મર્મર/આવી વસંત વહી જાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આવી વસંત વહી જાય

આવી વસંત વહી જાય
આંગણિયે આવી વસંત વહી જાય.
મ્હોરી મંજરીઓ વિલાય
આંગણિયે આવી વસંત વહી જાય.

કાનનમાં કોકિલ જો ટહુકે અધીરો
આ મનમાં મૌન તણાં ખૂંચે છે તીરો,
પૂછતાં બે વાતો શું થાય?—આંગણિયે.

યૌવનને આંબલિયે આશાની મંજરી
મ્હોરી ઝૂલંત જુઓ મરકે જરી જરી,
જો જો ના તડકે સૂકાય.—આંગણિયે.

ફૂટતાં ફૂલોની જુઓ વ્હેતી સુગંધ છે,
તૂટતાં ઉરોની જુઓ પ્રીતિ અભંગ છે,
બાંધી ના છૂટા થવાય—આંગણિયે.