મંગલમ્/રાખડી કેવી સોહાય

રાખડી કેવી સોહાય

રાખડી કેવી સોહાય વીરાની રાખડી
રાખડી રૂમઝૂમ સોહાય વીરાની રાખડી

હૈયાનાં હિત સમી વીરાની રાખડી
પ્રેમે ગૂંથેલી મેં તો વીરાની રાખડી

રાખડી હાથે સોહાય વીરાની રાખડી
જ્યોતિ પ્રગટાવી વીરાની રાખડી

રાખડી જુગ જુગ સોહાય
તુલસીએ બાંધેલી વીરાની રાખડી

બાંધું હું આજે વીરાની રાખડી
રાખડી ઝગમગ સોહાય…વીરાની.