રામચન્દ્ર પટેલની કવિતા/મોર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 23: Line 23:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  કંકુ
|previous =  કંકુઢગલી
|next = ઢગલીન જાણું
|next = જાણું
}}
}}

Latest revision as of 02:42, 10 March 2025

મોર

ચાલ્યાં ઘણું ઘણું વિહાર હતો અરણ્યનો–
માર્ગો નડ્યા અટપટા ખડઝૂંડ ઝાંડવાં;
વેરાન પહાડ પથરા ખાણખીણ ભેખડો
લાગી તૃષા જળ મળ્યું નહિ જાનકીને.

‘વાયુ વહે ગરમ આ વડછાંય ઊકળે...
લાવો હવે જળ, રહે નહિ જીવ ઝાલ્યો...
ક્યાંયે નથી, મલક રુક્ષ નપાણિયો પડ્યો?’

ટોચે હતો મયૂર સાંભળી બોલ રામના-
આવી ધરા ઉપર નૃત્ય અનોખું આદર્યું...
જોતાં ઘડીક થઈ, જાનકી કંઠ શાતા.
ત્યાં પીંછ નાચ કરીને, પછી દોડ મૂકી...
દેખાડ્યું એક ઝરણું ફરી મોર નાચ્યો...

-તું ભક્ત બોલ દઉં વૈકુંઠ ઉચ્ચ સ્થાન,
સ્થાપું શિરે શકુન! સૂણું હું મેઘગાન.