હયાતી/૫૮. એટલી હદે


૫૮. એટલી હદે

એટલી હદે અડવું લાગે છે.
કે જાણે
હું વૃક્ષ પરનું પાન નથી,
ધરતીમાંથી ફૂટેલું તરણ નથી,
દીવાલ પરની ઈંટ પણ નથી.

ડેડલેટર ઑફિસમાં પડેલા કાગળની માફક
કોના માટે લખાયો છું એ જાણું છું,
પણ ત્યાં સુધી પહોંચાડે એવી કોઈ એંધાણી ક્યાં?

૨૫–૮–૧૯૭૨