મંગલમ્/સર્વોદયનું હાર્દ
Jump to navigation
Jump to search
સર્વોદયનું હાર્દ
હાં રે મારે સર્વોદયનું હાર્દ
સમજી જીવનમાં વણવું;
હાં રે નવયુગનું સર્જન આજ
શ્રમજીવી થઈને કરવું…
તન તોડી ખેતર એ ખેડે
ધાન ઉગાડી જગ જિવાડે.
હાં રે એવા ખેડૂતનું અહેસાન
મારે કેમ કરી ભૂલવું? …હાં રે.
કાળી ઘોર મજૂરી કરતો,
મિલ મહીં મજદૂર પિસાતો,
હાં રે એનો દુઃખ ભર્યો સંસાર
જોતાં બેસી શું રહેવું? …હાં રે.
દિન આખો એ ગલીઓ વાળે
જીવન ભોગે જગ અજવાળે,
હાં રે એવા ઋષિઓનું શુભ સ્થાન
પાછું સમાજમાં લાવવું …હાં રે.
માનવતાના મજબૂત પાયા,
શ્રમજીવીઓથી છે જ પુરાયા,
હાં રે એ છે સત્ય સનાતન સાર,
સમજી જગને સમજાવું …હાં રે.
— પૂનમચંદ શાહ