પ્રતિપદા/૬. દલપત પઢિયાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(10 intermediate revisions by the same user not shown)
Line 156: Line 156:
:શું કાવડ? શું કાંધો? ...ઝૂંપડી
:શું કાવડ? શું કાંધો? ...ઝૂંપડી
</poem>
</poem>
===૬. મેલો, દલપત, ડા’પણ મેલો...===
<poem>
મેલો, દલપત, ડા’પણ મેલો!
::છેક સુધીનું અંધારું છે,
મૂકી શકો તો, દીવા જેવી થાપણ મેલો!
ભણ્યાગણ્યા બહુ દરિયા ડો’ળ્યા
::ગિનાન ગાંજો પીધો,
છૂટ્યો નહીં સામાન
::ઉપરથી છાંયો બાંધી લીધો,
જાતર ક્યાં અઘરી છે, જીવણ? થકવી નાખે થેલો...
મન હરાયું, નકટું, નૂગરું
::રણમાં વેલા વાવે,
ઊભા દોરનો દરિયો ફાડી
::આડી રેત ચડાવે!
કેમ કરી રોકો છોળોને? બમણો વાગે ઠેલો...
પીએચ.ડી.ની પદવી તેથી શું?
::ભણી કવિતા ભગવી તેથી શું?
પડદા તો એવા ને એવા,
::જ્યોત પાટ પર જગવી તેથી શું?
વાળી લ્યો બાજોઠ બહારનો, અંદર જઈ અઢેલો...
પડવું તો બસ આખ્ખું પડવું,
::અડધું પડધું પડવું શું?
અડવું તો આભે જઈ અડવું,
::આસનથી ઊખડવું શું?
આખો ખૂંટો ખોદી કાઢી,ખુલ્લંખુલ્લા ખેલો...
</poem>
===૭. પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું!===
<poem>
::પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું!
ચાંદો સૂરજ ચૉકી બાંધી, નભ ચેતાવી બેઠો છું...
પવન બધા પરકમ્મા કરતા, નવખંડ ધરતી ના’તી,
દશે દિશાઓ મંગળ ગાતી, છાયા સકલ સમાતી,
આખા અક્ષત્‌, અક્ષર આખા, વખત વધાવી બેઠો છું...
નહીં પિંડ, બ્રહ્માંડ નહીં, નહીં પુરુષ નહીં નારી,
ઝીલે બુંદ કોઈ બાળકુંવારી, બીજમાં ઊઘડે બારી,
સ્થંભ રચી બાવન ગજ ઊંચે, બાણ ચડાવી બેઠો છું...
ચડ્યા પવન, કંઈ ચડ્યા પિયાલા, જ્યોત શિખાઓ ચડી,
ચંદ્રકળાઓ ચડી ગગનમાં, અનહદ નૂરની ઝડી,
ઈંગલા પિંગલા શૂનગઢ સોબત, શિખર સજાવી બેઠો છું...
નહીં ઉદય કે અસ્ત નહીં, નહીં મંડપ નહીં મેળા;
જલ થલ ગગન પવન નહીં પંખી, નહીં વાયક નહીં વેળા;
ગંગા જમના નાંગળ નાખી, ઘેર વળાવી બેઠો છું...
::પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું...
</poem>
===૮. ઝીલણ ઝીલવાને!===
<poem>
સરખી સાહેલીઓ ટોળે મળીને કાંઈ
::ગ્યાંતાં જુમનાજીને તીર, ઝીલણ ઝીલવાને!
વેણુ વાગે ને સૂતી નગરી જાગે,
::મન મથુરાને મારગે અધીર, ઝીલણ ઝીલવાને!
લહેરે લહેરે ચડ્યાં ભર રે જોબન,
::મારી નાડીઓના વેગ નહીં થીર, ઝીલણ ઝીલવાને!
ના’વા ઊતરીએ તો નખની મરજાદ,
::અમે કાચી કાયાનાં અમીર, ઝીલણ ઝીલવાને!
આ કાંઠે બેડાં ને સામે કાંઠે તેડાં,
::પછી છૂટાં મેલ્યાં’તાં શરીર, ઝીલણ ઝીલવાને!
ચોગમ ચડ્યાં કંઈ ચંપાના ઘેન,
::અમે નીર જેવાં નીરે ધર્યાં ચીર, ઝીલણ ઝીલવાને!
