મંગલમ્/હોડી હોડી
હોડી હોડી
ચાલોને રમીએ હોડી હોડી
વરસ્યો વરસાદ ખૂબ આજે મુશળધાર
ઝરણાં નાના જાય દોડી… ચાલોને૦
બાપુનાં છાપાં નકામાં થોથાં
કાપી કૂપીને કરીએ હોડી… ચાલોને૦
સાદી ને શઢવાળી નાની ને મોટી
મૂકીએ પવનમાં છોડી છોડી… ચાલોને૦
ખાલી રાખેલી ઊંધી વળે તો
પાંદડાં ને ફૂલ ભરું તોડી તોડી… ચાલોને૦
જાશે દરિયાપાર પરીઓના દેશમાં
સૌથી પહેલી દોસ્ત મારી હોડી… ચાલોને૦