મંગલમ્/સુવાસને સમદરિયે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સુવાસને સમદરિયે


Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt69ac9ea569c176_95323513


સુવાસને સમદરિયે


સુવાસને સમદરિયે બુલ બુલ,
તારી ગીત-નૌકા સરવા દે સ૨વા દે,

થયું રે ઉપવન ઉદધિ ગહન,
કલિકુસુમ સહુ બન્યાં રતન,
શીતલ શીતલ વહ્યો પવન,
પ્રફુલ્લ હૈયે તરવા દે તરવા દે. — સુવાસ૦

નહીં વમળ મઝધાર,
નહીં છૂપેલી ખડકોની વણઝાર,
સુખ ભર કેવો સરલ વિહાર,
મનડાને ના ડરવા દે ડરવા દે. — સુવાસ૦

લાંગર્યું પ્રેમ તણે ઓવારે,
ઉર ઉર તણા પગથારે,
તારી સ્વર નૈયાને આજે
વ્યથા જિગરની હરવા દે હરવા દે. — સુવાસ૦