ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/મણિભાઈ હરિભાઈ દેસાઈ
શ્રી મણિભાઈ હરિભાઈ દેસાઈ ઉર્ફે યોગેન્દ્ર
શ્રીયુત મણિભાઈ હરિભાઈ દેસાઇ યોગેન્દ્ર ઉપનામથી હાલમાં સુપ્રસિદ્ધ છે. એઓ દેગામ તાલુકે ચીખલી જીલ્લે સુરતના વતની, જ્ઞાતે અનાવિલ બ્રાહ્મણ છે. એમના પિતાનું નામ હરિભાઈ જીવણજી દેસાઈ અને માતુશ્રીનું નામ કાશીબ્હેન છે. એઓ માલસરવાળા જાણીતા સાધુ માધવદાસજીના સમાગમમાં આવી એમની પાસેથી યોગવિદ્યા શિખ્યા હતા; અને એમનો પ્રિય વિષય યોગ જ થઈ પડ્યો છે, જેના પ્રચાર અને અભ્યાસ અર્થે તેઓ સતત્ પ્રયત્ન આદરી રહેલા છે.
સંસ્કૃતિ સેવાનું વ્રત એમણે લીધેલું છે અને તે હેતુથી કેટલુંક સાહિત્ય અત્યાર સુધીમાં અંગ્રેજી ગુજરાતીમાં લખી પ્રસિદ્ધ કરેલું છે, તેની યાદી નીચે નોંધવામાં આવી છે. તેમ એ નિમિત્ત અમેરીકા સુધી પ્રવાસ પણ કરેલ છે.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> : : એમની કૃતિઓ : :
| (૧) પ્રભુ ભક્તિ | ૧૯૧૭ |
| (૨) હૃદય પુષ્પાંજલિ | ૧૯૧૭ |
| (૩) ગીતાંજલિ (ભાષાંતર) | ૧૯૧૭ |
| (૪) રાષ્ટ્રીય ગીત | ૧૯૧૮ |
| (૫) સંગીત ધ્વનિ, પ્રથમ ધ્વનિ | ૧૯૧૯ |
| (૬) કવિ ટાગોર | ૧૯૧૯ |
| (૭) ઊર્મિ | ૧૯૨૫ |
| (૮) પ્રણયબંસી | ૧૯૨૭ |