મંગલમ્/ઘૂમશું અમે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઘૂમશું અમે

ઘૂમશું અમે ગલી ગલી ને ખૂણે ખૂણે ત્યારે
રટતા તારા નામનું ગાણું, અમે સૌ ભણશું દ્વારે દ્વારે (૨)

કહીશું આપણી માતને કાજે આપજો કોઈ દાન
કોણ દેશે ધન, કોણ દેશે, નિજ માતને વાલો પ્રાણ?
માત પુકારે સહુને એવું કહીશું વારે વારે …રટતાં૦

હૃદય બીનાના તારે તારે પ્રાણના સકલ સૂર
નામથી તારા આપમેળે તે દિ’ રેલશે સુધા મધુર
રણઝણશે જીવન આખું માતા તવ પુકારે …રટતાં૦

વિદાય ટાણે લઈ સહુના દીપક ધૂપ ને માળ
પૂજીશું તારે ચરણે ધરી સઘળા પૂજન થાળ
ઢગલે ઢગલા દાન હશે એ તારા જ બાળનાં પ્યારે
…રટતાં તારા૦