રામચન્દ્ર પટેલની કવિતા/નિભાડો: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
No edit summary |
||
| Line 9: | Line 9: | ||
ઢળે દા’ડો ત્યારે સૂરજ ઊતરી પશ્ચિમદિશા | ઢળે દા’ડો ત્યારે સૂરજ ઊતરી પશ્ચિમદિશા | ||
નિરાંતે ઊંઘે, ત્યાં ભીતર ફરતી રાત બધિરા | નિરાંતે ઊંઘે, ત્યાં ભીતર ફરતી રાત બધિરા | ||
રહે, પીડી | રહે, પીડી : દોડે નસ નસમહીં ખાર ઃ ઊકળે | ||
બળે અંધાપો ને ખરખરી ચડે રાખ ડમરી. | બળે અંધાપો ને ખરખરી ચડે રાખ ડમરી. | ||
પછી મૂકે આંખે પવન, જળ ફૂટે રગરગ, | પછી મૂકે આંખે પવન, જળ ફૂટે રગરગ, | ||
ઊડે પંખી | ઊડે પંખી : ઊઠે તરુ તરુ ટહુકી રુધિરમાં - | ||
તહીં ખોલે, ખૂલે હૃદય બધું ઇંટો ફળફૂલ | તહીં ખોલે, ખૂલે હૃદય બધું ઇંટો ફળફૂલ | ||
બની મ્હેકે, ગ્હેંકે વળી વરસતો મેઘ તડકો. | બની મ્હેકે, ગ્હેંકે વળી વરસતો મેઘ તડકો. | ||
Revision as of 01:38, 10 March 2025
નિભાડો
હતા ખાડાખૈયા બરછટ હતી ભોંય વચમાં
બનાવી શોભાવી સ્થળ, શરીરમાળો ધૂળજટાઃ
તથા કંઠે કાંટા, ધખ ધખ ધખે દાહ ગરમી
અડે : ફૂટે ધૂવાં શૂળ ઉઝરડા ચેહ વસમી -
ઢળે દા’ડો ત્યારે સૂરજ ઊતરી પશ્ચિમદિશા
નિરાંતે ઊંઘે, ત્યાં ભીતર ફરતી રાત બધિરા
રહે, પીડી : દોડે નસ નસમહીં ખાર ઃ ઊકળે
બળે અંધાપો ને ખરખરી ચડે રાખ ડમરી.
પછી મૂકે આંખે પવન, જળ ફૂટે રગરગ,
ઊડે પંખી : ઊઠે તરુ તરુ ટહુકી રુધિરમાં -
તહીં ખોલે, ખૂલે હૃદય બધું ઇંટો ફળફૂલ
બની મ્હેકે, ગ્હેંકે વળી વરસતો મેઘ તડકો.
નિભાડો બીજાને સઘળું દઈ દે ઠામ સજવા,
થતો શંભુ, પાસે કશુંય નહિ રાખે, નહિ હવા