મર્મર/શરદની રાતે: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 01:33, 15 May 2025
શરદની રાતે
શુભ્ર મનની શરદની રાતે,
મનની નિર્જન મ્હોલાતે,
વહી આવે તવ સ્મૃતિની સુરભિ વ્યાકુલ વનના વાતે.
નભથી કૌમુદીજલ રેલે,
ચઢ્યું પૃથાસરોવર હેલે.
તટતરુવરની છાયા કંપે ચાંદનીના મૃદુ ઠેલે.
સ્મૃતિનું શશીમુખ તવ ખૂલે,
અંતર અવકાશે નીલે,
રૂપ તણા સરવરમાં મારી પોયણી પ્રીતિની ઝૂલે.