બાળ કાવ્ય સંપદા/મોરબીનો રાજા
Jump to navigation
Jump to search
મોરબીનો રાજા
લેખક : ભાનુભાઈ પંડ્યા
(1923)
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
મોરબીના રાજાની વાહ રે વાહ !
મેારબીના રાજાની રાણી, વાહ, રે વાહ !
મોરબીના રાજાની રાણીની કુંવરી,
વાહ, રે વાહ !
મેારબીના રાજાની રાણીની કુંવરીની
દાસી, વાહ, રે વાહ !
મોરબીના રાજાની રાણીની કુંવરીની
દાસીની દીકરી, વાહ રે વાહ !
મોરબીના રાજાની રાણીની કુંવરીની
દાસીની દીકરીની બિલ્લી,
વાહ, રે વાહ !
મોરબીના રાજાની રાણીની કુંવરીની
દાસીની દીકરીની બિલ્લીનું,
બચ્ચું, વાહ, રે વાહ !
મોરબીના રાજાની રાણીની કુંવરીની
દાસીની દીકરીની બિલ્લીના
બચ્ચાની પૂંછડી, વાહ, રે વાહ !
મોરબીના રાજાની રાણીની કુંવરીની
દાસીની દીકરીની બિલ્લીના
બચ્ચાની પૂંછડી લાંબી,
વાહ, રે વાહ !