મનોહર ત્રિવેદીનાં કાવ્યો/મરમી, તમે રે
મરમી, તમે રે ઉઘાડ્યા ભોગળ–આગળા–
ખંખેર્યાં જાળાં ને ગાર–ગોરમટી
મન મૂકીને ધોળી ભીંતેભીંત
ખોરડાં ચાળ્યાં ત્યાં ઝળહળ ઓરડા
પાણિયારે ઝવ્યાં ઝીણાં ગીત
ઝૂલ્યાં રે તોરણ ઝૂલ્યા ચાકળા
મરમી, તમે રે ઉઘાડ્યા ભોગળ–આગળા–
આંગણે સુકાતી કૉળી ડાળખી
અડક્યાં—નાં નીતર્યાં જ્યાં નીર
લીલી રે બોલાશું ફરકી પાનમાં
પાને પાને બેઠાં કાબર—કીર
કીધા રે અળગા જી તડકા આકરા
મરમી, તમે રે ઉઘાડ્યા ભોગળ આગળા
- ↑ પૂ. ‘દર્શક’ને કૃતજ્ઞતાપૂર્વક : અમૃત મહોત્સવ પ્રસંગે
Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files