બાળ કાવ્ય સંપદા/હું તો નાચું રે...

હું તો નાચું રે...

લેખક : એની સરૈયા
(1917-1985)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

ઝીણું ઝીણું ઝાંઝર મેં તો પાયે પ્હેર્યું રે,
કાને કુંડળ કંચન કેરું લ્હેરે લ્હેર્યું રે :
છુમછુમ છનનન
છુમછુમ છનનન
હું તો નાચું રે,
હું તો નાચું રે!
ઝીણી ઝીણી તારક ભાતની ઓઢણી ઓઢી રે,
સ૨વ૨ તીરે પોયણી સંગે હું તો પોઢી રે :
છુમછુમ છનનન
છુમછુમ છનનન
હું તો નાચું રે,
હું તો નાચું રે !
મીઠી મીઠી કુંજે કોયલ વેણુ વાગી રે,
આંબા ડાળે મંજરી સંગે લગની લાગી રે :
છુમછુમ છનનન
છુમછુમ છનનન
હું તો નાચું રે,
હું તો નાચું રે !