મર્મર/પ્રીત રહે ના છાની
Jump to navigation
Jump to search
પ્રીત રહે ના છાની
પ્રીત રહે ના છાની
તારી પ્રીત રહે ના છાની.
પથ્થરના ઉરમાંથી વ્હેતી જેમ સરલ સરવાણી.
આંખ ઈશારે, સ્મિત ચમકારે
અંતરના કંપત બીનતારે
મૌનતણી ભાષામાં મેં તો પ્રગટ થતી પરમાણી.
તે દિન સાંજ સમે દિશ પશ્ચિમ
ભગ્ન હૃદય ઊગ્યો શશી બંકિમ
બીજનો, તે દિનથી મેં ભાવિ પ્રેમપૂર્ણિમા જાણી.
વિરહમિલનની ધૂપછાયામાં
મધુર દિલોની મૃદુ માયામાં
અંતરનાં આંસુમાં એને ભરીપૂરી મેં માણી.