ઘેરી ઘેરી વાંસળીએ ઘેર્યું ગગન,
::અમે અડોઅડ ઊઘડ્યાં મંદિર, ઝીલણ ઝીલવાને!
વાડી ખીલી ને ખીલ્યો મોગરો ને,
::કાંઈ શીતળ વાયા સમીર, ઝીલણ ઝીલવાને!
</poem>
===૯. દીવડો===
<poem>
મેં તો ઉંબર પર દીવડો મેલ્યો
:::કે ઘર મારું ઝળહળતું!
પછી અંધારો ઓરડો ઠેલ્યો,
:::ભીતર મારું ઝળહળતું...
મેં તો મેડીએ દીવડો મેલ્યો
:::કે મન મારું ઝળહળતું;
પછી ડમરો રેલમછેલ રેલ્યો
:::કે વન મારું ઝળહળતું...
મેં તો કૂવા પર દીવડો મેલ્યો
:::કે જળ મારું ઝળહળતું;
પછી છાંયામાં છાંયો સંકેલ્યો
:::સકલ મારું ઝળહળતું...
મેં તો ખેતર પર દીવડો મેલ્યો,
:::પાદર મારું ઝળહળતું;
પછી અવસર અજવાળાનો ખેલ્યો,
:::અંતર મારું ઝળહળતું...
મેં તો ડુંગર પર દીવડો મેલ્યો,
:::ગગન મારું ઝળહળતું;
પછી અણદીઠો અક્ષર ઉકેલ્યો,
:::ભવન મારું ઝળહળતું...
</poem>
===૧૦. હોંચી રે હોંચી===
<poem>
એક ગર્દભડી જે ગાજરની લાંચી...
:::::::::હોંચી રે હોંચી!
કુશકા ખાતાં એને કાંકરી ખૂંચી,
:::::::::હોંચી રે હોંચી!
ઊભી બજારેથી ભાગોળે ભૂંચી...
:::::::::હોંચી રે હોંચી!
લાવો પેટાળાં ને લાવો લ્યા પાં’ચી!
:::::::::હોંચી રે હોંચી!
મારે લીધે આખી અરવલ્લી ઊંચી...
:::::::::હોંચી રે હોંચી!
હેંડી હેંડી ને હું તો હિમાલય પ્હોંચી!
:::::::::હોંચી રે હોંચી!
છેલ્લે શિખર જઈને બાંધેલી માંચી...!
:::::::::હોંચી રે હોંચી!
અંધારામેં મેં તો ઉપનિષદ વાંચી...
:::::::::હોંચી રે હોંચી!
વાંચી વાંચીને બધી વૈકુંઠ ઢાંચી...
:::::::::હોંચી રે હોંચી!
</poem>
===૧૧. પુણ્ય સ્મરણ===
<poem>
અમને કોની રે સગાયું આજ સાંભરે.
::ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે...
:::કોની રે સગાયું આજ સાંભરે
કોઈ પાળ્યું રે બંધાવો ઘાટેઘોડા દોડાવો,
::આઘે લે’ર્યુંને આંબી કોણ ઊઘડે...
:::કોની રે સગાયું આજ સાંભરે.
આજે ખોંખારા ઊગે રે સૂની શેરીએ,
:ચલમ-તણખા ઊડે રે જૂની ધૂણીએ;
::અમને દાદા દેખાય પેલી ડેલીએ...
:::કોની રે સગાયું આજ સાંભરે.
માડી વાતું રે વાવે આ ઉજ્જડ ઓટલે,
:ખરતાં હાલરડાં ઝૂરે રે અધ્ધર ટોડલે;
::ઊંચે મોભને મારગ કોણ ઊતરે...
:::કોની રે સગાયું આજ સાંભરે
કોઈ કૂવા રે ગોડાવો કાંઠે બાગો રોપાવો,
:આછા ઓરડિયા લીંપાવો ઝીણી ખજલિયું પડાવો;
::આજે પરસાળ્યું ઢાળી સૌને પોંખીએ...
:::અમને સાચી રે સગાયું પાછી સાંભરે.
</poem>
{{HeaderNav
|previous = [[પ્રતિપદા/૫. મણિલાલ હ. પટેલ|૫. મણિલાલ હ. પટેલ]]
|next = [[પ્રતિપદા/૭. ભરત નાયક|૭. ભરત નાયક]]
}}
26,604

edits

Navigation menu