા દે…’ પણ સુમિત્રાએ તાર વાંચી લીધો. શારદાને પુત્ર જન્મ્યો હતો. ‘અનિમેષ…!’ સુમિત્રાનો અવાજ ચીસ પાડવા જેવો થઈ ગયો. આખી રૂમ તેને ગોળ ગોળ ફરતી લાગી. ‘આ સાચું છે? આ માટે તું ગામ જતો હતો?’ તેનો અવાજ ફાટી જવા લાગ્યો, ‘તું તો કહેતો હતો કે તારે ને એને કાંઈ સંબંધ નથી! તું તો કહેતો હતો તે તમારે બેને તો બોલવા-વ્યવહાર પણ નથી.’ ‘હું એ જ વિચાર કરું છું. કંઈક ભૂલ થઈ ગઈ. ખબર ન રહી.’ અનિમેષ માંડ માંડ બોલ્યો. એક પળ સુમિત્રા તંગ થઈને ઊભી રહી, પછી વાવાઝોડાની જેમ તેની પર તૂટી પડી. ‘નાલાયક! જૂઠાબોલા! વિશ્વાસઘાતી!’ તેણે ફડાફડ બે-ત્રણ તમાચા અનિમેષના ગાલ પર ખેંચી કાઢ્યા. હિંસકતાની એક આગ તેની આંખોમાં સળગી ઊઠી. અમિનેષનું માથું પકડી દીવાલ સાથે ફરી ફરી અફળાવવાનું મન થયું. તેને તેમ ને તેમ જ રૂમમાં રહેવા દઈ, ધીરેથી બારણું ઉઘાડી અનિમેષ બહાર નીકળી ગયો.