મંગલમ્/આવો ઉમંગભરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આવો ઉમંગભરી

આવો ઉમંગભરી દુનિયાના ચોકમાં
સર્વોદય સાધવા કાજ (૨)
બાપુની જય બોલો, હૈયાનાં દ્વાર ખોલો… બાપુની૦
ઘર ઘર ને ગામ ગામ, રેંટિયા ગુંજાવજો,
શ્રમજીવન લલકાર (૨)… બાપુની૦
સેવાના ક્ષેત્રમાં, સ્વારથનાં ઝાંખરાં,
ઉખેડી ફેંકજો બહાર (૨)… બાપુની૦
દુનિયાનો દેવ આજ પૈસા મનાય છે,
એને મિટાવો આ વાર (૨)… બાપુની૦
ઘર ઘરને બારણે બેઠો છે સાહ્યબો,
એનો ના છોડો વિચાર (૨)… બાપુની૦