મંગલમ્/હે ભગવાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હે ભગવાન



હે ભગવાન


હે ભગવાન! તારું નામ,
સાંભળતો રહું સઘળે ઠામ. —હે…

ગગને પવને વનવન ભવને,
ખળભળ ઝરણે તારું ગાન. —હે…

ફૂલ સુગંધે સૌ આ રંગે,
મનના ઉમંગે તારું ગાન. —હે…

એ સૌ સાથે રોજ પ્રભાતે,
નામ લઈ તુજ કરું પ્રણામ. —હે…