મારી હકીકત/આજે તા. ૯મી સપટેમ્બર, મદ્રાસ ૧૧-૫.

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આજે તા. ૯મી સપટેમ્બર, મદ્રાસ ૧૧-૫.

કહી દીધું કે ડાહીગવરીને કે તે પોતાને મેળે વિચાર કર્યા કરે. કાલના તારા બોલવાથી જણાયું કે મુંબઈમાં ગોઠતું નથી ને ગોઠે તેમ નથી, ને બીજાં પણ કારણ છે તો તારે ત્રણ વાતના વિચાર કરી મુકવા –

૧. સ્વતંત્ર રહેવું, આપણાં ઘરમાં નહીં. જુદાં ભાડાંના ઘરમાં કોટડીઓ રાખીને મુંબઈ, સુરત કે ઇછામાં આવે ત્યાં, ને હાલમાં મારી સ્થિતિ સારી થાય ત્યાં સુધી હું મહિને ૫ કે ૭ રૂપીયા મોકલ્યાં કરીશ. પછી વધારે.

૨. કોઈના આશ્રયમાં જઈ રહેવું ને રૂ. ૫ કે ૭ મહીને મોકલ્યાં કરીશ.

૩. મારાં ખુંદ્યા ખમવાં ને દુ:ખ પામતાં પણ મારી જ સાથે રહેવું.