મર્મર/એકલતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


એકલતા!

રે મુજ એકલતા!
વિસ્તરતો દૃગ સન્મુખ મારગ
આવત કોઈ જતા. –રે મુજ૦

શૂન્ય ભવનમાં
શૂન્ય સમા રે આત્મ ગહનમાં
ના કંઈ માલમતા. –રે મુજ૦

ઢળવું શોકે
કોણ જતાં વહી આંસુ ય રોકે!
તે નથી, જેહ હતાં. –રે મુજ૦.