મંગલમ્/કોનાં રે રખવાળાં


કોનાં રે રખવાળાં

કોનાં રે રખવાળાં માગું, કોનાં રે રખવાળાં રામ
હો જી રે, હો જી રે રામ (૨) — કોનાં

હે જી — અંધારા વન માંહી ગ્યા’તાં, ક્યાંનાં ક્યાં અટવાયાં જી
ધીમો રે ધબકારો થાતાં મારગમાં લપટાયાં રામ. — હો જી રે,— કોનાં.

હે જી — માયા મૂડી બાંધી શાને આવી અહીંયાં ચડિયાં જી
છોડીને અંતે તો તારે જાવાનું છે રામને ધામ. — હો જી રે, — કોનાં.

હે જી — સાથેના સથવા૨ી ઉરમાં ઓચિંતા અટવાયાં જી
આંધળિયાં જીવડાંને દેવા કોનાં રે રખવાળાં. — હો જી રે. — કોનાં.